Ahmedabad કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 4800 લાખથી વધુના વિકાસ કામોને મંજૂર અપાઈ

|

Jun 23, 2022 | 9:43 PM

અમદાવાદ(Ahmedabad) કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ, ઈ-ગવર્નન્સ, સેન્ટ્રલ વર્કશોપ, સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સ વિભાગ તેમજ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, રોડ એન્ડ બિલ્ડીંગ, હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને હોસ્પિટલ કમિટીના કામોને મંજૂરી આપી છે.

Ahmedabad કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 4800 લાખથી વધુના વિકાસ કામોને મંજૂર અપાઈ
Ahmedabad Corporation
Image Credit source: File Image

Follow us on

અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશનની આજ રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની (Standing Committee) બેઠકમાં રૂપિયા 4800 લાખથી વધુના વિકાસ કામોને (Development Work) મંજૂર આપવામાં આવી છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ, ઈ-ગવર્નન્સ, સેન્ટ્રલ વર્કશોપ, સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સ વિભાગ તેમજ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, રોડ એન્ડ બિલ્ડીંગ, હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને હોસ્પિટલ કમિટીના કામોને મંજૂરી આપી છે.આજની મિટીંગમાં એસ્ટેટ ખાતા દ્વારા રજૂ થયેલ નવરંગપુરા વોર્ડના લો-ગાર્ડન વિસ્તારમાં “હેપ્પી સ્ટ્રીટ ફુડ પ્લાઝા” ના વિસ્તારમાં આવેલ રસ્તા પર ઓન-સ્ટ્રીટ પે એન્ડ પાર્કિંગનાં પરવાના માટે વાર્ષિક રૂ. 44.50 લાખની મહત્તમ ઓફરને મંજૂરી આપવામાં આવી.

આ ઉપરાંત કોર્પોરેશનનાં દરેક ઝોનમાં એન્જીનીયરીંગ વિભાગની કામગીરીઓ અન્વયે માલ – સામાનનાં ટ્રાન્સપોર્ટેશન વિગેરે સારૂ કુલ 22 નંગ ટાટા એસીઈ પ્રકારનાં ગુડ્ઝ વાહનો વાર્ષિક ધોરણે (2 વર્ષ માટે) રૂા. 132 લાખના ખર્ચે ભાડેથી મેળવવાના કામને મંજૂરી આપવામાં આવી.આ સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સ દ્વારા આરોગ્ય ખાતા સંચાલીત હેલ્થ સંસ્થાઓ તથા મ્યુનિ. જનરલ હોસ્પીટલોના વપરાશ સારૂ ઇન્જેક્શન ગ્રુપ અને સર્જીકલ રબર ગ્લવ્ઝ આઈટમો ખરીદવાના રેઈટ કોન્ટ્રાક્ટના કામોને મંજૂરી આપવામાં આવી.

પાણીની લાઇન શીફટ કરવા માટે કુલ રૂા. 850 લાખના કામોને મંજૂરી

વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા એસ.ટી.પી. ખાતા હસ્તકના જુદા જુદા સ્ટ્રોમ વોટર પંપીંગ સ્ટેશનો/સુએજ પંપીંગ સ્ટેશનોમાં અપગ્રેડેશન અને રીપેરીંગનું કામ, શહેરના વિવિધ ઝોનમાં જુદી જુદી જગ્યાઓએ ડ્રેનેજ લાઈન / સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાના તથા મશીન હોલ બનાવવા, સીસ્ટેમેટીક ડ્રેનેજ લાઈન નાંખવા, ડ્રેનેજ લાઇન તથા સ્ટ્રોમ વોટર લાઇન રીપેરીંગ તથા બ્રેકડાઉન રીપેર કરવા તેમજ કેચપીટો નવી બનાવવા, મશીન હોલ રીપેર કરવા તથા સ્ક્વેર કટ મેથડથી મશીન હોલ રેઇઝ કરવા, પાણીના પ્રેશર સુધારણા કરવા નવી પાણીની લાઇન નાંખવા, પોલ્યુશન દુર કરવા તથા પાણીને લગતા અન્ય આનુષાંગિક કામો કરવા, નવી પાણીની લાઇન નાંખવાના તથા પાણીની લાઇન શીફટ કરવા માટે કુલ રૂા. 850 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોડઝ એન્ડ બિલ્ડીંગ્ઝ કમિટી દ્વારા રજૂ થયેલ વિવિધ કામો પૈકી ઉત્તર-પશ્ચિમ ઝોન તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ખાનગી સોસાયટીઓમાં કરવાના થતા 18-20 વોટ એલ.ઇ.ડી. પ્રકારના ઉર્જા બચત ધરાવતી સ્ટ્રીટલાઇટના કામો માટે સપ્લાય, ઈન્સ્ટોલેશન, ટેસ્ટીંગ અને કમિશનીંગ ઓફ સ્ટ્રીટલાઈટીંગ સીસ્ટમ વીથ કમ્પલીટ ઈલેકટ્રીકલ તેમજ મીકેનીકલ એસેસરીઝ સાથેના રૂા. 500  લાખની મર્યાદામાં વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.

પ્રોજેક્ટ્સ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની. રૂા.204 લાખના ખર્ચે નિમણૂક

જ્યારે કોર્પોરેશન દ્વારા રીન્યુએબલ એનર્જી થકી પર્યાવરણને બચાવવાના પ્રોજેક્ટ્સમાં ટેન્ડર બનાવવા, ટેન્ડરની સ્ક્રુટીની કરવી, સદર પ્રોજેક્ટની એસ. આઈ. ટી. સી.ની કામગીરીની સાઈટ ઉપર જરૂરી સુપરવીઝન કરવું તેમજ પરફોર્મન્સનું વેરીફીકેશન કરવું, કામની ગુણવત્તા જળવાઈ રહે, કામનો પ્રોગ્રેસ જળવાઈ રહે તેવા હેતુઓ માટે પ્રોજેક્ટ્સ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની. રૂા.204 લાખના ખર્ચે નિમણૂક કરવાના કામને મંજૂરી આપવામાં આવી.

વધુમાં, શહેરના વિવિધ ઝોનમાં જુદી જુદી જગ્યાઓએ આર.સી.સી. રોડ, ઇન્ટરલોકીંગ પેવર બ્લોક કરવા, ફુટપાથ રીપેરીંગ કરવા, નવી ફુટપાથ બનાવવાના, સેન્ટ્રલ વર્જ બનાવવા, જંકશનો તથા સર્કલ બ્યુટીફીકેશન કરવા, જુદી જુદી ચાલીઓ / પોળોમાં નિંભાડા લાદી / પેવર બ્લોક પેવીંગ કરવા, રોડ ગ્રાઉટીંગ લેવલે પાકા કરવાના કુલ રૂા. 861 લાખના કામોને મંજૂરી આપવામાં આવી. પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં કોલ્ડમીક્ષ મટીરીયલ્સ સપ્લાય કરવા તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર તથા સરખેજ વોર્ડમાં જુદી જુદી જગ્યાએ રોડ ઉપરના ખાડા કોલ્ડમીક્ષ મટીરીયલ્સથી પુરવા કોલ્ડમીક્ષ બેગ સપ્લાય કરવા માટેના કુલ રૂા. ૭૧ લાખના કામને મંજૂરી આપવામાં આવી.

સીવીલ રીપેરીંગ વર્ક કરવાના કુલ રૂા. 318 લાખના કામોને મંજૂરી

શહેરના વિવિધ ઝોનમાં જુદી જુદી જગ્યાએ મ્યુનિ. સ્કુલો તેમજ મ્યુનિ. હોસ્પિટલો રીપેરીંગ તેમજ રીનોવેશન કરવા, નવી આંગણવાડી બનાવવા, તથા અન્ય મ્યુનિ. બિલ્ડીંગોમાં જરૂરી રીપેરીંગ તથા મેઇન્ટેનન્સ કરવા, વિવિધ મ્યુ.બંગલાઓમાં જરૂરી રીપેરીંગ, રીનોવેશન તથા અન્ય સિવીલ વર્ક કરવા, વિવિધ હાઉસીંગ એપાર્ટમેન્ટમાં નવી કમ્પાઉન્ડ વોલ બનાવવા, રીપેરીંગ કરવા, ચેઇનલીંક ફેન્સીંગ નાંખવા, સેન્ટ્રલ સ્ટોર્સની પ્રીમાઇસીસમાં શેડ બનાવવા તથા જરૂરીયાત મુજબનું સીવીલ રીપેરીંગ વર્ક કરવાના કુલ રૂા. 318 લાખના કામોને મંજૂરી આપવામાં આવી.

ઇન્ડોર ફોગીંગની કામગીરી કરાવવા માટે રૂા. 350 લાખની મર્યાદામાં ખર્ચ કરવાના કામને મંજૂરી

સ્વચ્છ ભારત મીશન અંતર્ગત અ.મ્યુ. કોર્પોરેશનના જુદા જુદા ઝોનમાં 21 જગ્યાઓએ પીન્ક ટોયલેટના બાંધકામ તેમજ ઓપરેશન મેઇન્ટેનન્સની આનુષાંગિક કામગીરી કરવા માટે રૂા. 1068 કરોડના કામને મંજૂરી આપવામાં આવી.હેલ્થ મેલેરીયા વિભાગની વેકટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ ઝોનમાં આઈ.આર.એસ. ની કામગીરી માટે રૂા. 250 લાખની મર્યાદામાં તથા મચ્છરજન્ય રોગોને અટકાવવા સારૂ પોર્ટેબલ ફોગીંગ મશીન ધરાવતી એજન્સીઓ પાસે ઇન્ડોર ફોગીંગની કામગીરી કરાવવા માટે રૂા. 350 લાખની મર્યાદામાં ખર્ચ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.

સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતા સંચાલીત કાર્યરત અને ભવિષ્યમાં શરુ થનાર અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટરોમાં નાગરીકોને વધુ સારી નિદાન તથા સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે હેતુસર કુલ 11 નંગ HB1 AC ANALYSER MACHINE તથા કાર્યરત અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટરો તેમજ મ્યુ. હોસ્પિટલોમાં કુલ ૯૫ નંગ CBC AUTO ANALYSER મશીન ખરીદ કરવા માટે કુલ રૂા. 180 લાખના કામોને મંજૂરી આપવામાં આવી.

Next Article