Gujarati Video : અમદાવાદના હાઇફાઇ વિસ્તારમાં પણ ખાડાનું સામ્રાજ્ય, પ્રજામાં ભારોભાર રોષ

અમદાવાદના નારોલના હાઇફાઇ વિસ્તારમાં રસ્તા પર એક બે નહીં પરંતુ 20 ફૂટ પહોંળા અને 10 ફૂટ લાંબા ખાડા પડી ગયા છે. જેને કારણે સ્થાનિકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Jul 10, 2023 | 4:08 PM

Ahmedabad : કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદની સામાન્ય વરસાદે (Rain) જ પોલ ખોલી નાખી છે. વરસાદ બાદ અમદાવાદના રોડ પર નીકળવું એટલે જોખમથી ઓછું નથી. જ્યાં સુધી તમે ઘરની બહાર છો ત્યાં સુધી તમારા જીવ પર ખતરો જ છે. નારોલ વિસ્તારમાં વરસાદ બાદ રસ્તાની એવી હાલત થઇ છે કે તમને ત્યાં ગયા પછી એવો અનુભવ થાય કે આ કોઇ સ્માર્ટ સિટીના નહીં પણ કોઇ ગામડાના રસ્તા હશે. નારોલના હાઇફાઇ વિસ્તારમાં (hifi area) મસમોટા ખાડા પડ્યાં છે. રસ્તા પર ખાડો છે કે ખાડામાં રસ્તો તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચો-Banaskantha Video : કોંગ્રેસમાંથી આવેલા ગોવા રબારી બન્યા ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન, અરજણ પટેલ વાઇસ ચેરમેન બન્યા

નારોલના હાઇફાઇ વિસ્તારમાં રસ્તા પર એક બે નહીં પરંતુ 20 ફૂટ પહોંળા અને 10 ફૂટ લાંબા ખાડા પડી ગયા છે. જેને કારણે સ્થાનિકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સામાન્ય વરસાદમાં જ રસ્તાની ખસ્તા હાલત થતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો અકસ્માતનો પણ ભોગ બની રહ્યાં છે.

તો બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખાડાની તકલીફ છે. ભલે વિસ્તારનું નામ હાઇફાઇ હોય પણ સુવિધા તો શૂન્ય જેવી જ મળશે. એટલું જ નહીં રસ્તા વચ્ચે ખાડા પડવા પાછળ સ્થાનિકો કોર્પોરેશનને જવાબદાર ગણાવી રહ્યાં છે અને મોંઘી ગાડીમાં ફરનાર અધિકારીને લોકોની તકલીફ ન દેખાય તેવો પણ આરોપ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">