લોકસભા પહેલા એક્શનમાં કોંગ્રેસ, ગુજરાતભરમાં યોજશે પદયાત્રા, AAP સાથે ગઠબંધન મુદ્દે કોંગ્રેસની રહેશે આ રણનીતિ

Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ હવે એક્શનમા આવી ગઈ છે.લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ જનજન સુધી પહોંચવા જિલ્લાદીઠ પદયાત્રા કરશે.તમામ જિલ્લા સેન્ટર પર જન અધિકાર પદયાત્રા યોજશે. નાગરિકો અને કાર્યકરો સાથે સ્થાનિક મુદ્દાઓને લઇ સંવાદ બેઠકો યોજશે, આ પદયાત્રાનો પ્રારંભ આવતીકાલે નડિયાદથી થશે.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 27, 2023 | 6:19 PM

Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બેઠકનો દૌર શરૂ થયો છે. આજે ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમા ભાગ લેવા માટે નવા પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવ્યા હતા. પ્રભારી બન્યા બાદ સૌપ્રથમ ગુજરાત આવેલા મુકુલ વાસનિકે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન tv9 સાથેની વાતચીતમાં તેમણે  જણાવ્યુ કે ગુજરાત કોંગ્રેસ અને સંગઠનને મજબૂત કરવા અમે પ્રયત્ન કરીશુ. લોકસભામાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા અંગે તેમણે જણાવ્યુ કે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા બાદ ગઠબંધન અંગે નિર્ણય લેવાશે.

લોકસભા પહેલા કોંગ્રેસ જિલ્લાદીઠ પદયાત્રા કરશે

મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમા આગામી લોકસભા ચૂંટણી અંગે મંથન કરવામાં આવ્યુ. લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ જનજન સુધી પહોંચવા જિલ્લાદીઠ પદયાત્રા કરશે. તમામ જિલ્લા સેન્ટર પર જન અધિકાર પદયાત્રા યોજશે. નાગરિકો અને કાર્યકરો સાથે સ્થાનિક મુદ્દાઓને લઇ સંવાદ બેઠકો યોજશે. આ સંવાદ બેઠક બાદ પદયાત્રા સ્વરુપે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાના કાર્યક્રમો કરવામાં આવશે. તમામ જિલ્લાની પદયાત્રાઓમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે. આવતીકાલે નડિયાદથી આ જન અધિકાર પદયાત્રાનો પ્રારંભ થશે

ગુજરાત કોંગ્રેસની પ્રદેશ કારોબારીમાં 7 ઠરાવ કરવામાં આવ્યા છે. જેમા

  • ચંદ્રયાન-3ની સિધ્ધિ બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન આપતો ઠરાવ
  • રાજ્યમાં ખેડૂતોને પડતી સમસ્યાઓ અને આગામી સમયની લડતને લઇ કરાયો ઠરાવ
  • કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અને મહિલા સુરક્ષા અંગેનો ઠરાવ
  • ગુજરાતમાં કથળતા શિક્ષણ અને યુવાનોને રોજગારી અંગેનો કરાયો ઠરાવ
  • ભાજપ સરકારમાં દલિત-આદિવાસી સમાજ પરના વધતા અત્યાચાર અંગે ઠરાવ
  • ભાજપના પ્રજાવિરોધી સાશન અને ગેરવહીવટ પર કરાયો ઠરાવ
  • તમામ ઠરાવને કારોબારીસભ્યોએ આપ્યું અનુમોદન
  • આજની કારોબારીમાં થયેલ ૭ ઠરાવને એઆઈસીસી માં મોકલાશે

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની શું રહેશે રણનીતિ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ સામે અનેક પડકારો છે.આ અંગે પૂછાતા વાસનિકે જણાવ્યુ કે અમે ગાંધી અને સરદારના રસ્તે ગુજરાતમાં આગળ વધશુ. જેટલો મોટો પડકાર હશે એટલા જ મજબુત પ્રયત્ન સાથે આગળ વધશું અને તમામ પડકારોનો સામનો કરીશુ તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો. વધુમાં તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ ફરી ગુજરાતની જનતાનો વિશ્વાસ અને પ્રેમ જીતવામાં સફળ થશે.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

આમ આદમી સાથે કોંગ્રેસ ગઠબંધન કરશે?

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધન અંગે વાસનિકે જણાવ્યુ કે પ્રદેશ નેતાગીરી સાથે ચર્ચા કર્યા બાદ કેન્દ્રીય નેતૃત્વ સાથે વિચાર વિમર્શ કરી આ અંગે નિર્ણય કરવામાં આવશે.

કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી હશે પીએમ પદનો ચહેરો ?

આગામી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીના પીએમ પદના કેન્ડીડેટ બનવા અંગે વાસનિકે જણાવ્યુ કે જે રીતે ભારત જોડો યાત્રા દરમિયાન બાદ સમગ્ર દેશમાં રાહુલ ગાંધી એક લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે અને હાલ ઈન્ડિયા ગઠબંધનની બેઠકો હાલ ચાલી રહી છે. આ બેઠકો બાદ સૌને સાથે રાખીને પાર્ટી રાહુલ ગાંધી અંગે નિર્ણય લેશે.

આ પણ વાંચો:  Ahmedabad: સરકારી નીતિના કારણે છેલ્લા 14 વર્ષમાં રાજ્યની 600થી વધુ ગ્રાન્ટેડ શાળાના પડી ગયા પાટીયા, વર્ગદીઠ મળતી ગ્રાન્ટમાં શાળાઓને ટેક્સ ભરવાના પણ ફાંફા

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">