AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: મણિનગરમાં ફાયરિંગ અને લૂંટનો પ્રયાસ કરનાર આરોપી પોલીસ પકડમાં

અમદાવાદના મણિનગરમાં ફાયરિંગ અને લૂંટના પ્રયાસ કરનાર આર્મીના જવાનની તપાસમાં મોટો ખુલાસો થયો છે. 12 લાખની લોન ભરપાઈ કરવા લૂંટનું ષડ્યંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું હતું.

Ahmedabad: મણિનગરમાં ફાયરિંગ અને લૂંટનો પ્રયાસ કરનાર આરોપી પોલીસ પકડમાં
Mihir Soni
| Edited By: | Updated on: Aug 16, 2023 | 10:28 PM
Share

અમદાવાદમાં  આરોપીએ મણિનગરમાં ફાયરિંગ અને લૂંટના પ્રયાસ કર્યા હોવાની ઘટના બની છે. જેમાં ગુગલ મેપથી લૂંટનો ટાર્ગેટ નક્કી કર્યા હોવાનું તપસમાં બહાર આવ્યું છે. પરંતુ જવેલર્સના માલિકે પ્રતિકાર કરતા આરોપી ઝડપાયો હતો.

આરોપી શખ્સ લોકેન્દ્રસિંહ શેખાવત જેણે મણિનગર વિસ્તારમાં ફાયરિંગ કરીને આતંક મચાવ્યો હતો. લૂંટના ઇરાદે ટ્રેન મારફતે જયપુરથી અમદાવાદ આવેલા આરોપી લોકેન્દ્રસિંહ શેખાવતે મણિનગર ના જવેલર્સ માં રિવોલ્વરની અણી પર લૂંટ કરવા પહોંચ્યો.

જવેલર્સના માલિકે પ્રતિકાર કરતા લૂંટારું ભાગી ગયો હતો. રિવોલ્વર લઈને રોડ પર ભાગતો હતો અને લોકો પકડવા જતા લોકોના મારથી બચવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જોકે તાત્કાલિક પોલીસની ટીમે આ શખ્સની અટકાયત કરી. આરોપી લોકેન્દ્રસિંહ શેખાવતની પૂછપરછ કરતા સામે આવ્યું કે રૂ 12 લાખની લોન ચૂકવવા માટે આ લૂંટનો પ્લાનિંગ આરોપીએ કર્યો હતો.

આરોપીએ પોતાના નામે લોન લઈ તેના મિત્રને આપી હતી. જે લોન મિત્ર ભરતો નહીં હોવાથી આરોપીએ લોન ભરપાઈ કરવા લૂંટનો પ્લાન કર્યો અને ગુગલથી સર્ચ કરીને અમદાવાદ લૂંટ કરવાનુ નક્કી કર્યું. જેમાં આરોપીએ જયપુરમાં એક મિત્ર પાસેથી પીસ્ટલ લીધી હતી. પોલીસે હાલતો આ હથિયાર કબ્જે કરી તેની વધુ પૂછપરછ શરૂ કરી છે.

મણિનગરમાં જાહેરમાં બનેલી આ ઘટનાના વિડીયો અને સીસીટીવી ફૂટેજએ કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. આરોપી લોકેન્દ્રસિંહ શેખાવત મૂળ રાજસ્થાનના જયપુર નજીક આવેલ ઝુંઝુવાનો રહેવાસી છે, અને જમ્મુ કાશ્મીરમાં ટેરિટોરિયલ આર્મીમાં ફરજ બજાવતો હતો. પરંતુ બે મહિનાની રજા લઈને તે નીકળ્યો હતો.

ત્યારબાદ રાજસ્થાનથી 15 ઓગસ્ટે અમદાવાદના મણીનગર રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી નજીકની હોટલમાં રોકાયો હતો. મોડી સાંજે કોઈપણ રેકી કર્યા વગર ગુગલ મેપના આધારે લૂંટના ઇરાદે મણિનગર કૃષ્ણબાગ વિસ્તારમાં આવેલી વૃંદાવન જ્વેલર્સમાં હથિયાર બતાવીને લૂંટ કરવા ઘૂસ્યો હતો. પરંતુ સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે પ્રમાણે તેને જ્વેલર્સના માલિક સામે માત્ર હથિયાર બતાવીને પૈસા આપી દેવા માટે ધમકી આપી હતી.

આ ઘટના દરમ્યાનમાં જ્વેલર્સના માલિકે તેનો પ્રતિકાર કરી બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. જેને પગલે લોકેન્દ્રસિંહ શેખાવતે મારથી બચવા માટે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાલ તો પોલીસે આરોપીએ લૂંટ પાછળના પ્લાનિંગ અંગે પ્રાથમિક તપાસ કરતા દેવુ ચૂકવવા માટે લૂંટનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હકીકત તપાસવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મામલે ટેરિટોરિયલ આર્મીના અધિકારીઓ અને તેના રહેણાંક વિસ્તારમાં બેન્ક એકાઉન્ટ અને લોન અંગે પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad: બંધ રેલવે ક્રોસિંગ ઓળંગવાની ઘટનામાં અનેક મોત, પ્રજાની લાપરવાહી કે તંત્રની બેદરકારી !

મહત્વનું છે કે આરોપી લોકેન્દ્રસિંહ શેખાવત આ હથિયાર ગેરકાયદેસર રીતે કોની પાસેથી લાવ્યો હતો. અને લૂંટ સિવાય પણ અન્ય કોઈ ઘટનાને અંજામ આપવાનું પ્લાનિંગ હતું કે કેમ તે અંગે પણ પૂછપરછ કરવા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">