AMC: 15 લાખથી મોંઘી ગાડી ફેરવનારાઓ માટે બેડ ન્યૂઝ, કોર્પોરેશન SUV વાહનોના ટેક્સમાં વધારો કરી 10 કરોડ કમાશે

અમદાવાદ કોર્પોરેશની મળેલી રેવન્યુ કમિટીની બેઠકમાં SUV વાહનો પરના ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે કોર્પોરેશનની આવકમાં વાર્ષિક 10 કરોડનો વધારો થવાનો અંદાજ છે.

Dipen Padhiyar
| Edited By: | Updated on: Aug 31, 2021 | 11:38 PM

અમદાવાદ કોર્પોરેશની મળેલી રેવન્યુ કમિટીની બેઠકમાં SUV વાહનો પરના ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે કોર્પોરેશનની આવકમાં વાર્ષિક 10 કરોડનો વધારો થવાનો અંદાજ છે.

જેમાં રેવન્યુ કમિટીના લેવાયેલા નિર્ણય મુજબ 15 લાખથી મોંઘી SUV વાહનોના વાહનવેરામાં વધારો કરવામાં આવશે. જેમાં
15 લાખથી 25 લાખ સુધીના વાહનોનો વાહનવેરો 3 ટકાથી વધારી 3.5 ટકા કરાયો, 25 લાખથી 50 લાખ સુધીના વાહનોનો વાહનદરો 3 ટકાથી વધી 4 ટકા લેવાશે. તેમજ 50 લાખથી વધુના વાહનોનો વાહનવેરો 3 ટકાથી વધારી 5 ટકા લેવાશે.

કોર્પોરેશના આ નિર્ણયના પગલે કોર્પોરેશનની આવકમા વર્ષે 10 કરોડનો વધારો થવાનો અંદાજ છે. તેમજ આ વધારો 1 ઓક્ટોબરથી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી સાથે લાગુ કરવામાં આવશે.

આ અંગે અમદાવાદ કોર્પોરેશનની રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે વધુ કિંમત ધરાવતા SUV પ્રકારના વાહનો મહત્તમ ઇંધણનો ઉપયોગ કરે છે. જેના વપરાશથી ખૂબ વધુ પ્રદુષણ થાય છે. જેથી વધુ વાહનવેરો વસુલવાનું નક્કી કરાયું છે. તેમજ દ્વિચક્રી વાહન, રીક્ષા કે અન્ય વાહનોના ટેક્સમાં વધારો કરાયો નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની 10 કરોડની આવક વધશે.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી આવક વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.  જેમાં હાલમાં જ  બાકી પ્રોફેશનલ ટેક્સને લઈને પણ તેની વસૂલાત માટે નોટિસ બજાવવાનો રેવન્યુ  કમિટીએ નિર્ણય કર્યો હતો.

અમદાવાદ શહેરને પ્રદુષણ મુક્ત કરવા માટે તમામ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનોને વાહનવેરા માંથી 100 ટકા મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે.અત્યાર સુધી માત્ર ટુ વહીલર ઇલેક્ટ્રિક વાહનોને જ વાહનવેરા માંથી 100 ટકા મુક્તિ આપવામાં આવતી હતી. હવે ઇલેક્ટ્રિકલ થ્રિ અને ફોર વહીલર વાહનોને પણ વાહનવેરામાં 100 ટકા મુક્તિ આપવામાં આવશે

સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો ટુ વહીલર, ઓટોરીક્ષા, લોડિંગ રીક્ષા, ફોર વહીલર લોડિંગ ટેમ્પો, મીની ટ્રક જેવા વાહનોનો વપરાશ કરે છે.આવા વાહનોના વાહનવેરાના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા નેશનલ એર ક્લિનિંગ પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ શહેરનો સમાવેશ કરેલ છે..શહેરમાં પોલ્યુશન ફ્રી ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે અને કાર્બનના પ્રમાણમાં ઘટાડો થાય તે માટે ટુ વહીલર ઇલેક્ટ્રિક વાહનોમાં વસૂલાતા વાહનવેરામાં 100 ટકા માફી આપવામાં આવે છે.

જેને ધ્યાને લઇ અન્ય તમામ ઇલેક્ટ્રિક વાહનોને પણ વાહનવેરામાં 100 ટકા મુક્તિ આપવામાં આવે છે. ઉંચી કિંમતના SUV અને સુપર રીચ વાહનો સંપન્ન પરિવારના લોકો દ્વારા ખરીદવામાં આવે છે..જેમાં ઇંધણનો વધારે વપરાશ થાય છે અને વધારે પ્રદુષણ ફેલાવે છે

આ પણ વાંચો : Ahmedabad : આચાર્ય વગરની કોલેજો સામે GTUની લાલ આંખ, કોલેજોની 25 ટકા સીટ ઘટાડી

આ પણ વાંચો : NARMADA : કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી અર્પી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">