Gujarat Assembly Election 2022: ગુજરાત કોંગ્રેસના ડુબતા જહાજમાંથી 2017થી અત્યાર સુધીમાં આટલા ધારાસભ્યો કુદ્યા, ભાજપની નાવમાં જઈ ચઢ્યા

હાલ કોંગ્રેસનો (Congress) માહોલ પાનખર ઋતુ જેવો બન્યો છે. એક એક કરીને ગઢના કાંગરા ખરી રહ્યાં છે. આ પક્ષપલટો લાંબો ચાલ્યો તો ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સૂંપડા સાફ થઈ જશે.

Gujarat Assembly Election 2022: ગુજરાત કોંગ્રેસના ડુબતા જહાજમાંથી 2017થી અત્યાર સુધીમાં આટલા ધારાસભ્યો કુદ્યા, ભાજપની નાવમાં જઈ ચઢ્યા
congress, BJP (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 2:56 PM

કોંગ્રેસના (Congress) ગઢમાં એક પછી એક ગાબડા પડતા જઇ રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા એક પછી એક કોંગ્રેસના મોટા નેતાઓ કોંગ્રેસનો સાથે છોડી રહ્યા છે. જે ધારાસભ્યોએ 2017ની ચૂંટણી કોંગ્રેસને બેઠકોના સારા આંક સાથે જીતાડી હતી. તે જ ધારાસભ્યો હવે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ (BJP) તરફી દોડી રહ્યા છે. આજે ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કેસરિયા ધારણ કરી લીધા છે. આગામી દિવસમાં જોશિયારા પરિવાર પણ ભાજપમાં સામેલ થવા જઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસની આ ડુબતી નાવમાંથી કેટલા લોકો કુદી ગયા છે તેના વિશે જાણીએ.

વિધાનસભા ચૂંટણી 2022 પહેલા 12 ધારાસભ્યોએ કોંગ્રેસનો છેડો ફાડ્યો છે. અશ્વિન કોટવાલના રાજીનામાં બાદ હવે કોંગ્રેસ ધારાસભ્યોનો આંકડો 64 પર અટક્યો છે. વર્ષ 2017 ચૂંટણી બાદ કોંગ્રેસ પાસે 77 ધારાસભ્યોનું સંખ્યાબળ હતું. જ્યારે 1 ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન થયું છે.

વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી

વિધાનસભા ચૂંટણી સમયે મહેસાણાના ધારાસભ્ય જીવાભાઈ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

વર્ષ 2017 રાજ્યસભાની ચૂંટણી

રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય) ધર્મેન્દ્રસિંહ જાડેજા (જામનગર શહેર) મહેન્દ્રસિંહ વાઘેલા (બાયડ,સાબરકાંઠા) પી.આઇ. પટેલ (વિજાપુર, મહેસાણા) ડો.તેજશ્રીબેન પટેલ (વિરમગામ,અમદાવાદ) શકર વારલી (ઉમરગામ,વલસાડ) કરમશી પટેલ (સાણંદ, અમદાવાદ) અમિત ચૌધરી (માણસા અમદાવાદ) બલવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર, પાટણ) છનાભાઇ ચૌધરી (વાંસદા, નવસારી) રામસિંહ પરમાર (ઠાસરા, ખેડા) માનસિંહ ચૌહાણ (બાલાસિનોર, ખેડા) સી.કે. રાઉલજી (ગોધરા, પંચમહાલ) ભોળાભાઇ ગોહિલ (જસદણ, રાજકોટ)

વર્ષ 2019 લોકસભાની ચૂંટણી

કુંવરજી બાવળિયા (જસદણ, રાજકોટ) જવાહર ચાવડા (માણાવદર,જુનાગઢ) આશા પટેલ (ઉંઝા, મહેસાણા) પરષોત્તમ સાબરિયા (ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર) વલ્લભ ધારવિયા (જામનગર)

વર્ષ 2020 રાજ્યસભાની ચૂંટણી

મંગળ ગાવિત (ડાંગ) જે.વી. કાકડિયા (ધારી, અમરેલી) પ્રવિણ મારુ (ગઢડા,ભાવનગર) સોમા પટેલ (લીમડી, સુરેન્દ્રનગર) પ્રધ્યુમ્નસિંહ જાડેજા (અબડાસા,કચ્છ) અક્ષય પટેલ (કરજણ, વડોદરા) જીતુ ચૌધરી (કપરાડા,વલસાડ) બ્રિજેશ મેરજા (મોરબી)

2022 વિધાનસભા ચૂંટણી (અત્યાર સુધી)

અશ્વિન કોટવાલ (ખેડબ્રહ્મા)

2022 વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા પણ ભાજપમાં સામેલ.

આ પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કોંગ્રેસને અલવિદા કહીને આપનો સાથ મેળવી લીધો છે તો કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે.

હાલ કોંગ્રેસનો માહોલ પાનખર ઋતુ જેવો બન્યો છે. એક એક કરીને ગઢના કાંગરા ખરી રહ્યાં છે. આ પક્ષપલટો લાંબો ચાલ્યો તો ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સૂંપડા સાફ થઈ જશે.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">