Ahmedabad : હનીટ્રેપમાં ખાખીવર્દીની સંડોવણી, મહિલા PIની ધરપકડ

ક્રાઇમ બ્રાંચના અધિકારી કહી રહ્યા છે કે પીઆઇ ગીતા પઠાણ તપાસમાં સહયોગ નથી કરત. જેના લીધે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવીશું. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ પુર્વ મહિલા પોલીસ મથકમાં બે વેપારીઓ વિરુદ્ધ દુષ્કર્મની ખોટી ફરિયાદ થઈ હતી.

  • Publish Date - 6:45 pm, Thu, 13 May 21 Edited By: Utpal Patel

Ahmedabad : સોશિયલ મીડિયા પર હુસ્નની જાળમાં ફસાવીને વૃદ્ધ તેમજ આધેડ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવાના હનીટ્રેપ (HoneyTrap) માં ખાખીની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જેમાં એક મહિલા પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ હનીટ્રેપમાં રૂપિયા 26 લાખ પડાવ્યા હોવાનુ ખુલ્યુ, ક્રાઈમ બ્રાંચની તપાસમા અન્ય પોલીસ કર્મચારીની સંડોવણી ખુલતા તેમની પણ ધરપકડની કાર્યવાહી શરૂ કરી કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનથી કેવી રીતે ચાલતો હની ટ્રેપનો ખેલ ચાલો જોઈએ આ અહેવાલમાં…

 

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હનીટ્રેપ (HoneyTrap) ના ચકચારી કિસ્સામાં ક્રાઇમબ્રાંચે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનના પૂર્વ પીઆઈ ગીતા પઠાણ (PI Gita Pathan) ની ધરપકડ કરી છે. ગીતા પઠાણ હાલ પાટણ પોલીસ સ્ટેશનમનાં ફરજ બજાવતા હતા. અને ક્રાઈમ બ્રાંચમા હનીટ્રેપની ફરીયાદ બાદ ફરાર હતા.

ઘટનાની વાત કરીએ તો ક્રાઈમ બ્રાંચમા અગાઉ એક વેપારીએ હનીટ્રેપની ફરીયાદ નોંધાવી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે જીતેન્દ્ર ઉર્ફે જીતુ મોદી, બિપીન પરમાર, ઉન્નતી ઉર્ફે રાધિકા રાજપુત અને જાનવી ઉર્ફે જીનલ પઢીયારની ધરપકડ કરી હતી. આ આરોપીની પૂછપરછમાં પીઆઈ ગીતા પઠાણની સંડોવણી ખુલતા ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

પીઆઈ ગીતા પઠાણ આ ટોળકી સાથે મળીને આધેડ પાસેથી રૂપિયા પડાવ્યા હતા. છેલ્લા એક વર્ષમાં પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બળાત્કારની અરજીઓની ક્રાઇમબ્રાંચે તપાસી છે. જેમાં ચાર અરજીઓમાં હનીટ્રેપનો ખેલ ખેલાયો હોય તેવુ ખુલ્યુ હતુ.

હનીટ્રેપ પોલીસ સ્ટેશનથી શરૂ થાય છે કારણ કે પોલીસ કર્મચારીની ગ્રીનસીગ્નલ મળે ત્યારે ટોળકી પોતાનો ખેલ શરૂ કરે છે. અને અંત પણ પોલીસ સ્ટેશને થાય છે. આરોપીઓ સોશિયલ મીડિયામાં આધેડ વયના લોકોને પોતાની હુસન્નની જાળ ફસાવતી કેટલીક યુવતીઓ સક્રિય કરે છે. અને આધેડ વયના લોકો સાથે એક મુલાકાત બાદ યુવતી તેમની સાથે શરીર સંબંધ બાંધે છે.

શરીર સંબંધ બાંધ્યાં બાદ યુવતી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની અરજી કરીને લાખો રૂપિયા ખંખેરી લે છે. એકજ યુવતીએ અલગ અલગ નામ બદલીને પોલીસ સ્ટેશનમાં અરજી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જેમા પીઆઈ ગીતા પઠાણની મુખ્ય ભુમિકા સામે આવી છે. અગાઉ રાજકોટમા પીઆઈ પઠાણની લાંચ લેતા એસીબીએ ધરપકડ કરી હતી. આ ઉપરાંત તેમની વિરૂધ્ધ અનેક અરજીઓ થતા તે વિવાદમા રહયા હતા.

ક્રાઇમ બ્રાંચની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે હનીટ્રેપમાં વેપારીઓને ફસાવી પૈસા પડાવ્યા હોય તે પૈસા માંથી 50 ટકા પૈસા પોલીસને આપવાના હોય છે. જો કે પકડાયેલ આરોપી અત્યાર સુધી 26 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ પીઆઇ ગીતા પઠાણ કેટલા પૈસા લીધા છે તે બાબતની તપાસ શરૂ કરી છે.

પરંતુ ક્રાઇમ બ્રાંચના અધિકારી કહી રહ્યા છે કે પીઆઇ ગીતા પઠાણ તપાસમાં સહયોગ નથી કરતા જેના લીધે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવીશું. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ પુર્વ મહિલા પોલીસ મથકમાં બે વેપારીઓ વિરુદ્ધ બળાત્કાર ની ખોટી ફરિયાદ થઈ હતી જે ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું હતું જે કેસની તપાસમાં પીઆઇ ગીતા પઠાણ કરતા હતા.જેના પોલીસને પુરાવા મળી આવ્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

આ રીતે થયા ગીતા ‘પઠાણ’
પીઆઈ પઠાણ 2009ની પીએસઆઈની બેન્ચના છે. પીએસઆઈ પહેલા તે પોલીસ ખાતામા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. આ દરમ્યાન એમટી વિભાગમા ફરજ બજાવતા પોલીસ કર્મચારી પઠાણ સાથે પ્રેમ થઈ જતા બન્ને પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી તેઓ ગીતા પઠાણ થઈ ગયા હતા.

હનીટ્રેપમા આક્ષેપો વચ્ચે પીઆઈ ગીતા પઠાણની બદલી પાટણ થઈ ગઈ હતી. અને ફરિયાદ નોંધાયા બાદ તેઓ ફરાર થઈ ગયા છે. આ હનીટ્રેપ કાંડમા અમરબેન સોંલકી નામની મહિલા ફરાર છે. આ મહિલા પીઆઈ ગીતા પઠાણ અને હનીટ્રેપ ગેંગ વચ્ચે સેતુનુ કામ કરતી હતી. હાલમા ક્રાઈમ બ્રાંચે આ મહિલાની શોધખોળ શરૂ કરી છે. એટલુ જ નહિ આ કાંડમા અન્ય પોલીસ કર્મચારીઓના નામ પણ સામે આવ્યા છે. જેથી ક્રાઈમ બાંચે તેઓની ધરકપકડની કાર્યવાહી શરૂ કરી છે.