અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં રાહદારીઓને ટાર્ગેટ કરી ઘાડ-લુંટ કરતી ટોળકી ઝડપાઈ, 4 આરોપીની કરાઈ ધરપકડ

Mihir Soni

Mihir Soni | Edited By: Jayraj Vala

Updated on: Sep 11, 2022 | 3:41 PM

શહેરના એસજી હાઈવે, અમદાવાદ જિલ્લો અને ગાંધીનગર જિલ્લામાં એકલ દોકલ રાહદારીઓ ટાર્ગેટ કરી ઘાડ- લુંટ કરતી ટોળકી ઝડપાઈ છે. અમદાવાદ ઝોન 7 એલસીબીએ 4 આરોપીની ધરપકડ કરી ગુનામાં વપરાતુ બાઈક અને મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં રાહદારીઓને ટાર્ગેટ કરી ઘાડ-લુંટ કરતી ટોળકી ઝડપાઈ, 4 આરોપીની કરાઈ ધરપકડ
ફોટો - આરોપી

Ahmedabad: શહેરના એસજી હાઈવે, અમદાવાદ જિલ્લો અને ગાંધીનગર જિલ્લામાં એકલ દોકલ રાહદારીઓ ટાર્ગેટ કરી ઘાડ- લુંટ કરતી ટોળકી ઝડપાઈ છે. અમદાવાદ ઝોન 7 એલસીબીએ 4 આરોપીની ધરપકડ કરી ગુનામાં વપરાતુ બાઈક અને મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે આ ગેંગના ફરાર અન્ય બે આરોપીની શોધળોખ હાથ ધરી છે. આરોપીની પુછપરછમાં 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે. તો અન્ય વઘુ ગુનાની કબુલાત પણ કરી છે.

અમદાવાદ ઝોન 7 ડીસીપી સ્કોર્ડની કસ્ટડીમાં રહેલી આ ધાડપાડુ ગેંગના 4 આરોપીના નામ પ્રકાશ ઉર્ફે નેપાળી ચંદ, રવિ રાજપુત, વિકાશ રાજપુત, મત્સ્યેન્દ્રસિંઘ મિણા છે. આ 4 આરોપી શહેરના એસજી હાઈવે, ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તાર, અમદાવાદ જિલ્લામાં લુંટ અને ધાડને અંજામ આપતા હતા. આરોપી એકલા જતા રાહદારીને રોકી તેને છરી બતાવી લુંટી લેતા હતા. અને જો કોઈ પ્રતિકાર કરે તો છરી વડે હુમલો પણ કરતા હતા. આરોપી એ થોડા જ સમયમાં 6 લુંટ અને ધાડના ગુનાને અંજામ આપ્યો હતો. જેમાં બે ઈશમો પર છરી વડે હુમલો પણ કર્યો હતો.

આરોપી અલગ અલગ રાજ્યના વતની છે. એક નેપાળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશના વતની છે. અને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં કેટરીંગનુ કામ કરતા હતા. સાથે જ જ્યારે રાતે તેઓ ફ્રી હોય તે સમયે બાઈક લઈ લોકોની રેકી કરતા અને લુંટ પણ કરતા હતા. આ ગેંગના બે આરોપી હજી ફરાર છે. જેમાં કુલદિપ સિંહ તોમર અને સચિન ફરાર છે. તો બીજી તરફ ઝડપાયેલ આરોપી રવિ રાજપુત અગાઉ પણ લુંટના ગુનામાં ઝડપાયો હતો. જે બાદ આ ગેંગ સાથે મળી લુંટને અંજામ આપી રહ્યો હોવાનુ સામે આવ્યુ છે.

ઝડપાયેલા 4 આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ હતુ કે તેઓ એ અડાલજ,ઈન્ફોસિટી, સરદારનગર, આનંદનગર, નરોડા અને ચાંદખેડામાં લુંટને અંજામ આપ્યો હતો. આરોપી લુંટ કર્યા બાદ તાત્કાલિક રૂપિયાનો ભાગ પાડતા અને અલગ અલગ રસ્તે ફરાર થઈ જતા હતા. જેથી પોલીસ પકડથી બચી જતા હતા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati