Ahmedabad: નશા માટે કફ સિરપની હેરાફેરી કરતો આરોપી ઝડપાયો, SOGએ 446 કફ સિરપની બોટલ સાથે આરોપીની કરી ધરપકડ

|

Aug 15, 2022 | 6:21 PM

Ahmedabad: SOGએ કફ સિરપની હેરાફેરી કરતા એક શખ્સની ધરપકડ કરી છે, આરોપી પાસેથી 446 બોટલ કફ સિરપ જપ્ત કરવામાં આવી છે. આ સાથે વધુ એક ફરાર આરોપીની પણ શોધખોળ હાથ ધરાઈ છે.

Ahmedabad: નશા માટે કફ સિરપની હેરાફેરી કરતો આરોપી ઝડપાયો, SOGએ 446 કફ સિરપની બોટલ સાથે આરોપીની કરી ધરપકડ
આરોપી

Follow us on

અમદાવાદ (Ahmedabad)માં દિવસે દિવસે દારૂ અને ડ્રગ્સ જેવા નશાકારક પીણાનું સેવન વધી રહ્યુ છે. જેમાં ખાસ કરીને જે દવાઓમાં નશાઓનું પ્રમાણ વધારે છે તેવી દવાઓના ગેરકાયદે વેચાણ અને નશા માટે ઉપયોગ વધતા પોલીસે પણ આવા આરોપીની ધરપકડ કરી દવાનો જથ્થો કબ્જો કર્યો છે. SOGએ આવા જ એક ગુનામાં એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 446 જેટલી કફ સિરપ (Cough Syrup)ની બોટલ જપ્ત કરી છે. આ સાથે જ હજુ અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે.

SOGએ ઝડપેલા આરોપીનું નામ શારીક ઉર્ફે બાલી શેખ સલમાન ઉર્ફે શાહરૂખ શેખ છે. આરોપીને SOGએ 446 નંગ કફ સિરપ સાથે ઝડપી પાડ્યો છે. તેની પાસેથી મળી આવેલી કફ સિરપ મામલે પૂછપરછ કરતા અન્ય એક મુખ્ય આરોપીનું નામ સામે આવ્યુ છે. જે હજી ફરાર છે. મુજફ્ફર ઉર્ફે મોહમ્મદ હુસૈન શેખ નામનો આરોપી કફ સિરપ લાવતો હોવાની કબૂલાત કરી છે. સાથે જ આરોપી દર વખતે મોટો જથ્થો લાવી છૂટકમાં વેચાણ કરતો હોવાનું પણ સામે આવ્યુ છે.

આરોપી રિક્ષા ડ્રાઈવિંગ દરમિયાન કફ સિરપની કરતો હતો હેરાફેરી

ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યુ છે કે આરોપી રિક્ષા ડ્રાઈવિંગ કરતો હતો. આરોપી ખુદ પણ કોડિન કફ સિરપનો બંધાણી હોવાથી પોતાની પણ નશાની લત પુરી કરતો હતો અને વેચાણ પણ કરતો હતો. આરોપી શારીક અગાઉ પણ લૂંટ અને ચોરીના ગુનામાં ઝડપાયો હતો. આરોપી સહિત તેનો પરિવાર પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપીનો ભાઈ, પિતા પર હત્યાનો ગુનો નોંધાયેલો છે તો તેની માતા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે. SOGએ કફ સિરપ અંગે પૂછપરછ કરતા સામે આવ્યુ કે તે અગાઉ પણ કફ સિરપની હેરાફેરી કરી ચુક્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સસ્તા નશા માટે થાય છે કફ સિરપનો ઉપયોગ

થોડા સમય પહેલા SOGએ કફ સિરપના જથ્થા સાથે રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી હતી. જેમાં સામે આવ્યુ કે રિક્ષા ડ્રાઈવરો અને છૂટક મજૂરી કરતા મજૂરો સસ્તા નશા માટે કફ સિરપનો ઉપયોગ કરે છે. આજકાલ તેનું ચલણ પણ વધ્યુ છે. ત્યારે હવે પોલીસે ન માત્ર હેરાફેરી કરતા લોકોની ધરપકડ કરી છે, પરંતુ જે કંપનીમાંથી ગેરકાયદે કફ સિરપનું વેચાણ કરવામાં આવે છે તેની સામે પણ કાયદાકીય પગલા લેવામાં આવશે.

Next Article