અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે 97 અકસ્માત બ્લેક સ્પોટની યાદી તૈયાર કરી, જીવલેણ અકસ્માત રોકવા કવાયત

અમદાવાદ ટ્રાફિક પોલીસના સર્વેની વિગતો મુજબ હોટેલ કોઝી અને નારોલ ફ્લાયઓવર વચ્ચેના રોડ પર 15 અકસ્માતો  નોંધાયા  હતા. જેમાં 11 લોકોના મોત થયા હતા. જ્યારે આવા જ  બ્લેક સ્પોટ વિસ્તારોમાં  રાજપથ ક્લબથી ઇસ્કોન બ્રિજની શરૂઆત સુધીના છે. જેમાં 13 અકસ્માતો થયા છે,

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે 97 અકસ્માત બ્લેક સ્પોટની યાદી તૈયાર કરી, જીવલેણ અકસ્માત રોકવા કવાયત
Ahmedabad Traffic (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 11:19 PM

ગુજરાત માં અને તેમા પણ ખાસ કરીને અમદાવાદ(Ahmedabad)  શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યા અને સાથે  જીવલેણ અકસ્માતો(Fatal Accident) ચિંતાનો વિષય બન્યો છે. જેમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે(Traffic Police)  સર્વે કરીને  97 અકસ્માત બ્લેક સ્પોટની યાદી તૈયાર કરી છે.  જ્યાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ અકસ્માતો થયા હતા. જેમાં અમદાવાદ  શહેર ટ્રાફિક પોલીસનો અભ્યાસ સૂચવે છે કે મકરબા ખાતે અંદાઝ પાર્ટી લૉન જંકશનથી બ્લુ લગૂન સુધીના રોડ પર પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ અકસ્માતો નોંધાયા હતા. તેમજ અભ્યાસ કરાયેલા ત્રણ વર્ષના સમયગાળામાં 15 અકસ્માતો નોંધાયા હતા  જેમાંથી 10 જીવલેણ હતા.

જ્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસના સર્વેની વિગતો મુજબ હોટેલ કોઝી અને નારોલ ફ્લાયઓવર વચ્ચેના રોડ પર 15 અકસ્માતો  નોંધાયા  હતા. જેમાં 11 લોકોના મોત થયા હતા. જ્યારે આવા જ  બ્લેક સ્પોટ વિસ્તારોમાં  રાજપથ ક્લબથી ઇસ્કોન બ્રિજની શરૂઆત સુધીના છે. જેમાં 13 અકસ્માતો થયા છે, જ્યારે ઇસ્કોન ક્રોસ રોડ્સ અને રામદેવનગર ક્રોસ રોડ્સ વચ્ચે અને શિવમ 2 અને એસજી રોડ પર ઓડી સર્વિસ સેન્ટર વચ્ચેના  રોડમાં 11-11 અકસ્માતો થયા છે.

Ahmedabad Accident Black Spot

Ahmedabad Accident Black Spot

આ મુદ્દે  હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, કલેકટર કચેરીના અધિકારીઓ, શહેર પોલીસ, સિવિલ હોસ્પિટલ, 108 ની ટીમ અને સેપ્ટ યુનિવર્સિટીના સબંધિત પદાધિકારીઓ સહિત 20 અધિકારીઓની બેઠક અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે યોજાઇ હતી. જેમાં અમદાવાદ શહેરના વર્ષ 2041 સુધીના મોબિલિટી પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મોબિલિટી પ્લાન અમદાવાદ અથવા અમદાવાદ મેટ્રોપોલિટન રિજન માટે વિકસાવવામાં આવી રહ્યો છે. જેમાં ગાંધીનગર શહેરનો પણ સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

આ અહેવાલમાં શહેરના ઉત્તર, ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં મોટા ભાગના અકસ્માતોને મેપ કરવામાં આવ્યા છે.આ મીટિંગમાં અકસ્માત નિવારવા અને તેના  ‘મોબિલાઈઝ યોર સિટી’ પ્લાન તરીકે ભારત અને ફ્રેન્ચ સરકારના સહયોગ હેઠળ એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે, જે શહેરી પરિવહનમાંથી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 50 ટકા  ઘટાડો હાંસલ કરવા માંગે છે.

અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યામાં એક અંદાજ મુજબ દર વર્ષે 2.5 થી 3 લાખ વાહનોનો વધારો થઈ રહ્યો છે. જેમાં ટુ વ્હીલરની સાથે હવે ફોર વ્હીલરની સંખ્યામાં પણ ઉમેરો થઈ રહ્યો છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં રોડની લંબાઈ પણ વધારવાના આવી રહી છે. જો કે આ બધા વચ્ચે પણ અનેક સ્થળોએ હજુ પણ ટ્રાફિકની સમસ્યા વધી છે. જેના પગલે અકસ્માતો વધી રહ્યા છે.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">