આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘આઝાદીની ટ્રેન અને સ્ટેશન’ સપ્તાહની ઉજવણી, સ્વાતંત્ર્ય સેનાનીઓનું કરાયું સન્માન

|

Jul 23, 2022 | 5:38 PM

આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mohotsav) હેઠળ  ઉજવાઈ રહેલા 'આઝાદીની ટ્રેન અને સ્ટેશન' સપ્તાહના ભાગરૂપે પશ્ચિમ રેલવેએ સાબરમતી રેલવે સ્ટેશન પર એક પ્રદર્શનનું આયોજન કર્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની ટ્રેન અને સ્ટેશન સપ્તાહની ઉજવણી, સ્વાતંત્ર્ય સેનાનીઓનું કરાયું સન્માન
Azadi Ka Amrut Mahotsav

Follow us on

આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mohotsav) અંતર્ગત ‘આઝાદીની ટ્રેન અને સ્ટેશન’ થીમના સપ્તાહની ઉજવણીના આજે અંતિમ દિવસે અમદાવાદના (Ahmedabad) સાબરમતી  સ્ટેશન (Sabarmati Station) પર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. તો કાર્યક્રમમાં સ્વતંત્રતા  સેનાનીઓ અને તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જે  કાર્યક્રમમાં દિલ્હીથી કેન્દ્રીય રેલવે મંત્રી સહિત અન્ય મંત્રી અને નેતા વિડિઓ કોંફરન્સ મારફતે જોડાયા અને  કાર્યક્રમમાં ભાગ લીધો.

સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરાયુ

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ  ઉજવાઈ રહેલા ‘આઝાદીની ટ્રેન અને સ્ટેશન’ સપ્તાહના ભાગરૂપે પશ્ચિમ રેલવેએ સાબરમતી રેલવે  સ્ટેશન પર એક પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ બે દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન 22 જુલાઈના રોજ અમદાવાદ મંડળ રેલ પ્રબંધક તરુણ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, પશ્ચિમ રેલવેના ડિવિઝનો દ્વારા ચાલુ કાર્યક્રમોના ભાગરૂપે અન્ય ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ અને આજે 23 જુલાઈએ સાબરમતી રેલવે સ્ટેશન સહિત દેશભરમાં 75 સ્ટેશન પર કાર્યક્રમનું આયોજન કરી સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું.

કેન્દ્રીય રેલવે મંત્રી દિલ્હીથી વિડિયો કોન્ફરન્સ મારફતે જોડાઈ સ્વતંત્ર સેનાનીનું સન્માન કરી અને વાર્તાલાપ કરી સ્વતંત્ર સેનાનીના તેમના સમય અને હાલના સમયના મંતવ્યો જાણ્યા હતા. જે કાર્યક્રમમાં અમદાવાદ રેલવે DRM અને ધારાસભ્ય અરવિંદ પટેલ પણ હાજર રહ્યા હતા. જ્યાં તમામે આ કાર્યક્રમને આવકાર્યો હતો તેમજ સ્વતંત્ર સેનાનીઓનો પણ આભાર માન્યો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પશ્ચિમ રેલવે મુખ્ય સિદ્ધિઓ દર્શાવાઇ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના DRM તરુણ જૈને  માહિતી આપતા જણાવ્યું કે, સાબરમતી ખાતેનું પ્રદર્શન ‘આઝાદીની ટ્રેન ગાડી અને સ્ટેશન’ની થીમ પર આધારિત છે. મહાત્મા ગાંધીના જીવનની સફરને દર્શાવતી વિવિધ યાદગાર તસવીરો સાથે પશ્ચિમ રેલવેના સંગ્રહાલયથી દુર્લભ ફોટોગ્રાફ્સ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.  તેમાં પાછળ કેટલાક વર્ષો દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવેલી મુખ્ય સિદ્ધિઓને પ્રકાશ પાડવામાં આવ્યો છે. અને તેના ભાવિ પ્રોજેક્ટ્સને પણ પ્રકાશિત કરે છે.

જે રેલ મુસાફરીના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરશે. આ પ્રદર્શનમાં ઇન્ફોટેનમેન્ટ આધારિત ઇન્ટરેક્ટિવ વિડિયો વોલ સ્ક્રીન અને ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ચિત્ર અને સાબરમતી આશ્રમ સાથે સંકળાયેલા પ્રસિદ્ધ પ્રતીક ચરખાની પ્રતિકૃતિ સહિત સેલ્ફી પોઇન્ટનો પણ સમાવેશ થાય છે.

વિશેષ કાર્યક્રમોનું આયોજન

તરુણ જૈને વધુ માહિતી આપી હતી કે ‘આઝાદીની ટ્રેનગાડી અને સ્ટેશન’ને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા, ભાવનગર અને મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન દ્વારા સાબરમતી, અડાસ રોડ, પોરબંદર, બારડોલી અને નવસારી સ્ટેશનો પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ. આ સ્ટેશનોને તિરંગાથી શણગારવામાં આવ્યા છે અને રોશની કરવામાં આવી છે. લોકોને દેશના ઈતિહાસથી વાકેફ કરવા માટે આ સ્ટેશનો પર ડિજીટલ સ્ક્રીન પર સ્વાતંત્ર્ય સંગ્રામ પરની ટૂંકી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી. આ સ્ટેશનો પર દેશ ભક્તિના ગીતો, શેરી નાટકો અને લાઇટ-સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધકે 96 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની નંદલાલ શાહ અને 99 વર્ષીય ઈશ્વરલાલ દવેને મળીને તેમનું અભિવાદન કર્યું. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. વડોદરા સ્ટેશન પર, અન્ય સ્વાતંત્ર્ય સેનાની હીરાબેન વેદ, જેમની વય 96 વર્ષ છે જેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તે સાબરમતી આશ્રમમાં ગાંધીજીની દેખ રેખ કરનારમાંથી એક હતા. હીરાબેન વેદ અને ગટ્ટુભાઈ એન. વ્યાસ (99 વર્ષ નિવૃત્ત રેલવે કર્મચારી) સાથે સુંદર રીતે સુશોભિત સંકલ્પ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. પોરબંદર સ્ટેશન ખાતે રંગોળી, નુક્કડ નાટક, ગરબા, દેશભક્તિ ગીતો વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે કરવામાં આયોજિત  કરવામાં આવ્યા હતા.

આઝાદીનો અમૃત મહોત્સવ આઝાદીના 75 વર્ષ અને દેશના લોકો, સંસ્કૃતિ અને ઉપલબ્ધીઓના ગૌરવશાળી ઇતિહાસની ઉજવણી કરવા માટે ભારત સરકારની એક પહેલ છે. ભારતીય રેલવે દ્વારા 18 થી 23 જુલાઈ દરમિયાન ‘આઝાદી ની ટ્રેન અને સ્ટેશન’નું આઇકોનિક સપ્તાહ આઝાદીના અમૃત મહોત્સવના નેજા હેઠળ ઉજવવામાં આવ્યુ. આ પહેલ હેઠળ 75 સ્ટેશનો પર સપ્તાહ સુધી ચાલનારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ. અને 27 ટ્રેનોને પ્રકાશિત કરવામાં આવી. જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ગૌરવશાળી ઈતિહાસ સાથે સંકળાયેલી છે અને મહત્વપૂર્ણ સ્થાનો અને ઘટનાઓને ચિહ્નિત કરે છે. 5 સ્ટેશનો અને 10 નામાંકન ટ્રેનોની સાથે પશ્ચિમ રેલવે જન ભાગીદારી અને જન આંદોલનની એકંદર ભાવના સાથે આ આઇકોનિક સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો.

Published On - 4:49 pm, Sat, 23 July 22

Next Article