વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને તડામાર તૈયારીઓ, અમદાવાદ એરપોર્ટ પર રોડ રીસરફેસિંગ કામ શરૂ

અમદાવાદ એરપોર્ટ ખાતે આવેલા તમામ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે અને આગામી દસ દિવસમાં તમામ રસ્તાનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 3:58 PM

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022ને (Vibrant Gujarat Summit 2022)લઇ અમદાવાદમાં (Ahmedabad) તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.અમદાવાદ એરપોર્ટ (Airport) પર મહેમાનોને આવકારવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે એરપોર્ટ ખાતે આવેલા તમામ રસ્તાઓનું નવીનીકરણ(Road Resurface) કરવામાં આવશે અને આગામી દસ દિવસમાં તમામ રસ્તાનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે.જેના માટે ખાનગી કંપની APCને તમામ રોડનું નવીનીકરણ કરવા માટે કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે.

જેમાં ગુજરાતમાં  યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું પીએમ મોદી 10 જાન્યુઆરીના રોજ ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે 24,185 કરોડના MoU થયા. આ MoUથી 3 હજાર 500 જેટલા લોકોને રોજગારીનો અવસર છે.

10 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાતનું ઉદ્ધાટન થશે. અગ્રસચિવ રાજીવ ગુપ્તાએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, આ વખતેનો કાર્યક્રમ અગાઉના કાર્યક્રમથી થોડો અલગ છે અને વધારે સારો છે. 9 જાન્યુઆરી સુધી પ્રિ-વાયબ્રન્ટ ઈવેન્ટ યોજાશે જેમાં બે કાર્યક્રમોમાં બે કાર્યક્રમ વિશિષ્ઠ છે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે PM નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી. ત્યારે આજે 10 મી વાઇબ્રન્ટ સમિટ શરૂ થઇ રહી છે. CM એ પહેલા દિવસે સરકાર તરફ ખાતરી આપી કે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે જવાબદારી અમારી છે. પરંતુ સમયસર MOU પુરા ના થાય તેની જવાબદારી તમારી છે.

આ પણ વાંચો : શાહઆલમ વિસ્તારમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ પણ વાંચો :  સાબરમતી નદીની સફાઇમાં કોર્પોરેશનની બેદરકારી, નદી ઉત્સવમાં સફાઇ માટે એક જ દિવસની ફાળવણી

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">