અમદાવાદમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, સીએમએ ઓનલાઈન કરેલા બ્રિજનું ફરી લોકાર્પણ કર્યું
અમદાવાદમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ સ્થળ પર જ રીબીન કાપી અજીત બ્રિજનું ફરી લોકાર્પણ કર્યું હતું. આ લોકર્પણ કરી ફટાકડા ફોડીને લોકો માટે બ્રિજ ખુલ્લો મુક્યો હતો.
અમદાવાદમાં(Ahmedabad)મુખ્યપ્રધાને કરેલા ઓવરબ્રિજનું (Over bridge) કોંગ્રેસે(Congress)ફરી લોકાર્પણ કર્યું હતું. જેમાં મુખ્યપ્રધાને અજિત મિલ ઓવરબ્રિજનું ઓનલાઇન લોકાર્પણ કર્યું હતું. જો કે લોકાર્પણ કાર્યક્રમમાં કોંગ્રેસના કોર્પોરેટરોને આમંત્રણ ન અપાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ કોંગ્રેસના કાર્યકરો અને કોર્પોરેટરોએ અજીત મિલ બ્રિજનું ફરી લોકાર્પણ કર્યું હતું.
જેમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ સ્થળ પર જ રીબીન કાપી બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ લોકર્પણ કરી ફટાકડા ફોડીને લોકો માટે બ્રિજ ખુલ્લો મુક્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના શહેરીજનોને 711 કરોડના વિકાસ કામની ભેટ મળી હતી. જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે 711 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.. રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન સહિત મ્યુનિસિપલ કમિશનર અને મહાનગરપાલિકાના સત્તાધીશો હાજર રહ્યા હતા.
મુખ્યપ્રધાને 100 કરોડના ખર્ચે નવી 60 ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસોનું લોકર્પણ કર્યું હતું.. શહેરમાં પ્રદુષણ ઘટાડવા માટે હવે રસ્તાઓ પર કુલ 200 ઇલેક્ટ્રિક બસો દોડશે..આ તરફ નિકોલ તેમજ નરોડા GIDCમાં ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટસનું લોકર્પણ કરવામાં આવ્યું.. ઔડા દ્વારા બનાવવામાં આવેલ 200 કરોડના દહેગામ અને ઝૂડાલ એમ બે ફ્લાયઓવર બ્રિજનું લોકર્પણ કરવામાં આવ્યું..
એએમસી દ્વારા બનાવવામાં આવેલ અજિત મિલ ફ્લાય ઓવરબ્રિજનું પણ લોકર્પણ કરવામાં આવ્યું.. સીગરવા ખાતે 4 કરોડના પાર્ટીપ્લોટનું લોકર્પણ કરવામાં આવ્યું હતું.. આ ઉપરાંત શહેરમાં વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવેલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું..
તો હેરિટેજ મોબાઈલ એપ્લિકેશન અને કોફી ટેબલ બુકનું મુખ્યમંત્રીએ લોન્ચિંગ કર્યું હતું. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુકાનાર હેરિટેજ કિયોસ્કનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોની મોટી જીત, બટાકાના બીજ વિવાદ મુદ્દે પેપ્સિકો કંપનીની હાર
આ પણ વાંચો: AHMEDABAD : IIM અમદાવાદે સંશોધન અને ઇનોવેશન માટે ESG સેન્ટર શરૂ કર્યું