અમદાવાદને ‘વિકાસ’ ભેટ : ‘PM નરેન્દ્ર મોદીએ વિકાસના નકશામાં ગુજરાતને પ્રથમ સ્થાન અપાવ્યુ’- અમિત શાહ

|

Jul 24, 2022 | 2:28 PM

ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) કહ્યું કે,આજે હું ખૂબ ખુશ છુ કે ગુજરાત સરકાર અને ભારત સરકારના સહિયારા પ્રયત્નોથી આજે અનેક વિકાસકામો થઈ રહ્યા છે.

અમદાવાદને વિકાસ ભેટ : PM નરેન્દ્ર મોદીએ વિકાસના નકશામાં ગુજરાતને પ્રથમ સ્થાન અપાવ્યુ- અમિત શાહ
Amit Shah Gujarat Visit

Follow us on

Ahmedabad : ગૃહપ્રધાન અમિતશાહે (Amit Shah) પોતાના લોકસભા મત વિસ્તારમાં વિકાસલક્ષી કામોના લોકાર્પણ કર્યા હતા.જેમાં બોપલમાં વોટર સપ્લાય પ્રોજેકટ,(Water Supply Project)  મણિપુર – ગોધાવી નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ (Sports Complex) લોકાર્પણ તેમજ એસ.પી.રિંગ રોડ પરના કમોડ જંકશન પર ઓવરબ્રિજ અને એસ.પી.રોડ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ,સાંસદ નરહરિ અમીન, ધારાસભ્ય કનુભાઈ પટેલ (MLA Kanubhai Patel) સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.આ દરમિયાન સંબોધનમાં તેમણે કહ્યું કે,’વડાપ્રધાન નરેન્દ્રમોદીએ (PM Modi)  વિકાસના નકશામાં ગુજરાતને પ્રથમ સ્થાન અપાવ્યુ છે.’વધુમાં તેણે જણાવ્યું કે, ‘આજે હું ખૂબ ખુશ છુ કે ગુજરાત સરકાર અને ભારત સરકારના સહિયારા પ્રયત્નોથી આજે અનેક વિકાસકામો થઈ રહ્યા છે.’

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સ્પોર્ટ્સ કોપ્લેક્ષની વિશેષતા

અમિત શાહના (Home minister Amit Shah)  હસ્તે ગોધાવી – મણિપુર રોડ પર અંદાજિત 9 કરોડ 69 લાખના તૈયાર થયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું (Sports Complex) લોકર્પણ કરવામાં આવ્યા હતું.આ સ્પોર્સ્ટ કોમ્પ્લેક્ષ 68,920 ચોરસ કિ.મી એરિયામાં ફેલાયેલું છે.જેમાં 400 મીટર સિન્થેટીક રનિંગ ટ્રેક,બાસ્કેટ બોલ કોર્ટ, કબ્બડી, ફૂટબોલ ગ્રાઉન્ડ, હાઈ જમ્પ, લોન્ગ જમ્પ જેવી રમત રમી શકાશે.આ સ્પોર્સ્ટ કોમ્પ્લેક્ષમાં 500 વ્યક્તિ એક સાથે બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.સ્પોર્ટ્સ કોપ્લેક્ષમાં ચેનજીગ રૂમ, ફસ્ટ એઇડ રૂમ, સિક્યુરિટી કેબિન, ટોયલેટ બ્લોક, આર.સી.સી. પ્રિ કાસ્ટ ડ્રેઇન તથા કમ્પાઉન્ડ (Compound) વોલ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવણી અંતર્ગત પ્રમુખ સ્વામી નગરની અમિત શાહ ના હસ્તે કળશ સ્થાપના વિધિ પણ કરવામાં આવી.

બોપલના 5000 ઘરને મળશે નર્મદાનુ પાણી

અમદાવાદના ઔડા વિસ્તારમાં અંદાજિત 77.53 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ 3 પાણી ટાંકી તૈયાર કરવામાં આવી છે.જેનું લોકાર્પણ ગૃહપ્રધાન અમિતશાહના હસ્તે કરવામાં આવ્યું છે.જેનાથી આગામી સમયમાં હાલના 6 ઝોનમાં 1,3,5 અને 6 સમાવિષ્ટ વિસ્તારની કુલ અંદાજિત 184 સોસાયટી કુલ 17,191ના મકાનોના આશરે 80,000 લોકોને પાણી પહોંચાડવામાં આયોજન કરવામાં આવ્યુ છે.

સરદાર પટેલ રિંગ રોડ ટ્રાફિક મુક્ત બનાવવાનું લક્ષ્યાંક

અમદાવાદ શહેરનો (Ahmedabad City) વિસ્તાર દિવસેને દિવસે વધી રહ્યો છે.જેના કારણે સરદાર પટેલ રિંગરોડ પર ટ્રાફિક ભારણ ઘટાડવા ચાર રસ્તે ઓવર બ્રિજ બનાવવાનું વિચારવામાં આવ્યુ હતુ.જે અંતર્ગત કમોડ સર્કલ પર 6 લાઈન ઓવરબ્રિજનું (line Overbridge) ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જે બ્રિજ અંદાજિત 77 કરોડ 71 લાખના રકમથી તૈયાર થશે.આ ઉપરાંત “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિતે “મિશન મિલિયન ટ્રી” અંતર્ગત ઔડા હસ્તકના સરદાર પટેલ રિંગ રોડના સેન્ટ્રલ વર્જ તેમજ સર્વિસ રોડની સમાંતર વૃક્ષો વાવી શહેરને ફરતે ગ્રીન બેલ્ટ ડેવલોપ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.

Published On - 12:51 pm, Sun, 24 July 22

Next Article