AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : RTE હેઠળ ગરીબ બાળકોનો હક્ક ખૂંચવવાનો કેટલાક અમીર વાલીઓ દ્વારા કારસો, 10 બાળકોના એડમિશનમાં સામે આવી ચોંકાવનારી હકીકત

Ahmedabad: RTE હેઠળ ગરીબ બાળકોનો હક્ક મારવાનો પ્રયાસ કેટલાક અમીર વાલીઓ દ્વારા કરાયો હોવાનો ખૂલાસો ભાટમાં આવેલ એક શાળા દ્વારા કરવામાં આવ્યા છે અને શાળા દ્વારા કેટલાક પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે. આર્થિક રીતે નબળા પરિવાર માટે RTEમાં જે પોલિસી બનાવાઈ છે એ પોલિસીના ધારાધોરણ વિરુદ્ધ કેટલાક બાળકોના એડમિશન થયા હોવાનો આક્ષેપ કરાયો છે.

Ahmedabad : RTE હેઠળ ગરીબ બાળકોનો હક્ક ખૂંચવવાનો કેટલાક અમીર વાલીઓ દ્વારા કારસો, 10 બાળકોના એડમિશનમાં સામે આવી ચોંકાવનારી હકીકત
Darshal Raval
| Edited By: | Updated on: Jul 16, 2023 | 5:44 PM
Share

Ahmedabad: આર્થિક રીતે સદ્ધર પરિવારો તો પોતાના બાળકોને તો ભણાવી શકે છે. પરંતુ જે પરિવાર આર્થિક રીતે સદ્ધર નથી અને બાળકને નથી ભણાવી શકતા તેવા લોકો માટે રાજ્ય સરકારે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને ભણાવવાની યોજના બનાવી છે. પરંતુ આ યોજનાનો કેટલાક લોકો દૂરુપયોગ કરતા હોવાનું ભાટમાં આવેલ એક શાળા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જે શાળા દ્વારા કેટલાક પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા.

  • રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આર્થિક નબળા બાળકોને અભ્યાસ આપવાનો પ્રયાસ
  • કેટલાક લોકોએ રાઈટ ટુ એજ્યુકેશન નો કર્યો દુરુપયોગ
  • આર્થિક રીતે નબળા પરિવાર માટે બનાવાઇ છે પોલિસી
  • આર્થિક નબળા બાળકોને ભણતર મળે માટે બનાવાઈ પોલિસી
  • રાઈટ ટુ એજ્યુકેશન પોલીસી હેઠળ આર્થિક નબળા બાળકોને અપાય છે અભ્યાસ
  • જોકે રાઇટ ટુ એજ્યુકેશનનો દૂર ઉપયોગ થતા હોવાના ઉઠ્યા આક્ષેપ

આ આક્ષેપ કર્યા છે ભાટમાં આવેલ અમદાવાદ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા. સ્કૂલના મહિલા પ્રિન્સિપાલ રોનક ઝવેરી એ આક્ષેપ કર્યા છે કે કેટલાક વાલીઓ દ્વારા RTE નો દુરુપયોગ કરાયો છે. જેમના તેમની પાસે પુરાવાઓ પણ છે. RTEમાં એડમિશન મેળવવા માટે એક પ્રક્રિયા હોય છે. જેમાં ઓનલાઈન પ્રોસેસ કર્યા બાદ બાળકને નજીકની 6 કિલોમીટરમાં આવતી શાળામાં પ્રવેશ અપાય છે. જોકે અન્ય એક માપદંડ દોઢ લાખની નિશ્ચિત આવક હોય તેમને જ RTEમાં પ્રવેશ અપાય છે. તે સિવાય વધુ આવક ધરાવતા લોકો RTEમાં એડમિશન લઈ શકતા નથી.

જોકે પ્રિન્સિપલ નું કહેવું છે કે તેમની શાળામાં RTE આ અભ્યાસ કરતા 20 બાળકો પૈકી 10 બાળકના વાલીઓએ ખોટા દસ્તાવેજ રજૂ કરી RTE માં ન હોવા છતાં RTE માં એડમિશન લીધા. જે બાબતનો ખુલાસો જ્યારે શાળા દ્વારા બાળકોના ઘરે લઈને તપાસ કરી ત્યારે સામે આવ્યું હોવાનું પ્રિન્સિપાલે જણાવ્યું.

તપાસમાં શુ થયા ખુલાસા ?

બાળકોના RTEમાં પ્રવેશ બાદ શાળા દ્વારા બાળકો RTE માં આવે છે કે નહિ તે અંગે તપાસ હાથ ધરાઈ. RTE માં રહેલા બાળકોના ઘરે શાળા માંથી ટીમ મોકલી તપાસકલ કરાઈ. જેમાં શાળા નું કહેવું છે કે RTE 20 બાળકો છે. તેમાં 10 બાળકોના ત્યાં આવક હોવી જોઈએ તેના કરતાં વધુ આવક અને મિલકત મળી આવી. જે RTE ના નિયમોનો ભંગ કહેવાય.

તપાસમાં ખૂલી ચોંકાવનાર હકીકત

  1. એક બાળકના પરિવારની મહિનાની આવક 10 હજાર અને ભાડે રહે છે. જેનું ભાડું 10 હજાર છે. જેને ત્યાં એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, વેપાર અને નોકરી મળી આવી અને 5 હજાર લાઇટ બિલ આવતા હોવાનું પણ સામે આવ્યું. જે બાળકના પરિવાર ઓનલાઇન પ્રક્રિયામાં અલગ સરનામું શાળામાં અલગ સરનામું આધારમાં અલગ સરનામું પણ રજૂ કર્યું હતું.
  2. બીજા બાળકના ત્યાં માસિક આવક 20,000 અને એક ફ્લેટ છે. તેમ જ દુકાન પણ છે સાથે ફ્રીજ અને નાના પાયે ધંધો પણ ચલાવે છે.
  3. ત્રીજા બાળકના ત્યાં મહિનાની આવક ફિક્સ નથી, અને ભાડાના મકાનના 5500 ચૂકવે છે. જેના ત્યાં એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન અને નાના પાય ધંધો કરે છે
  4. ચોથા બાળકના ત્યાં ફ્લેટ છે અને મહિનાની 25000 ની આવક છે તેમજ 12000 લાઈટ બિલ આવે છે. જેના ત્યાં એસી ટીવી ફ્રીજ વોશિંગ મશીન ઘરઘંટી છે. જેઓ નોકરી કરે છે
  5. પાંચમાં બાળકને ત્યાં ફ્લેટ . સામુહિક પરિવાર સાથે રહે છે. એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી છે અને ખાનગી નોકરી કરે છે.

આ રીતે શાળા દ્વારા તેમની શાળામાં RTE અંતર્ગત ભણતા 20 બાળકોની તપાસ કરાઈ. જેમાં 10 બાળકો RTE માં નહીં આવતા હોવાનો ખુલાસો થયાનું શાળા એ જણાવ્યું. કેમ કે આરટીમાં આવતા બાળકોની આવક 1.5 લાખ હોવી જોઈએ. પરંતુ જે તપાસ કરવામાં આવી તેમાં તમામ લોકો પાસે 3,00,000 કે તેના કરતાં વધારે આવક હોવાનું શાળાને જણાઈ આવ્યું. તેમ જ મિલકતો પણ મળી આવી. એક બાળક એવો હતો કે જે છેલ્લા કેટલાક વર્ષથી તે જ શાળામાં સામાન્ય બાળકોની જેમ ફી ભરીને ભણતો જોકે તેને આ વર્ષે આરટીઇમાં પ્રવેશ મેળવ્યો. તો એક બાળકના વાલીએ તેના અલગ અલગ ત્રણ સરનામા લખાવતા પણ તેના આરટીઇ એડમિશનને લઈને શંકા ઉપજી છે.

આ તમામ વિગતો શાળા તરફથી Deoને આપવામાં આવી છે. તેમજ પોલીસને પણ આ બાબતે ફરિયાદ કરી જાણ કરી છે. જે સમગ્ર ઘટનામાં શાળા દ્વારા કરવામાં આવેલી તપાસના તેઓએ પુરાવા માટે ફોટા પાડીને રજૂ પણ કર્યા છે. જોકે Deo કચેરી દ્વારા આ બાબતે કોઈ વેરિફિકેશન થયું કે નહીં તે અંગે પ્રિન્સિપાલે કોઈ સ્પષ્ટતા નહીં કરીને Deo તેમની તપાસ કરશે. અને પોતે કરેલી તપાસમાં આ ખુલાસો થયો હોવાનું તેઓએ જણાવ્યું. સાથે બાળકોનો અભ્યાસ બંધ નહીં કરીને તપાસ ચાલે ત્યાં સુધી તેમનું શિક્ષણ ચાલુ રાખવા પણ ખાતરી આપી.

આ પણ વાંચો : Ahmedabad : પાંજરાપોળ ચાર રસ્તા પર બનાવાયું રાજ્યનું પ્રથમ બોક્સ જંકશન, વિદેશની જેમ કરાશે ટ્રાફિક નિયમન

ઉલ્લેખનીય છે કે RTE માં ભણતા બાળકોના વાલીઓએ થોડાક દિવસ પહેલા શાળા ઉપર પહોંચીને તેમના બાળકોને અન્ય બાળકોની સાથે નહીં ભણાવીને અલગ ભણાવવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા. તેમજ બાળકોને આપવામાં આવતા ચોપડાઓને લઈને પણ વાલીઓએ રજૂઆત કરી હતી. જે રજૂઆત બાદ વાલીઓએ ખોટા દસ્તાવેજ રજૂ કરીને શાળામાં પ્રવેશ લીધા હોવાનું પ્રિન્સિપાલે ખુલાસો કર્યો છે. જેને લઇને પણ ક્યાંક સવાલો ઊભા થાય છે કે શાળા અને વાલીઓ વચ્ચેના વિવાદ કેટલી હદે આગળ પહોંચ્યો છે. પણ અહીં એ Deo અને પોલીસ દ્વારા તપાસ થવી પણ તેટલી જ જરૂરી છે. જેથી મૂળ બાળકના RTE નો હક છીનવાઈ નહિ અને જવાબદાર સામે કાર્યવાહી પણ થઈ શકે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">