અમદાવાદ કોર્પોરેશનનો વિચિત્ર નિર્ણય, એક ખાડો પૂરવા 48 કરોડનું આંધણ કરશે

|

Dec 26, 2021 | 4:59 PM

ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લગતા ડિપોઝિટરી કામો માટે એએમસી 235 કરોડનો ખર્ચ કરશે..જેમાં ચંદ્રભાગા પાસેનો એક ખાડો ભરવાનો પણ સમાવેશ થાય છે..આ ખાડો ભરવા માટે એએમસી 48.55 કરોડ જેટલો ખર્ચ કરશે

અમદાવાદ કોર્પોરેશનનો વિચિત્ર નિર્ણય, એક ખાડો પૂરવા 48 કરોડનું આંધણ કરશે
Ahmedadad Corporation Decision

Follow us on

અમદાવાદ( Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ ખાડે ગયો છે..એએમસીના સત્તાધીશોના અણઘડ વહીવટ અને લાલીયાવાડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ગાંધી આશ્રમની(Gandhi Ashram) સામેની બાજુ આવેલા ખાડાને ભરવા માટે એએમસી 48.55 કરોડ રૂપિયાનો ધુમાડો કરશે.અને ખાડો ભરવા સલાહ મેળવવા માટે કન્સલ્ટન્ટને 50 લાખ રૂપિયા ચુકાવશે.એએમસી પાસે લાખો રૂપિયાનો પગાર લેતા એન્જીનિયરોની ટિમ હોવા છતાં ખાડો ભરવા કન્સલ્ટન્ટની નિમણુંક કરી છે.

ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લગતા ડિપોઝિટરી કામો માટે એએમસી 235 કરોડનો ખર્ચ કરશે..જેમાં ચંદ્રભાગા પાસેનો એક ખાડો ભરવાનો પણ સમાવેશ થાય છે..આ ખાડો ભરવા માટે એએમસી 48.55 કરોડ જેટલો ખર્ચ કરશે..અને આ ખાડો ભરવા સલાહ મેળવવા માટે કન્સલ્ટન્ટને 50 લાખનો કોન્ટ્રાકટ આપ્યો છે….ખાડો પુરવા જેવા સામાન્ય કામ માટે કન્સલ્ટન્ટને 50 લાખનો કોન્ટ્રાકટ આપતા અનેક સવાલો ઉભા થયા છે.

પીરાણા ડમ્પ સાઈટ પરથી માત્ર રેતી લાવીને ખાડો ભરવાનો હોવા છતાં આ ખાડા પાછળ જંગી રકમ ખર્ચવાના નિર્ણય સામે અનેક સવાલો ઉભા થયા છે..એક જગ્યાએથી રેતી લાવીને ખાડો ભરવાના સાદા કામ માટે 50 લાખના ખર્ચે કન્સલ્ટન્ટની શા માટે જરૂર પડે તે પણ મોટો પ્રશ્ન છે.ખાડો ભરવા સલાહ મેળવવા એએમસીએ મલ્ટીમીડિયા લિમિટેડને 50 લાખ ચૂકવી કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કર્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ અંગે મેયર કિરીટ પરમાર પાસે કોઈ જવાબ નહોતો..મેયરે ગોળ ગોળ જવાબ આપી ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ કામ કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ થતું હોવાનું જણાવી બચાવ કર્યો હતો.

એએમસી પાસે લાયકાત ધરાવતા એન્જિનિયરોની ટીમ હોવા છતાં એક સાઇટથી બીજી સાઇટ પર રેતી અથવા માટી કે પુરાણ કેવી રીતે ખસેડવી તેની સલાહ માટે કન્સલ્ટન્ટને 50 લાખ આપશે..ખાડા ભરવાનું કામ AMC પોતે જ કરી શકે છે. ત્યારે સવાલ એ છે કે પ્રોજેક્ટના ભાગરૂપે કન્સલ્ટન્ટની નિમણૂક શા માટે કરવી પડી…કારણ કે ખાડો ભરવાના કામમાં વપરાતી સામગ્રી પણ એએમસીના પીરાણા ડમ્પમાંથી લાવવાની છે..જેનો ખર્ચ પણ વધુ પડતો નથી છતાં પણ આશ્ચર્યજનક 48.55 કરોડના ખર્ચ ખાડો ભરવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે..

વિપક્ષે આક્ષેપ કર્યો છે કે ભાજપના સત્તાધીશોએ ખાડો પુરવા જેવી સામાન્ય બાબતમાં કન્સલ્ટન્ટને ભ્રષ્ટાચારનું માધ્યમ બનાવ્યું છે..પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ આક્ષેપ કર્યો છે કે ભાજપના સત્તાધીશોએ પોતાના ખાડા પુરવા કન્સલ્ટન્ટની નિમણુંક કરી છે…

આ ખાડો ભરીને જે જમીન ઉપલબ્ધ કરવામાં આવશે તે ગાંધી આશ્રમ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાનાર 55 એકર જમીનમાંથી માત્ર 10 ટકા જ હશે..ગાંધી આશ્રમની પાછળનો ખાડો પુરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પીરાણા સ્થળ પરથી 4 લાખ મેટ્રીક ટન રેતી લાવવામાં આવી રહી છે..

આ પણ વાંચો : Ahmedabad: ગ્યાસપુરના રહેવાસીઓનો AMC સામે રોષ, સાબરમતી નદીના દૂષિત પાણીને શુદ્ધ કરવાની માગ

આ પણ વાંચો : વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને તડામાર તૈયારીઓ, અમદાવાદ એરપોર્ટ પર રોડ રીસરફેસિંગ કામ શરૂ

Published On - 4:56 pm, Sun, 26 December 21

Next Article