Ahmedabad: મુસાફરોની સુવિધામાં વધારો, અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ઉપડતી અને પસાર થતી 13 જોડી ટ્રેનમાં વધારાના કોચ લગાવાશે

|

Nov 29, 2022 | 5:59 PM

અમદાવાદ રેલવે સ્ટેશન પરથી પસાર થતી અને ઉપડતી ટ્રેનમા વધારાના કોચ લગાવવામાં આવશે. જેમાં યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી ઉપડતી અને પસાર થતી 13 જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad: મુસાફરોની સુવિધામાં વધારો, અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ઉપડતી અને પસાર થતી 13 જોડી ટ્રેનમાં વધારાના કોચ લગાવાશે
Ahmedabad Train
Image Credit source: File Image

Follow us on

અમદાવાદ રેલવે સ્ટેશન પરથી પસાર થતી અને ઉપડતી ટ્રેનમા વધારાના કોચ લગાવવામાં આવશે. જેમાં યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી ઉપડતી અને પસાર થતી 13 જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો આ પ્રમાણે છેઃ

  1. ટ્રેન નંબર 20943/20944 બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસમાં બાન્દ્રા ટર્મિનસથી તારીખ 01.12.2022 થી 29.12.2022 સુધી તથા ભગત કી કોઠી થી 02.12.2022 થી 30.12.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ જોડવામાં આવશે.
  2. ટ્રેન નંબર 22904/22903 ભુજ-બાન્દ્રા ટર્મિનસ-ભુજ એસી એક્સપ્રેસ ટ્રેનમાં ભુજ થી 03.12.2022 ના રોજ તેમજ બાન્દ્રા ટર્મિનસથી 02.12.2022 ના રોજ એક થર્ડ એસી નો વધારાનો કોચ જોડવામાં આવશે.
  3. ટ્રેન નંબર 22904/22903 ભુજ-બાન્દ્રા ટર્મિનસ-ભુજ એસી એક્સપ્રેસ ટ્રેનમાં ભુજ થી 05.12.2022 થી 31.12.2022 સુધી તેમજ બાન્દ્રા ટર્મિનસથી 04.12.2022 થી 30.12.2022 સુધી એક સેકન્ડ એસી નો વધારાનો કોચ જોડવામાં આવશે.
  4. ટ્રેન નંબર 20924/20923 જામનગર-બાન્દ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસમાં જામનગરથી તારીખ 02.12.2022 થી 01.01.2023 સુધી તથા બાન્દ્રા ટર્મિનસથી 01.12.2022 થી 31.12.2022 સુધી સ્લીપર ક્લાસનો એક વધારાનો કોચ જોડવામાં આવશે.
  5. મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
    20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
    ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
    SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
    ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
    Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
  6. ટ્રેન નંબર 09039/09040 બાન્દ્રા ટર્મિનસ-અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલમાં બાન્દ્રા ટર્મિનસથી 30.11.2022 થી 28.12.2022 સુધી અને અજમેર થી 01.12.2022 થી 29.12.2022 સુધી એક સ્લીપર ક્લાસનો વધારાનો કોચ જોડવામાં આવશે.
  7. ટ્રેન નંબર 09037/09038 બાન્દ્રા ટર્મિનસ-બાડમેર-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલમાં બાન્દ્રા ટર્મિનસથી 02.12.2022 થી 30.12.2022 સુધી અને બાડમેરથી 03.12.2022 થી 31.12.2022 સુધી એક સ્લીપર ક્લાસનો વધારાનો કોચ જોડવામાં આવશે.
  8. ટ્રેન નંબર 19568/19567 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસમાં ઓખાથી 02.12.2022 થી લઈને 30.12.2022 સુધી તથા તુતીકોરીનથી 04.12.2022 થી લઈને 01.01.2023 સુધી સુધી એક વધારાનો સ્લીપર ક્લાસનો કોચ જોડવામાં આવશે.
  9. ટ્રેન નંબર 20924/20923 ગાંધીધામ-તિરૂનેલવેલી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંધીધામ થી 05.12.2022 થી 26.12.2022 સુધી તથા તિરૂનેલવેલીથી 08.12.2022 થી 29.12.2022 સુધી એક સ્લીપર ક્લાસનો વધારાનો કોચ જોડવામાં આવશે.
  10. ટ્રેન નંબર 22915/22916 બાન્દ્રા ટર્મિનસ-હિસાર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનમાં બાન્દ્રા ટર્મિનસથી 05.12.2022 થી 26.12.2022 સુધી તથા હિસારથી 06.12.2022 થી 27.12.2022 સુધી એક સ્લીપર ક્લાસ અને એક થર્ડ એસીનો કોચ વધારાનો જોડવામાં આવશે.
  11. ટ્રેન નં. 19875/19577 જામનગર-તિરૂનલવેલી-જામનગર એક્સપ્રેસમાં એક વધારાનો અનરિઝર્વ્ડ (જનરલ) કોચ જામનગરથી 02.12.2022 થી લઇને 24.12.2022 સુધી તથા તિરૂનલવેલીથી 05.12.2022 થી લઇને 27.12.2022 સુધી લગાવવામાં આવશે.
  12. ટ્રેન નં. 22908/22907 હાપા-મ઼ડગાંવ-હાપા એક્સપ્રેસમાં હાપાથી 30.11.2022 થી લઈને 28.12.2022 સુધી તથા મડગાંવથી 02.12.2022 થી લઇને 30.12.2022 સુધી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ લગાવવામાં આવશે.
  13. ટ્રેન નંબર 20937/20938 પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસમાં પોરબંદરથી 03.12.2022 થી 31.12.2022 સુધી તથા દિલ્લી સરાય રોહિલ્લાથી 05.12.2022 થી 02.01.2023 સુધી એક વધારાનો સ્લીપર ક્લાસનો કોચ લગાવવામાં આવશે.
  14. ટ્રેન નંબર 19269/19270 પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસમાં પોરબંદરથી 01.12.2022 થી 30.12.2022 સુધી તથા મુઝફ્ફરપુરથી 04.12.2022 થી 02.01.2023 સુધી એક વધારાનો સ્લીપર ક્લાસનો કોચ લગાવવામાં આવશે.

 

Next Article