Ahmedabad : આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે જ પોલીસની ટીમ સાથે ઝપાઝપી કરી, ગુનો નોંધાયો
સ્થાનિક પોલીસ પોતાના વિસ્તારોમાં સુરક્ષા માટે પેટ્રોલિંગ કરતી હોય છે અને લોકોને કોઈ તકલીફ નથી પડતીને તેનું ધ્યાન રાખતી હોય છે ત્યારે અમુક તત્વો પોલીસની કામગીરીમાં પણ અવરોધ કરતા હોય છે. હાલ તો શહેરકોટડા પોલીસે પોલીસ ટીમ સાથે માથાકૂટ કરનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ(Ahmedabad)શહેરમાં દિવસે ને દિવસે ગુનાખોરી(Crime)વધી રહી છે ત્યારે પોલીસ પણ જે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હોય છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરતી હોય છે અથવા તો ટોળા વળીને ઉભેલા લોકોની પણ સામાન્ય પૂછપરછ કરવામાં આવતી હોય છે. આવું જ કઈક પેટ્રોલિંગ શહેર કોટડા(Saher Kotda) પોલીસ દ્વારા તેના વિસ્તારમાં કરવામાં આવી રહ્યું હતું. શહેરકોટડા પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન કૈલાશનગરના ગેટ પાસે કેટલાક લોકો ટોળે વળીને ઉભા હતાં. ટોળું જોઈને પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે પોલીસને જોઈને અમુક લોકો ત્યાંથી જતા રહ્યા હતા જ્યારે એક વ્યક્તિ ત્યાં હાજર મળી આવતાં પોલીસે તેને અહીં શું કરો છો. કોણ કોણ બેઠા હતાં તેવી પૂછપરછ કરી હતી.
જીતેન્દ્રએ શર્ટનો કોલર પકડી બબાલ શરૂ કરી હતી
જેમાં પોલીસની પૂછપરછમાં તે વ્યક્તિએ ઉદ્ધતાઈથી જવાબ આપ્યો અને કહ્યું કે તમને કાલે પણ અહીં નહીં આવવાનું કહ્યું હતું. તે છતાંય અહીં આવીને લોકોને કેમ હેરાન કરો છો કહીને પોલીસ સાથે બબાલ શરૂ કરી હતી. જોકે આ વ્યક્તિનું નામ જીતેન્દ્ર હતું અને જીતેન્દ્ર પણ આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ કંઈ વધુ બોલે તે પહેલાં જ જીતેન્દ્રએ શર્ટનો કોલર પકડી બબાલ શરૂ કરી હતી. જીતેન્દ્ર અગાઉ મારામારી, પ્રોહિબિશન, રાયોટિંગ જેવા ગુના આચરી ચૂક્યો છે. જેથી હવે શહેરકોટડા પોલીસે જીતેન્દ્રની ધરપકડ કરી અન્ય છ લોકો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે સ્થાનિક પોલીસ પોતાના વિસ્તારોમાં સુરક્ષા માટે પેટ્રોલિંગ કરતી હોય છે અને લોકોને કોઈ તકલીફ નથી પડતીને તેનું ધ્યાન રાખતી હોય છે ત્યારે અમુક તત્વો પોલીસની કામગીરીમાં પણ અવરોધ કરતા હોય છે. હાલ તો શહેરકોટડા પોલીસે પોલીસ ટીમ સાથે માથાકૂટ કરનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : જામનગરઃ વિવિધ વેરાની રકમ ઉપર 75% લેખે વ્યાજમાફી યોજનામાં એક માસનો વધારો
આ પણ વાંચો : Rajkot ડેરીને મળશે મોટી ભેટ,પનીર પ્લાન્ટની સ્થાપના માટે ચેરમેન દિલ્હીના પ્રવાસે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો