Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : મંજુરી મળ્યાના 5 વર્ષ બાદ શરુ થયુ બોડકદેવ પોલીસ સ્ટેશન, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

Ahmedabad news : આ પહેલા પણ 4 વખત પોલીસ સ્ટેશન માટે જગ્યા નક્કી કરવામા આવી હતી. જોકે તેની શરૂઆત થઈ શકી ન હતી. ત્યારે મંજુરીના 5 વર્ષ બાદ બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ થયુ.

Ahmedabad : મંજુરી મળ્યાના 5 વર્ષ બાદ શરુ થયુ બોડકદેવ પોલીસ સ્ટેશન, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
બોડકદેવ પોલીસ સ્ટેશનનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 31, 2023 | 5:23 PM

અમદાવાદમાં વધુ એક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોડકદેવ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યુ. હાઈટેક પોલીસ સ્ટેશન એવું બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સનું દુષણ ડામવા નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ , ડ્રોન યુનિટ અને સાયબર સેલ બનાવાયું છે. જ્યારે હર્બલ ગાર્ડન પોલીસ સ્ટેશનને નવો લુક આપે છે. 5 વર્ષ બાદ સિંધુભવન રોડ પર આવેલા એક પ્લોટમાં બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવાનો આવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને નવા પોલીસ સ્ટેશનને લઈને અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા. બોડકદેવ પોલીસ સ્ટેશનના પહેલા પીઆઇ તરીકે અભિષેક ધવન ચાર્જ સોંપ્યો.

શું છે આ પોલીસ સ્ટેશનની ખાસિયત ?

આ પોલીસ સ્ટેશન ટેકનોલોજી અને અત્યધિક સાધનોથી સજ્જ હાઈટેક પોલીસ સ્ટેશન છે. સિંધુભવન રોડ પર ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. યુવાપેઢી ડ્રગ્સના રવાડે ચઢી રહી છે. જેથી ડ્રગ્સનું દુષણ દૂર કરવા નવા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, ડ્રોન યુનિટ અને સાયબર સેલ યુનિટ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. જેમાં સ્પેશિયલ અધિકારીઓ મુકવામાં આવશે.

સિંધુભવન રોડ પર બનાવાયુ પોલીસ સ્ટેશન

બોડકદેવ પોલીસ સ્ટેશન સિંધુભવન રોડ પર આવેલા એક પ્લોટમાં બનાવવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશન નવા સ્ટાફની ફાળવણી કરવામાં આવી. પોલીસ સ્ટેશનના હદ વિસ્તારને લઈને શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં સોલા સાયન્સ સીટી રોડથી ભાડજ સર્કલ, ભાડજ સર્કલથી બોપલ રિંગ રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે પકવાન ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા અને હેબતપુર ત્રણ રસ્તા સુધીનો હદ વિસ્તાર બોડકદેવ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રાખવામાં આવ્યો છે.

રિષભ પંત માટે ઉર્વશી રૌતેલાએ પોતાની ફેવરિટ ટીમ જ બદલી નાખી
શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?

આ વિસ્તારો પહેલા વસ્ત્રાપુર અને સોલા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતો હતો. સિંધુભવન રોડ પર કોમર્શિયલ અને રહેણાંક વિસ્તાર આવેલો છે. રોશનીથી જગમગતો આ વિસ્તારમાં ગુનાખોરીની પ્રવૃત્તિ ડામવા આ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જે ગુનાખોરી પર નિયંત્રણ લાવવા મદદરૂપ બની શકે. આ ઉપરાંત હર્બલ ગાર્ડન પણ પોલીસ સ્ટેશનનું આકર્ષણ બન્યું છે.

ડ્ર્ગસનું દૂષણ ડામવા રખાશે વોચ

અમદાવાદમાં શરૂ થયેલી આધુનિક અને હાઈટેક પોલીસ સ્ટેશન ડ્રગ્સના દૂષણને અટકાવવા ડ્રોન દ્વારા સતત મોનીટરિંગ તો કરશે, પરંતુ નાર્કોટિક્સ ટાસ્ક કીટ દ્વારા ચેકીંગ કરીને ડ્રગ્સ લેનાર યુવકો પર વોચ રાખશે. અમદાવાદમાં વધી રહેલી ગુનાખોરી અટકાવવા આ પોલીસ સ્ટેશન શહેરીજનો માટે સુરક્ષાની ભેટ બની છે.

અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">