AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એલ.જી. હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલના નવિનીકરણ સહિતના કુલ 509 કરોડથી વધુના કામોને મંજૂરી

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલના નવિનીકરણ સહિતના કુલ 509 કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી છે. કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલને ભાડે આપવા માટે પ્રવર્તમાન ભાડાના 50 ટકાના દરથી ભાડે આપવાના કામને મંજૂરી આપવામાં આવી.

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એલ.જી. હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલના નવિનીકરણ સહિતના કુલ 509 કરોડથી વધુના કામોને મંજૂરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 9:39 PM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee)ની બેઠકમાં વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ કિટી પાર્ટી, સિનિયર સિટીઝન મંડળ મિટીંગ, પેન્શનરોની મિટીંગ, બર્થડે પાર્ટી, ધાર્મિક પ્રસંગો, સામાજિક સમારંભ માટે સવારે 8થી બપોરે 2 અને સાંજે 4થી 10 સુધી એમ કુલ 2 શિફ્ટમાં મર્યાદિત સમય માટે પ્રવર્તમાન ભાડાના 50 ટકાના  દરથી ભાડે આપવાના કામને મંજૂરી આપવામાં આવી. મેયર (Mayor) કિરીટભાઈ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, ભાજપ નેતા ભાસ્કરભાઈ ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે, સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ, પ્લાનિંગ, પબ્લિસિટી,ઈ-ગવર્નન્સ, સ્કુલબોર્ડ વિભાગ તેમજ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, રોડ એન્ડ બિલ્ડીંગ અને હોસ્પિટલ કમિટીના કામોને મંજૂરી આપી છે.

કોર્પોરેશન દ્વારા ભદ્ર ચોક ખાતે આયોજિત થતા મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા-2022 દરમ્યાન ઝોન દીઠ પ્રથમ વિજેતા થનાર સોસાયટી/સંસ્થાને રૂ. 31000/-, દ્વિતિય વિજેતાને રૂ. 21000/- તેમજ તૃતીય વિજેતાને રૂ. 11000/- પ્રોત્સાહક ઇનામ આપવા તથા ઝોન દિઠ પ્રથમ વિજેતા સોસાયટી/સંસ્થા વચ્ચે ભદ્ર ચોક ખાતે ગરબા સ્પર્ધાનું આયોજન કરી તેમાં પ્રથમ વિજેતા સોસાયટી/સંસ્થાને વધારાનું રૂ. 51000/- પ્રોત્સાહક ઇનામ આપવાના કામને મંજુરી આપવામાં આવી.

વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ કામો પૈકી ઉત્તર, મધ્ય, પશ્ચિમ, દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં જુદા જુદા ટી.પી. રોડ પર તેમજ જુદી જુદી અન્ય જરૂરી જગ્યાએ સ્ટ્રોમ વોટર / ડ્રેનેજ લાઇન નાંખવા / અપગ્રેડેશન કરવા તથા નવી કેચપીટ બનાવવા, મશીનહોલ ઉપરના બ્રેક ડાઉન રીપેર કરવા, ડ્રેનેજ / સ્ટ્રોમ વોટર લાઇનને સી.સી.ટી.વી. મેથડથી ડીસલ્ટીંગ કરવા, પાણીના ટેન્કર સપ્લાય કરવા, નવી પાણીની લાઈન નાંખવી, 6 વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનની ઓપરેશન, મેઇન્ટેનન્સ અને કોમ્પ્રીહેન્સીવ રીપેરીંગની કામગીરી, એસ.ટી.પી. ખાતા દ્વારા જુદા જુદા સુએજ પંપીંગ સ્ટેશનમાં જુદી જુદી કેપેસીટીના સબમર્સીબલ પમ્પો, કેબલ તથા જરૂરી તમામ ઈલેક્ટ્રિકલ અને મીકેનીકલ એસેસરીઝ ખરીદ કરવા, નવાવાડજ વોર્ડમાં આવેલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અપગ્રેડેશનું કામ, સુએજ પંપીંગ સ્ટેશનો, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ તથા સ્ટ્રોર્મ વોટર પંપીંગ સ્ટેશનના (SCADA) સીસ્ટમના ત્રણ વર્ષના કોમ્પ્રિહેન્સિવ ઓપરેશન-મેઈન્ટેનન્સની કામગીરી કરાવવા સહિત કુલ રૂા. 2087 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

આ ઉપરાંત, એસ.ટી.પી. ખાતા હસ્તકના 60 એમ.એલ.ડી. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ઈલેક્ટ્રીકલ-મીકેનીકલ ઈક્વીપમેન્ટ્સ સહિતની રેટ્રોફીટીંગની એસ.આઈ.ટી.સી.ની કામગીરી કરાવવા માટે રૂા. 545 લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી તેમજ દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં કોઝી હોટલની પાછળના ભાગમાં નવું સમ્પ ટાઇપ ડ્રેનેજ પંપીંગ સ્ટેશન બનાવવા માટે રૂા.233 લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી.

વધુમાં, તાકીદના કામો તરીકે રજૂ થયેલ કેબલ ટીવી કનેક્શન ઉપર મનોરંજન કરની બાકી રકમ ઉપર લેવાતા વ્યાજમાં પણ તા. 21-10-2022 સુધી મુદ્દલ સહિત પૂરેપૂરી રકમ ભરનારને વ્યાજમાં 75% ઈન્સેન્ટીવ/રીબેટ આપવાના કામને તથા દક્ષિણ પશ્ચિમ ઝોનની નવનિર્મિત અદ્યતન ઝોનલ ઓફિસને “સ્વ. શ્રી તુષાર દેશમુખ ભવન” નામાભિધાન કરવાના કામને મંજુરી આપવામાં આવી.

ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ- અમદાવાદ

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">