Ahmedabad : IPL ની સેમીફાઇનલ મેચમાં ટિકિટની કાળાબજારી, લોકોના મોબાઇલ અને પાકીટ પર ચોરાયા

અમદાવાદ પોલીસે TATA IPL-2022 ની ક્વાટર્સ ફાઇનલ 2 માં RCB VS RR ની મેચની ટીકીટોની કાળા બજારી કરતા અનુરાગ હર્ષદભાઇ ગાલીયાને મેચની ટીકીટો સાથે પકડી ચાંદખેડા પોલીસ મથકમાં કાયદેસર કાર્યવાહી કરી હતી. સાથેજ આશિષ રાજેશભાઇ માખીજાનીને પણ મેચની ટીકીટો સાથે પકડી સાબરમતી રિવર ફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન ગુના નોંધી કાર્યવાહી કરી છે.

Ahmedabad : IPL ની સેમીફાઇનલ મેચમાં ટિકિટની કાળાબજારી, લોકોના મોબાઇલ અને પાકીટ પર ચોરાયા
Ahmedabad Chandkheda Police Station
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: May 28, 2022 | 7:58 PM

અમદાવાદના(Ahmedabad)  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium)  27 મે ના રોજ IPLની સેમિફાઇનલ મેચ રમાઇ હતી.IPL મેચ દરમ્યાન ચુસ્ત પોલીસ બંદબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આ ઉપરાંત અલગ અલગ પોઇન્ટ પર ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. TATA IPL 2022 ની ક્વાટર્સ ફાઇનલ 2 બેંગલોર અને રાજસ્થાન વચ્ચેની મેચ જોવા માટે દેશભરમાંથી બહોળી સંખ્યામાં પ્રેક્ષકો આવનાર હોય જે ક્રિકેટ મેચ દરમ્યાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેમજ ટીકીટોની કાળા બજારી તથા મોબાઇલ, પર્સ તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરીના બાનવ ન બને તેની પોલીસ દ્વારા પૂરતી તકેદારી રાખવા આવી હતી. પ્રેક્ષકોના ચેકીંગ માટે અલગ અલગ કુલ 17 જેટલી ટીમો બનાવવામાં આવી હતી.

પોલીસે એક શખ્સને મેચની ટીકીટો સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી

પોલીસે TATA IPL-2022 ની ક્વાટર્સ ફાઇનલ 2 માં RCB VS RR ની મેચની ટીકીટોની કાળા બજારી કરતા અનુરાગ હર્ષદભાઇ ગાલીયાને મેચની ટીકીટો સાથે પકડી ચાંદખેડા પોલીસ મથકમાં કાયદેસર કાર્યવાહી કરી હતી. સાથેજ આશિષ રાજેશભાઇ માખીજાનીને પણ મેચની ટીકીટો સાથે પકડી સાબરમતી રિવર ફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન ગુના નોંધી કાર્યવાહી કરી છે. બીજી તરફ ક્રિકેટ મેચ જોવા માટે આવનાર પ્રેક્ષોકોને પોલીસ દ્વારા ચેકીંગ પણ કરવામાં આવતું હતું જે ચેકીંગ દરમ્યાન યશરાજ બસંતભાઇ મહેશ્વરી નામના વ્યક્તિને પાસ પરમિટ વગરનો વિદેશી દારૂ સાથે પકડી પાડયો હતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

22 નંગ મોબાઇલ ફોન તથા 7 જેટલા પાકીટ ગણતરીના કલાકોમાં પરત મેળવી મોબાઇલ માલીકોને પરત અપાયા

જેના વિરૂદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ચેકીંગ માં દારૂ ઉપરાંત ક્રિકેટ મેય દરમ્યાન પ્રેક્ષકોના મોબાઇલ ફોન તથા પાકીટો ચોરી થયાની પણ અનેક ફરીયાદો પોલીસને મળી હતી. જે અંગેની જાહેરાત આધારે પોલીસની બંને ટીમોએ સંયુક્ત રીતે ટીમ વર્કથી ટેક્નિકલ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા 22 નંગ મોબાઇલ ફોન તથા 7 જેટલા પાકીટ ગણતરીના કલાકોમાં પરત મેળવી મોબાઇલ માલીકોને શોધી ખરાઇ કરી મોબાઇલ ફોનો પરત આપ્યા હતા. મહત્વનું છે કે જે રીતે લાખો લોકો મેચ જોવા માટે આવતા હોય છે ત્યારે સુરક્ષા ની દ્રષ્ટીએ પોલીસ દ્વારા દરેક ગેટ ઉપરાંત અલગ અલગ પોઇન્ટ પર ચેકીંગ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે જ્યાંથી પસાર થતા પ્રેક્ષકોને ચેકીંગ કરવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">