AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : નાણાંની ઉઘરાણીમાં હત્યા કેસમાં મુખ્ય આરોપી સહિત વધુ ત્રણ આરોપીઓની ધરપકડ

અમદાવાદ શહેરના જુહાપુરામાં પૈસાની ઉઘરાણી માટે થયેલી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત વધુ 3 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. હત્યા કરનાર એક કુખ્યાત આરોપી છે. જેને બાળપણમાં ગુનાખોરી માં પ્રવેશ કર્યો અને હાલ હત્યા કરીને દહેશત ફેલાવી છે.

Ahmedabad : નાણાંની ઉઘરાણીમાં હત્યા કેસમાં મુખ્ય આરોપી સહિત વધુ ત્રણ આરોપીઓની ધરપકડ
Ahmedabad Juhapura Police Arrest Murder Accused
Mihir Soni
| Edited By: | Updated on: Nov 09, 2022 | 6:38 PM
Share

અમદાવાદ શહેરના જુહાપુરામાં પૈસાની ઉઘરાણી માટે થયેલી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત વધુ 3 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. હત્યા કરનાર એક કુખ્યાત આરોપી છે. જેને બાળપણમાં ગુનાખોરી માં પ્રવેશ કર્યો અને હાલ હત્યા કરીને દહેશત ફેલાવી છે. શહેરના જુહાપુરામાં રહેતા વસીમુદ્દીન શેખની ગત શનિવારે મોડી રાત્રે સંકલિતનગર વિસ્તારમાં કુખ્યાત સમીર ઉર્ફે પેન્દી અને તેના સાગરીતોએ કરેલી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે સમીર ઉર્ફે પેન્દી સહિત 3 આરોપીની ધરપકડ કરી. આ કેસમાં અગાઉ વેજલપુર પોલીસે બે આરોપીઓ ઈરફાન ઉર્ફે મોગલી શેખ અને સલીમ સઇદ પઠાણની ધરપકડ કરી હતી.તો આ ગુનાના મુખ્ય આરોપી સમીર પેન્ડી ફરાર હતો.સમીર નાની વયથી જ ગુનાની દુનિયામાં પ્રવેશ્યો હોવાથી પોલીસથી બચવાના રસ્તાનો જાણકાર હતો અને તેથી જ તે નાસતો ફરતો હતો.

ક્રાઇમ બ્રાંચે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી

આ પણ ક્રાઇમ બ્રાંચને બાતમી મળતા ક્રાઇમ બ્રાંચે સમીરખાન ઉર્ફે પેન્દી પઠાણ, મોહમદ ઇલિયાસ ઉર્ફે મચ્છી શેખ અને શેફઅલી ઉર્ફે જબ્બોની ધરપકડ કરી છે. પોલીસે હત્યા બાદ તપાસ કરી તો સમીર ઉર્ફે પેન્દીને મૃતક સાથે રૂપિયાની લેતીદેતીની અદાવત હોવાનું સામે આવ્યું હતું.જો કે ક્રાઇમબ્રાંચે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરતા સામે આવ્યું કે સમીર ઉર્ફે પેન્દીના મામાના દીકરાના લગ્ન હતા ત્યારે મૃતક વસીમખાને આરોપી ઇલિયાસ ઉર્ફે મચ્છી પાસે પૈસા ઝુંટવી મારામારી કરી હતી.

ત્યારે સમીરખાન ઉર્ફે પેન્દી અને જબ્બો નામના બે શખ્સો મારામારી કરનારને છોડાવવા વચ્ચે પડ્યા હતા.ત્યારે મૃતક વસીમખાન પણ તેઓ સાથે મારામારી કરવા લાગ્યો હતો.જેથી સમીર ઉર્ફે પેન્દીએ મૃતક વસીમખાનને માર માર્યો હતો અને ગુસ્સામાં આવી મૃતક પાસે રહેલી છરી મૃતક પાસેથી ઝુંટવી તેને જ છાતીના ભાગે ઝીંકી હત્યા કરી નાખી.

ક્રાઇમબ્રાંચે પકડેલા આરોપી સમીર ઉર્ફે પેન્દી નાનપણથી જ ગુનાની દુનિયામાં પગ મૂકી ચુક્યો હોવાનું સામે આવ્યું છે…સમીર પેન્દી સામે પંદરેક મારામારીના ગુના નોંધાયા છે અને પાસા પણ ભોગવી ચુક્યો છે.જ્યારે શેફઅલી ઉર્ફે જબ્બો હત્યાની કોશિષ અને ધમકી આપવાના ગુનામાં પકડાયેલો હતો. તો ઇલ્યાસ ઉર્ફે મચ્છી જુગારના ગુનામાં ઝડપાયો હતો…ત્યારે આરોપીઓની ધરપકડ બાદ તેઓના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">