AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: અસારવાથી જયપુર નવી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ, ઇન્દોર-ઉદયપુર ટ્રેનનું અસારવા સુધી વિસ્તરણ

Ahmedabad: રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા-જયપુર અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ નવી રેલ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે.

Ahmedabad: અસારવાથી જયપુર નવી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ, ઇન્દોર-ઉદયપુર ટ્રેનનું અસારવા સુધી વિસ્તરણ
Darshal Raval
| Edited By: | Updated on: Mar 02, 2023 | 9:51 PM
Share

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા-જયપુર અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ નવી રેલ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે. મંડળ રેલવે પ્રવક્તા અમદાવાદના જણાવ્યા મુજબ આ ટ્રેનની વિગતો આ મુજબ છે.

  1. ટ્રેન નંબર 12982, અસારવા-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 04.03.2023 થી દરરોજ અસારવા થી 18.45 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે 07.35 વાગ્યે જયપુર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 12981, જયપુર-અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 03.03.23 થી દરરોજ જયપુર થી 19.35 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે 08.50 વાગ્યે અસારવા પહોંચશે.
  2. માર્ગમાં બંને દિશાઓ માં આ ટ્રેન સરદાર ગ્રામ, નાંદોલ દહેગામ, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, જાવર, ઉદયપુર શહેર, રાણાપ્રતાપનગર, માવલી જં., ચંદેરિયા, ભીલવાડા, નસીરાબાદ, અજમેર, કિશનગઢ અને ફુલેરા સ્ટેશનો પર રોકાશે આ ટ્રેનમાં પ્રથમ એ.સી સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે.
  3. ટ્રેન નંબર 12982 નું બુકિંગ 03 માર્ચ, 2023 થી પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી ની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનો ની સંચાલન સમય, સ્થિરતા અને માળખું ને સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફર www.enquiry.indianrail.gov.in પર તમે જઈને જોઈ શકો છો.

આ પણ વાંચો: Ahmedabad: અસારવા અને કોટા વચ્ચે દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ નવી રેલ સેવાનો પ્રારંભ

આ તરફ રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19329/19330 ઈન્દોર -ઉદયપુર એક્સપ્રેસ ટ્રેનનું અસારવા (અમદાવાદ) સુધી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. જેની વિગતો નીચે પ્રમાણે છે:

  1. ટ્રેન નંબર 19330 અસારવા-ઈન્દોર એક્સપ્રેસ તારીખ 04.03.2023 થી દરરોજ અસારવા થી 14.15 કલાકે ઉપડી થઈ ને 20.05 કલાકે ઉદયપુર પહોંચીને 20.35 કલાકે પ્રસ્થાન બીજા દિવસે કરીને 07.00 કલાકે ઈન્દોર પહોંચશે. એજ રીતે ટ્રેન નંબર 19329, ઇન્દોર-અસારવા એક્સપ્રેસ તારીખ 04.03.2023 થી ઈન્દોર થી નિયત સમય 17.40 કલાકે રવાના થઈને બીજા દિવસે 04.15 કલાકે ઉદયપુર પહોંચીને 05.00 કલાકે પ્રસ્થાન કરીને 10.55 કલાકે અસારવા પહોંચશે.
  2. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં અસારવા અને ઉદયપુરની વચ્ચે સરદાર ગ્રામ, નરોડા, નાંદોલ દહેગામ, તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, શામળાજી રોડ, બિછીવાડા, ડુંગરપુર, રિખબ દેવ રોડ, સેમારી, જેસમન્દ રોડ, જાવર અને ઉમરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ હશે.

નોંધ – ઈન્દોર – ઉદયપુર સિટી – ઈન્દોર ની વચ્ચે સંચાલન સમય અને રોકાણ અગાઉ મુજબ રહેશે.

Follow Us
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
g clip-path="url(#clip0_868_265)">