Ahmedabad: નવરાત્રી બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદે મોડી રાત સુધી બોલાવી રમઝટ, રાજ્યભરભરમાં ફરીથી છવાયો વરસાદી માહોલ

|

Oct 07, 2022 | 8:57 AM

રાત્રે અમદાવાદ  (Ahmedabad) પૂર્વ અને પશ્ચિમના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો અને આ વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં (South Saurashtra)  વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે.

Ahmedabad:  નવરાત્રી બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદે મોડી રાત સુધી બોલાવી રમઝટ, રાજ્યભરભરમાં ફરીથી છવાયો વરસાદી માહોલ
Rain in gujarat

Follow us on

રાજ્યમાંથી  ચોમાસુ  (Monsoon 2022) વિદાય લઈ રહ્યું છે, પરંતુ ચોમાસુ જતા જતા પણ ભરપૂર વરસવાના મિજાજમાં હોય તેમ  ગત રોજ સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો . ગત રોજ વહેલી સવારે  પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી  ઝાપટા પડ્યા હતા અને  બપોર બાદ ઠંડો  પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. તેમજ રાત્રે અમદાવાદ  (Ahmedabad) પૂર્વ અને પશ્ચિમના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો અને આ વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં (South Saurashtra)  વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગનુ માનીએ તો આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે.

 

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

આમ તો ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે પરંતુ અન્ય રાજ્યોમાં મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતના અમુક જિલ્લાઓમાં આગામી કેટલાક દિવસ હજુ પણ વરસાદી માહોલ રહી શકે છે. હવામાન વિભાગે 15 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. હાલ આંધ્ર પ્રદેશ પર અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી તેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ પડી રહી છે. જેના કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અત્યારના વાતાવરણમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, પરંતુ વરસાદને પગલે તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થઇ શકે છે.

નોરુ વાવાઝોડાને કારણે દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસું પુરુ થવામાં વિલંબ થઈ શકે છે.  હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનની અસર યથાવત છે. ટર્ફ લાઈન આંધ્ર પ્રદેશના લો પ્રેશરવાળા વિસ્તારથી પર બીજા ચક્રવાત સુધી પસાર થઈ રહી છે. જેના પગલે સમગ્ર ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સુધી અસર જોવા મળશે. ગઈકાલથી વરસી રહેલા વરસાદને કારણે વહેલા રવી વાવણી કરતા રાજ્યોના ખેડૂતોને રાહત થશે, તો બીજીબાજુ શાકભાજી અને ફૂલોની ખેતી પર તેની પ્રતિકૂળ અસર પડી શકે છે.

Next Article