Ahmedabad: રેલ્વે બોર્ડના અધ્યક્ષ દ્વારા ગાંધીનગર રેલ્વે સ્ટેશન અને વંદે ભારત ટ્રેનની કરવામાં આવી સમીક્ષા

|

Sep 24, 2022 | 8:51 AM

વી કે ત્રિપાઠી દ્વારા વંદે ભારત ટ્રેનના સમગ્ર રેકની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી અને ગાંધીનગરથી અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દ્વારા મુસાફરી કરી હતી. ત્યારબાદ અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા NHSRCL પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું.

Ahmedabad: રેલ્વે બોર્ડના અધ્યક્ષ દ્વારા ગાંધીનગર રેલ્વે સ્ટેશન અને વંદે ભારત ટ્રેનની કરવામાં આવી સમીક્ષા
વી. કે. ત્રિપાઠીએ અમદાવાદ રેલ્વે સ્ટેશનનું કર્યું નિરિક્ષણ

Follow us on

રેલવે બોર્ડના (Railway Board) અધ્યક્ષ વી.કે.ત્રિપાઠી આજે દ્વારા અમદાવાદ મંડળના ગાંધીનગર (Gandhinagar railway station) અને અમદાવાદ રેલવે (Ahmedabad railway station) સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી વી.કે. ત્રિપાઠી દ્વારા અમદાવાદ મંડળના ગાંધીનગર અને અમદાવાદ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ  (Observation) કરવામાં આવ્યું હતું. સાથે  જનરલ મેનેજર ઈન્ચાર્જ પશ્ચિમ રેલવે પ્રકાશ બુટાની, ડિવિઝનલ રેલવે મેનેજર તરુણ જૈન,  અમદાવાદ અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મંડળ રેલવે પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વી. કે. ત્રિપાઠી દ્વારા ગાંધીનગર સ્ટેશનનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમણે ગાંધીનગર સ્ટેશનના પ્લેટફોર્મ, કોન્કોર્સ હોલ, પરિસર વગેરેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ગાંધીનગર સચિવાલયમાં ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમારની મુલાકાત લીધી હતી. વી કે ત્રિપાઠી દ્વારા વંદે ભારત ટ્રેનના સમગ્ર રેકની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી અને ગાંધીનગરથી અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દ્વારા મુસાફરી કરી હતી. ત્યારબાદ અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા NHSRCL પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું.

અમદાવાદ  રેલ્વે સ્ટેશન  ખાતે  થઈ રહી છે સ્વચ્છતા પખવાડાની ઉજવણી

અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે (Ahmedabad  Railway Station Employee ) રેલ્વેના કર્મચારીઓએ શ્રમદાનની પ્રતિજ્ઞા લીધી છે.  16 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવશે. મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. અમદાવાદ રેલવે મંડળ (Ahmedabad Railway Station) ખાતે સ્વચ્છ ભારત-સ્વચ્છ રેલ’  ( Swachh Bharat-Swachh Rail’) મિશન અંતર્ગત સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવ્યું છે. પખવાડિયાના પ્રથમ દિવસને ‘સ્વચ્છ જાગૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો હતો. સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી અમદાવાદ રેલવે મંડળના 5 રેલવે કર્મચારીઓ દ્વારા સાબરમતીથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પખવાડિયું 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2022 સુધી મનાવવામાં આવી રહ્યું છે. પખવાડિયાના પ્રથમ દિવસને ‘સ્વચ્છ જાગૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો હતો. મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ તરૂણ જૈન દ્વારા અધિકારીઓ અને કર્મચારી ઓને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તરુણ જૈને તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી દર વર્ષે 100 કલાક શ્રમદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અમદાવાદ મંડળના તમામ મુખ્ય સ્ટેશનો પર સ્ટેશન મેનેજર દ્વારા રેલવેના તમામ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા તથા તેમને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

Next Article