વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરને મળશે 103 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

|

Sep 11, 2022 | 8:37 PM

રાજ્ય સરકાર દ્વારા તારીખ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 'વિશ્વાસથી વિકાસ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત 12મી સપ્ટેમ્બરે અમદાવાદમાં પ્રાંત સ્તરના કાર્યક્રમો ધંધુકા, બાવળા, દસ્ક્રોઈ અને વિરમગામ ખાતે યોજાશે.

વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરને મળશે 103 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
Ahmedabad City
Image Credit source: File Image

Follow us on

શહેરના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે ત્યારે આ શ્રેણીમાં અમદાવાદ  (Ahmedabad) શહેરને રૂપિયા 103 કરોડથી વધુના 583 વિકાસ કાર્યોની ભેટ મળશે. શહેરમાં તારીખ 11 અને 12 સપ્ટેમ્બરના રોજ વિશ્વાસથી વિકાસ યાત્રા  ( vishvas thi vikas yatra ) અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે. 12મી સપ્ટેમ્બરે પ્રાંત સ્તરે જ્યારે 13મી સપ્ટેમ્બરે અમદાવાદનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પીરાણા ખાતે યોજાશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત રૂ. 103 કરોડથી વધુના 583 વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્તની ભેટ જનતાને મળશે

રાજ્ય સરકાર દ્વારા તારીખ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત 12મી સપ્ટેમ્બરે અમદાવાદમાં પ્રાંત સ્તરના કાર્યક્રમો ધંધુકા, બાવળા, દસ્ક્રોઈ અને વિરમગામ ખાતે યોજાશે.અમદાવાદ જિલ્લામાં 12 અને 13 સપ્ટેમ્બરે “વિશ્વાસથી વિકાસ યાત્રા”ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ધંધુકામાં પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ધોળકામાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દસ્ક્રોઇમાં ધારાસભ્ય બાબુ પટેલ તેમજ વિરમગામમાં રાજ્યસભા સાંસદ નરહરિ અમીનની અધ્યક્ષતામાં ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ના કાર્યક્રમો યોજાશે.

13મી સપ્ટેમ્બરે અમદાવાદનો જિલ્લા કક્ષાનો ‘વિશ્વાસથી વિકાસયાત્રા’નો કાર્યક્રમ પીરાણા ખાતે યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત  રૂપિયા 60.87કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમૂહૂર્તની ભેટ અમદાવાદ શહેર અને જિલ્લાના નાગરિકોને મળશે. પીરાણા ખાતે યોજાનાર કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સાથે અમદાવાદ શહેરના મેયર  કિરીટ પરમાર તથા સ્થાનિક ધારાસભ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. 13મી સપ્ટેમ્બરે અમદાવાદનો જિલ્લા કક્ષાનો ‘વિશ્વાસથી વિકાસયાત્રા’નો કાર્યક્રમ પીરાણા ખાતે યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 60.87 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમૂહૂર્તની ભેટ અમદાવાદ શહેર અને જિલ્લાના નાગરિકોને મળશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

Next Article