AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

No Bad Touch Anymore ! બાળ શોષણના બનાવોને હવે કહો ‘ના’, IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ તૈયાર કરી ખરાબ સ્પર્શની એલર્ટ આપતી અનોખી એપ

Gandhinagar: બાળકોના થતા શારીરિક શોષણની સીધી વાલીઓને જાણ થાય એ પ્રકારની એપ્લીકેશન IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે. બાળકોને થતા કોઈપણ પ્રકારનો અણછાજતો, ખરાબ સ્પર્શની જાણ આ એપ દ્વારા તુરંત વાલીઓને થશે.

No Bad Touch Anymore ! બાળ શોષણના બનાવોને હવે કહો 'ના', IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ તૈયાર કરી ખરાબ સ્પર્શની એલર્ટ આપતી અનોખી એપ
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 10, 2023 | 5:28 PM
Share

Gandhinagar: દેશ અને દુનિયામાં બાળ શોષણના બનાવો બની રહ્યા છે ત્યારે આ પ્રકારના બનાવોનું આધુનિક નિવેડો આઇઆઇટી ગાંધીનગરના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ આપ્યો છે. વિદ્યાર્થીઓએ સેન્સર બેઝ ટેકનોલોજીથી કપડા, ડિવાઇસ અને એપ્લિકેશન તૈયાર કરી છે. જેમાં બાળકોને અણછાજતો સ્પર્શ થતાં જ એની માહિતી બાળકના વાલી સુધી પહોંચી જશે. ધી ગાર્ડિયન્સ નામની એપ્લિકેશન વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે.

IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ BAD TOUCH ની એલર્ટ આપતુ ડિવાઈસ

TOI ના એક અહેવાલ મુજબ દેશના 50 ટકા કરતા વધારે બાળકો ક્યારેકને ક્યારેક માનસિક કે શારીરિક શોષણનો ભોગ બન્યા જ હોય છે. બાળ શોષણના કિસ્સાઓની તરત જાણ થાય એ માટે IIT ગાંધીનગરના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ વિશેષ ડિવાઇસ તૈયાર કર્યું છે. IIT માં પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્લ્ડ ઓફ એન્જીનીયરીંગ માં પ્રેક્ટિકલ જ્ઞાન મળે એ માટે પ્રોજેકટ તૈયાર કરવાના હોય છે.

જેમાં સામાજિક સમસ્યા શોધી એના પર કામ કરવાનું કહેવાયું હતું. બાળ શોષણના કિસ્સામાં બાળકો તેમના માતાપિતાને વાત નથી કરતા હોતા અને અંદરોઅંદર મૂંઝવણ અનુભવતા હોય છે. આ એક વિચાર સાથે વિદ્યાર્થીઓ નિષ્ણાત પ્રોફેસર પાસે પહોંચ્યા. વિદ્યાર્થીઓનો આઈડિયા અને નિષ્ણાત પ્રોફેસરના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ 6 અઠવાડિયામાં પ્રોજેકટ તૈયાર કર્યો છે.

કેવી રીતે કામ કરે છે ડિવાઇસ?

ડિવાઇસની વાત કરવામાં આવે તો આ એક એવા પ્રકારનું ડિવાઇસ છે કે જેને બાળકોના આંતરવસ્ત્રો સાથે સેટ કરવામાં આવશે. સેન્સર ટેકનોલોજી આધારિત ડિવાઇસને બાળકોના આંતરવસ્ત્રોમાં રાખવામાં આવ્યું છે અને એ મોબાઈલ એપ્લિકેશન સાથે કનેક્ટ છે. કોઈ વ્યક્તિ બાળકને અણછાજતો સ્પર્શ કરશે તો એની જાણકારી બાળકના માતાપિતા સુધી પહોંચશે. જેમાં બાળકનું લોકેશન, તે સુરક્ષીત છે કે નહીં એ પણ માતાપિતાને તુરંત જ જાણ થશે. આ સિવાય તેમાં બાળકની મનોસ્થિતિને જાણવા પ્રશ્નોતરી પણ રાખવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad : રિડેવલપમેન્ટમાં ગયેલા ફ્લેટધારકો પાસે સ્ટેમ્પ ડ્યુટી ન માગવા ક્રેડાઈ – ગાહેડની સરકાર સમક્ષ રજૂઆત

29 વિદ્યાર્થીઓએ 6 સપ્તાહમાં તૈયાર કર્યુ ડિવાઈસ

દરેક લોકો બાળ શોષણની સમસ્યાથી વાકેફ છે પરંતુ એના સમાધાનને લઈ પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે IIT ના વિદ્યાર્થીઓ આગળ આવ્યા અને સમાધાન માટે પ્રયત્નો શરૂ કર્યા. વિદ્યાર્થી દેવોજિત દાસ જણાવે છે કે શરૂઆતમાં વિચારને પ્રોડક્ટ સુધી લઈ જવું અઘરું હતું પરંતુ સેન્સર ટેક્નોલોજીના પ્રોફેસરે ગાઈડ કર્યા બાદ નહીં ગમતા ટચ ને શોધવા શું શું કરી શકાય ?

કપડાં સાથે ઇન્ટીગ્રેટ કરી શકાય અને એપ્લિકેશનમાં એને કનેક્ટ કરી શકાય અને પછી પ્રયત્નો શરૂ કરાયા અને 29 લોકોની ટીમે 6 અઠવાડિયામાં ટાસ્ક પૂર્ણ કર્યો. આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં તમામ ટીમે સંશોધન કર્યું. વિદ્યાર્થીઓ ડિવાઇસને ભવિષ્યમાં વધારે સુદૃઢ બનાવશે અને તેને બજાર સુધી લઈ જવાશે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યારે આ ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થશે ત્યારે 3 હજાર સુધીની કિંમતમાં મળશે. જે મોટાભાગના માતાપિતા તેમના બાળકો માટે ખર્ચી શકે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
અમદાવાદના બોપલ-ઘુમામાં વરસાદી પાણીની સમસ્યાનો અંત
અમદાવાદના બોપલ-ઘુમામાં વરસાદી પાણીની સમસ્યાનો અંત
તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ
તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ
ડાંગના ખેડૂતોએ પાક નુકસાનીનો સરવે કરાવી વળતર આપવાની કરી માગ
ડાંગના ખેડૂતોએ પાક નુકસાનીનો સરવે કરાવી વળતર આપવાની કરી માગ
વડોદરામાં નશાખોરોનો આતંક! કાલાઘોડા બ્રિજ પાસે થાર કારનો અકસ્માત
વડોદરામાં નશાખોરોનો આતંક! કાલાઘોડા બ્રિજ પાસે થાર કારનો અકસ્માત
g clip-path="url(#clip0_868_265)">