AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અસામાજીક તત્વોએ સિંધુ ભવન રોડ પર દિવાળીની રાત્રે ફટાકડા ફોડી આતંક મચાવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ(Ahmedabad)  શહેરના સિંધુ ભવન રોડ પર દિવાળીની રાત્રે વાહન ચાલકો માટે મુસીબતનો રોડ બની ગયો હતો. જેમાં દિવાળીની રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ રોડ પર બેફામ રીતે ફટાકડા ફોડ્યા હતા. જેમાં કારના બોનેટ પર અને ત્યાર બાદ રોડ પર જાહેરમાં રોકેટ ફોડ્યા હતા

Ahmedabad : અસામાજીક તત્વોએ સિંધુ ભવન રોડ પર દિવાળીની રાત્રે ફટાકડા ફોડી આતંક મચાવ્યો, પોલીસે તપાસ શરૂ કરી
Ahmedabad Sindhu Bhavan Road
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 9:37 PM
Share

અમદાવાદ(Ahmedabad)  શહેરના સિંધુ ભવન રોડ પર દિવાળીની રાત્રે વાહન ચાલકો માટે મુસીબતનો રોડ બની ગયો હતો. જેમાં દિવાળીની રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ રોડ પર બેફામ રીતે ફટાકડા ફોડ્યા હતા. જેમાં કારના બોનેટ પર અને ત્યાર બાદ રોડ પર જાહેરમાં રોકેટ ફોડ્યા હતા. તેમજ આ લોકો આટલાથી ના અટકતા એક બોમ્બ ફરેલા બોક્સમાં એક ફટાડકો નાંખીને રોડ પર જ બોકસ મૂકીને ધમાલ મચાવી હતી. જો કે આ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં શહેરના સિંધુભવન રોડ પર અસામાજિક તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો.જાહેરમાં આતશબાજીને બદલે આતંકબાજી કરતા દ્રશ્યો સામે આવ્યોપોલીસનો ડર રાખ્યા વગર કાયદાની ઐસીતૈસી કરતા યુવાનોએ રસ્તાની વચ્ચે ફટાકડા ફોડ્યા..તેમણે ચાલુ વાહને ફટાકડા સળગાવ્યાં.રસ્તે આવતા જતા લોકોની ચિંતા કર્યા વગર..સળગતા ફટાકડા રસ્તા પર છોડ્યા..ગણ્યાગાંઠ્યા 5 થી 6 લોકોએ આખા સિંધુભવન વિસ્તારને બાનમાં લીધુ..સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા બાદ પોલીસ હવે સફાળી જાગી છે…વીડિયોમાં દેખાતા પાંચથી છ લોકો વિરુદ્ધ સરખેજ પોલીસ મથકમાં નોંધાયો ગુનો..વીડિયોમાં દેખાતા શખ્સોને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી

દેશભરમાં દિવાળીની (Diwali) રંગે-ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. તો અમદાવાદમાં પણ પાછલા બે વર્ષની સરખામણીએ આ વખતે દિવાળીનો માહોલ કઈંક અલગ જ છે. ફટાકડાની ખરીદીની ધૂમ મચી છે. જો કે મોટા પ્રમાણમાં ફટાકડા (Crackers) ફોડાતા પ્રદૂષણમાં (Pollution) પણ વધારો થયો છે. અમદાવાદ શહેરનો (Ahmedabad) હવાનો ગુણવત્તા દર 120 પર પહોંચ્યો છે. જેમાં સૌથી વધુ 399 AQI નવરંગપુરામાં નોંધાયો. તો ચાંદખેડામાં 319 અને રાયખડમાં 279 AQI નોંધાયો છે. નિષ્ણાંતોને ડર છે કે જો આ વર્ષે વધુ ફટાકડા ફોડવામાં આવશે તો હવાની ગુણવત્તા હજુ પણ વધુ ખરાબ થઈ શકે છે.

દિવાળીનાપર્વને લઇને ઉત્સાહ, ઉમંગ અને હર્ષોઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોરોનાના બે વર્ષ બાદ ધામધૂમથી દિવાળીના પરિવની ઉજવણી થઇ રહી છે. ત્યારે દિવાળીના પર્વને લઇને  અમદાવાદ શહેરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે. સુરત શહેરના દરેક ઘર, દરેક ઇમારત, દરેક મંદિરને સજાવવામાં આવ્યુ છે. અમદાવાદ  શહેરને રોશનીથી શણગારવામાં આવ્યુ છે. ત્યારે સુરત શહેરમાં અનોખી રોશનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">