Ahmedabad: રખડતા ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં કોંગ્રેસ માલધારી સેલ રાજ્યભરમાં આંદોલન કરશે, વિરોધ કરવાની રણનીતિ ઘડાઇ

|

Apr 06, 2022 | 7:32 PM

કોંગ્રેસ (Congress) માલધારી સેલની પ્રદેશ કાર્યાલયે ઢોર નિયંત્રણ કાયદાના (Cattle Control Act) વિરોધને લઈને બેઠક મળી હતી. જેમાં કાયદાને પરત ખેંચવાની માગ સાથે સરકાર પર દબાણ વધારવા વિરોધ કરવાની રણનીતિ બનાવવામાં આવી છે. કાયદો પરત નહીં ખેંચે તો ગાયો સાથે વિધાનસભા તરફ કૂચ કરવાની ચીમકી આપી છે.

Ahmedabad: રખડતા ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં કોંગ્રેસ માલધારી સેલ રાજ્યભરમાં આંદોલન કરશે, વિરોધ કરવાની રણનીતિ ઘડાઇ
Stray Cattle (Symbolic Image)

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાત (Gujarat) માં વિરોધના સૂર પણ વધી રહ્યા છે. પાણી અને વીજળીના મુદ્દે ખેડૂતોનો વિરોધ, જુની પેન્શન યોજના લાગુ કરવા સાથે શિક્ષકોનો વિરોધ અને હવે રખડતા ઢોર નિયંત્રણના કાયદાને (Cattle Control Act) લઇને માલધારી સમાજનો વિરોધનો સૂર ઊભો થયો છે. આ કાયદો પરત નહીં લેવામાં આવે તો કોંગ્રેસ માલધારી સેલ રાજ્યભરમાં આંદોલન કરશે. કોંગ્રેસ માલધારી સેલની પ્રદેશ કાર્યાલયે એટલે કે અમદાવાદમાં બેઠક મળી હતી. જેમા વિરોધ કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી.

વિધાનસભા તરફ કૂચ કરવાની ચીમકી આપી

કોંગ્રેસ માલધારી સેલની પ્રદેશ કાર્યાલયે ઢોર નિયંત્રણ કાયદાના વિરોધને લઈને બેઠક મળી હતી. જેમાં કાયદાને પરત ખેંચવાની માગ સાથે સરકાર પર દબાણ વધારવા વિરોધ કરવાની રણનીતિ બનાવવામાં આવી છે. કાયદો પરત નહીં ખેંચે તો ગાયો સાથે વિધાનસભા તરફ કૂચ કરવાની ચીમકી આપી છે. માલધારી આગેવાનોએ જણાવ્યું કે સરકાર દ્વારા રખડતા ઢોર માટે જે કાયદા લાવવામાં આવી રહ્યો છે એ કાળો કાયદો છે.

2022 વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકાર અને ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો માલધારીઓએ આક્ષેપ કર્યો છે. સરકાર પોતાનું વલણ મક્કમ રાખશે તો ગાંધીનગરમાં પણ માલધારી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થઇને કાયદાનો વિરોધ કરશે. માલધારી સમાજના ધર્મગુરુઓને આગેવાનો સાથે ચર્ચા કર્યા સિવાય જો વિધાયક લવાશે તો 2022 વિધાનસભાની ચૂંટણીમાં એના પરિણામ જોવા મળશે. રાજ્ય સરકાર ઉદ્યોગપતિઓ માટે જ કામ કરતી હોવાનો માલધારી સમાજના લોકોનો આક્ષેપ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મહત્વનું છે કે ગઇકાલે માલધારી સમાજ ભાજપ સરકારથી ભારોભાર નારાજ છે. ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માગ સાથે આજે ગાંધીનગરમાં માલધારીઓ સત્યાગ્રહ છાવણીએ એકત્ર થયા હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભા ગૃહમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદો પસાર કરાયો છે ત્યારે માલધારી સમાજમાં આક્રોશ ભભૂક્યો છે. માલધારી સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો-ઉનાળાની શરુઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી

આ પણ વાંચો-Surat: સોનાની દાણચોરીનો પર્દાફાશ, શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article