Ahmedabad : આચાર્ય વગરની કોલેજો સામે GTUની લાલ આંખ, કોલેજોની 25 ટકા સીટ ઘટાડી

Ahmedabad : આચાર્ય વગરની કોલેજો સામે GTUની લાલ આંખ, કોલેજોની 25 ટકા સીટ ઘટાડી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 1:50 PM

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટીએ પ્રિન્સિપાલ વગર ચાલતી 68 કોલેજોની કુલ સીટોમાં 25 ટકાનો ઘટાડો કરી નાખ્યો છે. આ કોલેજોમાં 6 ડિગ્રી એન્જીનીયરીંગ કોલેજ, 49 ડિપ્લોમા કોલેજ અને 13 MBA કોલેજનો સમાવેશ થાય છે.

Ahmedabad : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટીએ પ્રિન્સિપાલ વગર ચાલતી 68 કોલેજોની કુલ સીટોમાં 25 ટકાનો ઘટાડો કરી નાખ્યો છે. આ કોલેજોમાં 6 ડિગ્રી એન્જીનીયરીંગ કોલેજ, 49 ડિપ્લોમા કોલેજ અને 13 MBA કોલેજનો સમાવેશ થાય છે. આ કોલેજોની 7 હજારથી વધુ સીટ ઘટાડી નાખવામાં આવી છે.

GTU દ્વારા રાજ્યની એન્જીનીયરીંગ, ડિપ્લોમા અને ફાર્મસી કોલેજોનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જેમાં ડીગ્રી એન્જીનીયરીંગની 30, ડિપ્લોમા એન્જીનીયરીંગની 36, ફાર્મસીની 18 અને MBAની 14 કોલેજમાં પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું હતું. GTUએ ત્યાર બાદ આ કોલેજોને નોટીસ ફટકારીને તાત્કાલિક પ્રિન્સિપાલ અને ફેકલ્ટીની ખાલી જગ્યાઓ ભરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આદેશ બાદ પણ જગ્યાઓ ન ભરાતાં આખરે યુનિવર્સીટીએ આ નિર્ણય લીધો છે.

GTUએ પ્રિન્સિપાલ વગર ચાલતી 68 કોલેજની 25 ટકા સીટોમાં ઘટાડો કર્યો છે. જેમાં 68 કોલેજની 7,000થી વધુ સીટમાં GTUએ કાપ મુક્યો છે. જેમાં 6 ડિગ્રી એન્જીનીયરીંગ કોલેજ, 49 ડિપ્લોમા કોલેજ અને 13 MBA કોલેજનો સમાવેશ થાય છે. નોંધનીય છેકે ઇન્સ્પેક્શન બાદ નોટિસ આપી છતાં ખાલી જગ્યાઓ ન ભરાતાં GTU દ્વારા આ કડક નિર્ણય લેવાયો છે.

 

આ પણ વાંચો : જનેતાએ જ 18 મહિનાના નિર્દોષ દિકરાને નિર્દયતાથી માર્યો માર, વાયરલ વીડિયો જોઈને લોકો થઈ ગયા સ્તબ્ધ

આ પણ વાંચો :  પ્રથમ વખત પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ ખેલાડીએ કરી કમાલ, મેડલ જીતીને વિશ્વમાં વગાડ્યો ભારતનો ડંકો

g clip-path="url(#clip0_868_265)">