Ahmedabad : નવી શિક્ષણ નીતિને લઈને સંચાલક મંડળની ભલામણો, ધોરણ-9થી 12ને સળંગ એકમ જાહેર કરવા માગ
રાજ્યમાં નવી શિક્ષણ નીતિને લઈને સંચાલક મંડળે શિક્ષણ બોર્ડ સમક્ષ ભલામણો કરી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-9થી 12ને સળંગ એકમ જાહેર કરી વર્ગ દીઠ 2 શિક્ષકનો રેશિયો રાખવા માંગ કરી છે.
Ahmedabad : રાજ્યમાં નવી શિક્ષણ નીતિને લઈને સંચાલક મંડળે શિક્ષણ બોર્ડ સમક્ષ ભલામણો કરી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-9થી 12ને સળંગ એકમ જાહેર કરી વર્ગ દીઠ 2 શિક્ષકનો રેશિયો રાખવા માંગ કરી છે. હાલમાં ધોરણ-10 અને ધોરણ-12 એમ બે વખત શાળાઓ દ્વારા એલસી આપવાના બદલે ફક્ત એક જ વખત ધોરણ 12માં એલસી આપવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત ધોરણ-10 અને 12ની પરીક્ષા પધ્ધતિ અત્યારથી જ જાહેર કરવામાં આવે તેવી રજુઆત પણ કરી છે. વર્તમાન પ્રથામાં ધોરણ-9, 10 માધ્યમિક અને ધોરણ-11, 12ને ઉચ્ચતર માધ્યમિકના વર્ગો તરીકે ચાલે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધોરણ-9થી 12ને એક જ નામ હેઠળ સમાવીને માધ્યમિક શિક્ષણ જાહેર કરવામાં આવી છે. અને ભાર વગરના ભણતરને ધ્યાને રાખીને ધોરણ-9થી 12માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવાનું સૂચન કર્યું છે. આમ થવાથી ધોરણ-9થી 12ના 4 વર્ષના શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીને કુલ 8 પરીક્ષામાંથી ઉત્તિર્ણ થવાનું રહે અને તેને નીચેના વર્ગની એટીકેટીનો પણ લાભ મળે.
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
