Ahmedabad: કોર્પોરેશન સંચાલિત એલિસબ્રિજ શાળા પ્રાઈવેટ ટ્રસ્ટને સોંપાતા વકર્યો વિવાદ, વિપક્ષે ખાનગી સંસ્થાઓને કમાણી કરાવવાનો લગાવ્યો આરોપ
Ahmedabad: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલિસબ્રિજ શાળા પ્રાઈવેટ ટ્રસ્ટને સોંપાતા વિવાદ વકર્યો છે. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો કે ધીમે ધીમે કરી અલગ અલગ સ્કૂલો પ્રાઈવેટ સંસ્થાઓને પધરાવવા માટેની આ પેરવી છે અને ખાનગી સંસ્થાઓને કોર્પોરેશન ધીક્તી કમાણી કરાવી રહી છે.

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા એલિસબ્રિજ સ્કૂલને પ્રાઇવેટ ટ્રસ્ટને પધરાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી આ સ્કૂલ સારી કન્ડિશનમાં હોવા છતાં પણ તેને ચલાવવાની જગ્યા પર તેને પ્રાઇવેટ ટ્રસ્ટને ફાયદો કરાવવા ના હેતુસર સોંપી દેવામાં આવી છે. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે કોર્પોરેશનની નીતિ સામે સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે કોર્પોરેશન શિક્ષણનું ખાનગીકરણ કરી માનીતી સંસ્થાઓને ફાયદો પહોંચાડી રહ્યુ છે.
મ્યુનિસિપલ સ્કૂલને ખાનગી ટ્રસ્ટને સોંપતા વિવાદ વકર્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ ટ્રસ્ટને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત એલિસબ્રિજની સ્કૂલ સંચાલન માટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ સ્કૂલમાં એક થી આઠ ધોરણના બાળકો અભ્યાસ કરતા હતા. હવે આ શાળામાં 20 ટકા બાળકોને કોર્પોરેશન એડમિશન અપાવી શકશે. બાકીના કેટલાક વિદ્યાર્થીઓને ધારા ધોરણ મુજબ RTE હેઠળ એડમિશન આપવામાં આવશે. આ ઉપરાંત બાકીના તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટ પોતાની મરજી મુજબ એડમિશન આપી શકશે
સારી કન્ડીશનમાં રહેલા બિલ્ડિંગને ચલાવવા માટે ખાનગી સંસ્થાને શા માટે સોંપી દેવાઈ- વિપક્ષ
કોર્પોરેશન દ્વારા જો કોઈપણ ટ્રસ્ટને કોઈ શાળાનું સંચાલન કરવા માટે આપવાની હોય તો જર્જરીત અને જૂનું થયેલું બિલ્ડીંગ આપવું જોઈએ. શા માટે સારી કન્ડિશનમાં રહેલા બિલ્ડીંગને ચલાવવા માટે પ્રાઇવેટ ટ્રસ્ટને સોંપી દેવામાં આવ્યું છે તેવો સવાલ વિપક્ષ નેતા કરી રહ્યા છે. અત્યાર સુધી આ શાળામાં માત્ર ગુજરાતી મિડિયમ ચાલતું હતું. પરંતુ હવે ટ્રસ્ટ દ્વારા ગુજરાતી અને અંગ્રેજી મિડિયમ એમ બંને મિડિયમની મંજૂરી મેળવી લેવામાં આવી છે અને ત્રણ ગણા વિદ્યાર્થીઓથી આ સ્કૂલ કાર્યરત કરવામાં આવશે.
શાળા ખાનગી ટ્રસ્ટને સોંપાતા મનફાવે તેમ ફી વસુલવામાં આવશે- વિપક્ષ
અત્યાર સુધી આ શાળા 127 વિદ્યાર્થીઓથી ચાલતી હતી જે હવે 500 થી વધુ વિદ્યાર્થીઓથી કાર્યરત થશે. જેમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ ટ્રસ્ટના અને સફલ ગ્રૃપના સંચાલકો દ્વારા મન ફાવે તેમ ફી પણ લેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં 459 કુલ શાળા માં 1,67000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા આવ્યા છે. પરંતુ આ જ રીતે જો શાળાઓ પ્રાઇવેટ સંચાલન કરતા લોકોને સોંપવામાં આવશે તો આવનારા દિવસોમાં નજીવા બાળકો કોર્પોરેશનની શાળામાં અભ્યાસ કરતા નજરે ચડશે.
શિક્ષણનું ખાનગી કરવાનો માર્ગ મોકળો કરવાની પેરવી- વિપક્ષ
વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આ કિસ્સામાં ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભણતરને ધંધો બનાવી શાળાઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ધીમે ધીમે કરી અને અલગ અલગ સ્કૂલો પ્રાઇવેટ સંસ્થાઓને પધરાવવા માટેની આ પેરવી છે. પ્રાઇવેટ સંસ્થાઓને ધીકતી કમાણી કરી આપવા માટેનો કોર્પોરેશન એ માર્ગ મોકળો કરી આપ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલિસબ્રિજ સ્કૂલનું ખાનગીકરણ કરાતા વિવાદ સર્જાયો છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા એલિસબ્રિજ સ્કૂલને પ્રાઇવેટ ટ્રસ્ટને પધરાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એલિસબ્રિજ સ્કૂલ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ ટ્રસ્ટને સંચાલન માટે આપવાનો નિર્ણય કરાયો છે. અત્યાર સુધી આ સ્કૂલમાં એકથી આઠ ધોરણના બાળકો અભ્યાસ કરતા હતા. હવે આ શાળામાં 20 ટકા બાળકોને કોર્પોરેશન એડમિશન અપાવી શકશે. બાકીના કેટલાક વિદ્યાર્થીઓને RTE હેઠળ એડમિશન આપાશે. આ ઉપરાંત બાકીના તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટ પોતાની મરજી મુજબ એડમિશન આપી શકશે અને ફી પણ લઈ શકશે.
બીજી તરફ આ મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે કોંગ્રેસનો આક્ષેપ છે કે કોર્પોરેશનને કોઈપણ ટ્રસ્ટને શાળાનું સંચાલન કરવા માટે આપવાની હોય તો જર્જરીત અને જૂનું થયેલું બિલ્ડીંગ આપવું જોઈએ. એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી આ સ્કૂલનું બાંધકામ નવું છે. છતાં તેને ચલાવવાની જગ્યા પર પ્રાઈવેટ ટ્રસ્ટને ફાયદો કરાવવાના હેતુસર સોંપી દેવાનાં કોંગ્રેસે આક્ષેપ કર્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો