AHMEDABAD : કપાસિયા તેલના ભાવ ઓલટાઇમ હાઇ, સિંગતેલ કરતા પણ કપાસિયા તેલ મોંઘુ

સિંગતેલ કરતા કપાસિયા તેલના ભાવ વધુ છે. 5 લીટર કપાસિયા તેલમાં પહેલા 750 જેટલો ભાવ હતો જે હાલમાં 810 જેટલો ભાવ થયો. જ્યારે 15 કિલોમાં પહેલા 2300 ભાવ હતો તે હાલમાં 2525 ઉપર ભાવ થયો.

AHMEDABAD :  કપાસિયા તેલના ભાવ ઓલટાઇમ હાઇ, સિંગતેલ કરતા પણ કપાસિયા તેલ મોંઘુ
AHMEDABAD : Cottonseed oil prices all-time high, cottonseed oil more expensive than groundnut oil
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 05, 2021 | 2:05 PM

AHMEDABAD : કોરોનાના કારણે બજારો ખુલતા લોકોને રાહત મળી, પણ પેટ્રોલ ડીઝલ સહિત ચીજવસ્તુના વધતા ભાવના કારણે લોકોના બજેટ પર મોટી અસર પહોંચી. કેમ કે કોરોનામાં મોટા ભાગના લોકોની આર્થિક પરિસ્થિતિ કથળી છે. તેવામાં કપાસિયાતેલ સહિત દરેક તેલના ભાવમાં વધારો થતાં લોકો માટે પડ્યા પર પાટુ વાગ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે તેલના ભાવમાં ઘટાડાની માંગ ઉઠી છે.

સિંગતેલ કરતા પણ કપાસિયા તેલ મોંઘુ સિંગતેલ કરતા કપાસિયા તેલના ભાવ વધુ છે. 5 લીટર કપાસિયા તેલમાં પહેલા 750 જેટલો ભાવ હતો જે હાલમાં 810 જેટલો ભાવ થયો. જ્યારે 15 કિલોમાં પહેલા 2300 ભાવ હતો તે હાલમાં 2525 ઉપર ભાવ થયો. તો સીંગતેલમાં 15 કિલોમાં પહેલા 2420 ભાવ હતો તે હાલમાં 2520 આસપાસ ભાવ પહોંચ્યો. સનફ્લાવર તેલમાં 15 કિલોના 2260 હતા જે હાલ 2320 ભાવ પહોંચ્યો છે. એટલું જ નહીં પણ પામોલિનમાં 15 કિલોના 1800 ભાવ હતો હવે 2020 ભાવ થયો છે. આમ દરેક તેલના ભાવમાં વધારો નોંધાયો છે.

આ કારણથી વધ્યો કપાસિયા તેલનો ભાવ વેપારીઓ પાસેથી ભાવ વધારાનું કારણ જાણ્યું તો તેઓએ જણાવ્યું કે ઓફ સિઝન હોવાને લઈને ભાવ વધ્યો છે અને વર્ષમાં એક વાર આવી પરિસ્થિતિ આવતી હોવાનું પણ વેપારીઓએ જણાવ્યું. સાથે જ વેપારીઓએ પણ ઉલ્લેખ કર્યો કે પહેલા સીંગતેલ મોંઘું હતું પણ હવે કપાસિયા તેલ મોંઘું થયું છે, અને તેમા પણ પહેલા સિંગતેલના ભાવ વધુ હોવાને લઈને લોકો કપાસિયા તેલ ખરીદતા જેમાં 80 ટકા લોકો કપાસિયા તેલ હાલમાં ખરીદી રહ્યા છે અને તેવામાં જો ભાવ વધે તો સ્વભાવિક છે કે રસોડા અને ઘરના બજેટ પર તેની અસર પડે. જેથી ગ્રાહકોએ પણ ભાવ વધારો ઓછો કરવા માંગ કરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પહેલા સિંગતેલના 15 કિલોના 2700 આસપાસ, કપાસિયાના 2620, પામોલિનના 2220 અને સનફલાવર 2780 ભાવ હતો. જેમાં ત્યારના ભાવ બાદ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો પણ ફરી એક વાર ભાવે જોર પકડતા હાલમાં તેલ મોંઘું વેચાઈ રહ્યું છે. જોકે તેલ તાકીદની જરૂરિયાત હોવાને લઈને લોકો મોંઘું પણ મોંઘું તેલ ખરીદ કરી રહ્યા છે.

આ પણ વાંચો : AHMEDABAD : આનંદનિકેતન સ્કૂલના વિદ્યાર્થીએ ફરીવાર સોશિયલ મીડિયા ગ્રૂપમાં સ્કુલની જ વિદ્યાર્થીનીના અશ્લીલ ફોટો મુક્યા

આ પણ વાંચો : AHMEDABAD : નરોડામાંથી ગુમ થયેલા યુવકની હત્યા કરી ઉજાલા સર્કલ પાસે મૃતદેહ દાટી દેવાયાની આશંકા, SDM ની હાજરીમાં થશે ખોદકામ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">