AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ઓનલાઇન ફ્રોડનો કિસ્સો સામે આવ્યો,10 રૂપિયાના ચક્કરમાં લાખો રૂપિયા ગુમાવ્યા

દેશભરમાં ઓનલાઇન નાણાકીય વ્યવહારના વધેલા ઉપયોગના પગલે ઓનલાઇન ફ્રોડના(Cyber Fraud) કિસ્સાઓ પણ વધી રહ્યા છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad)હાલમાં જ ઓનલાઇન ફ્રોડનો અનોખો કિસ્સો સામે આવ્યો છે.

Ahmedabad : ઓનલાઇન ફ્રોડનો કિસ્સો સામે આવ્યો,10 રૂપિયાના ચક્કરમાં લાખો રૂપિયા ગુમાવ્યા
Ahmedaba Cyber Crime Arrest Fraud Accused
Harin Matravadia
| Edited By: | Updated on: Sep 22, 2022 | 6:07 PM
Share

દેશભરમાં ઓનલાઇન નાણાકીય વ્યવહારના વધેલા ઉપયોગના પગલે ઓનલાઇન ફ્રોડના(Cyber Fraud) કિસ્સાઓ પણ વધી રહ્યા છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad)હાલમાં જ ઓનલાઇન ફ્રોડનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદમાં સુરતના રહેવાસી જિગ્નેશ નાવડીયાની સાયબર ક્રાઇમે(Crime)ધરપકડ કરી છે. છે. જે ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગનો ચહેરો છે.આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદના રહેવાસી અશોકભાઈ શાહે સાયબર ક્રાઈમને ફરિયાદ આપી હતી કે, તેમને 28 ઓગસ્ટના એક ફોન આવ્યો અને જણાવ્યું કે તમારે લાઈટ બિલનાં 10 રૂપિયા ભરવાના બાકી છે જે બાદ ફોન પર આ વ્યક્તિએ પ્લેસ્ટોર માંથી ક્વિક સપોર્ટ એપ ડાઉનલોડ કરવી હતી અને બાદમાં અશોકભાઈનાં બેન્ક એકાઉન્ટ માંથી બે વખત અલગ અલગ રકમના વ્યવહાર થઈ ગયા હતા જે મામલે ફોન પર અશોકભાઇએ પૂછતા ટેકનિકલ સમસ્યાને કારણે પૈસા કપાઈ ગયા છે ફરીથી જમાં થઈ જશે તેમ જણાવ્યું હતું.

બીજા દિવસે આરોપીએ ફરી ફોન કરી અશોકભાઈ પાસે ઓટોમેટીકલી ફોરવર્ડ એસએમએસ મેસેજ ટુ યોર ફોન અને પીસી નામની એપ ડાઉનલોડ કરાવી તેમાં બતાવેલા આંકડાકીય માહિતી માંગી હતી. આ ઉપરાંત અશોકભાઈને ડેબિટ કાર્ડ નંબર અને સીવીવી નંબર માંગી અશોકભાઈને ફોનમાં વ્યસ્ત રાખી તેના બેન્ક એકાઉન્ટ માંથી અલગ અલગ ટ્રાંજેકશન કરી સાડા પાંચ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. જોકે બાદમાં અશોકભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં તેને સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

અશોકભાઈની ફરિયાદ પરથી સાઇબર ક્રાઇમની ટીમે સુરતથી જીજ્ઞેશની ધરપકડ કરી છે. જીજ્ઞેશની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે આ સમગ્ર છેતરપિંડીનો મુખ્ય આરોપી સાવન છે. સાવન જિગ્નેશને દર મહિને 45 હજાર પગાર આપી આ કામ કરાવતો હતો. સાયબર ક્રાઈમે આરોપી જિગ્નેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી ત્યારે સામે આવ્યુ કે આરોપી છેલ્લા 6 મહિનાથી આ કામ કરતો હતો અને ન માત્ર અમદાવાદના ગુના પરંતુ અન્ય ગુનાની રકમ પણ તેણે આવી રીતે વાપરી છે. જેથી આરોપી ક્યાં ક્યાં રૂપિયા રોકાણ કરતો હતો અને કોની મદદથી તે અંગે તપાસ હાથ ધરી છે સાથે જ સાવનની ધરપકડ માટે અન્ય જિલ્લાની પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">