AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: હત્યારી પ્રેમિકા! 20 વર્ષથી પ્રેમ કરતા આધેડને મહિલાએ પતિની મદદ લઈને ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં એક પ્રેમકહાનીનો અંત પ્રેમિકાએ હત્યા કરીને લાવી દીધો હતો. શરુઆતમાં તો એક આધેડની લાશ મળવાને લઈ હત્યારાને શોધી રહી હતી, આ દરમિયાન પોલીસને ટેલરના એક સ્ટીકરથી હત્યાનો ભેદ ઉકેલવામાં મદદ મળી હતી. આધેડની લાશની ઓળખ કરવા માટે પોલીસ મથી રહી હતી. આ દરમિયાન પોલીસને એક બાદ એક કડીઓ હાથ લાગતા આખરે રસ્તો પ્રેમિકાના ઘરના દરવાજે લઈ ગયો હતો.

Ahmedabad: હત્યારી પ્રેમિકા! 20 વર્ષથી પ્રેમ કરતા આધેડને મહિલાએ પતિની મદદ લઈને ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યો
ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યો
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 03, 2023 | 8:48 PM
Share

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં એક પ્રેમકહાનીનો અંત પ્રેમિકાએ હત્યા કરીને લાવી દીધો હતો. શરુઆતમાં તો એક આધેડની લાશ મળવાને લઈ હત્યારાને શોધી રહી હતી, આ દરમિયાન પોલીસને ટેલરના એક સ્ટીકરથી હત્યાનો ભેદ ઉકેલવામાં મદદ મળી હતી. આધેડની લાશની ઓળખ કરવા માટે પોલીસ મથી રહી હતી. આ દરમિયાન પોલીસને એક બાદ એક કડીઓ હાથ લાગતા આખરે રસ્તો પ્રેમિકાના ઘરના દરવાજે લઈ ગયો હતો.

આ પણ વાંચોઃ Amul ના નામે અંબાજી મંદિર પ્રસાદ માટે નકલી ઘી સપ્લાયનો મામલો, સાબરડેરીના અધિકારીએ કર્યો મોટો ખુલાસો

એક એવી હત્યા કે જેમાં એક મિનિટના પણ વિચાર કર્યા વગર 20 વર્ષના પ્રેમને બરબાદ કરી નાખ્યો. 20 વર્ષથી જે પ્રેમી એક પરણિત પ્રેમિકાના પ્રેમમાં હતો, એ જ પ્રેમિકાએ આ પ્રેમ અને પ્રેમીનું કાસળ કાઢી નાખ્યું. જોકે આ હત્યાનો ભેદ ઉકેળવો પોલીસ માટે પણ અઘરો હતો. પરંતુ એક એવી કડી મળી કે જેનાથી ગણતરીની કલાકોમાં જ પોલીસે પણ હત્યાનો ભેદ ઉકેલી હતિયારાઓને શોધી કાઢ્યા.

કોથળામાંથી મળ્યો હતો મૃતદેહ

શહેરના પૂર્વ વિસ્તારમાં વટવા GIDC પાસે ત્રિકમપુરા પાટીયા પાસે બે દિવસ પહેલા કોથળા માંથી એક પુરુષનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે થોડા સમય માટે પુરુષની ઓળખ નહીં થતાં પોલીસને પણ આ હત્યાનો ભેદ ઉકેલવો અઘરો માલુમ પડતો હતો. પોલીસે આ પુરુષની ઓળખ કરવા માટે કવાયત હાથ ધરી હતી જેમાં એક ટ્રેલર નાં સ્ટીકર પરથી પોલીસને માલુમ પડ્યું કે મૃતકનું નામ હરજીભાઈ રબારી છે અને તેની ઉમર 47 વર્ષની છે.

પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ કરતા પોલીસના હાથે એક CCTV ફૂટેજ સામે આવ્યું હતું. આ CCTV ફૂટેજમાં બાઈક પર એક વ્યક્તિ આગળ કોથળો રાખી જઈ રહ્યો હતો. જે બાઈક પરત આવતા આ કોથળો ત્યાં હતો નહીં જેને લઈને પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી અને બાઈકનાં નંબરને આધારે પોલીસ જશોદાનગર વિસ્તારમાં રહેતા ભીમભાઇ રબારીના ઘરે પહોંચી હતી.

હત્યાર કરવાનુ કારણ ચોંકાવનારુ

પોલીસે બાઈકનાં નંબર પરથી જે ઘર પર પહોંચી ત્યાં રહેતા ભીમભાઈ અને તેના પત્નીની પૂછપરછ કરતા ચોકાવનારી હકીકતો સામે આવી હતી. મૃતક હરજીભાઈ રબારી અને ભીમભાઇ તથા તેના પત્ની નાનીબેન કુટુંબમાં સંબધ ધરાવતા હતા. જેને કારણે મૃતક હરજીભાઈ અને ભીમભાઇનાં પત્ની વચ્ચે પ્રેમ સબંધ બંધાયા હતા. બંને વચ્ચે છેલ્લા 20 વર્ષથી પ્રેમ સબંધ હતો. જોકે 20 વર્ષથી પ્રેમ સંબંધ હોવાના કારણે હરજીભાઈ અશ્લીલ માંગણીઓ કરતા હતા. મહિલા ઇન્કાર કરે તો તેને માનસિક ત્રાસ આપતો હતો.

જેથી પ્રેમિકા મહિલાએ હરજીભાઈનો કાંટો કાઢી નાખવાનું ષડયંત્ર રચ્યું અને આ ષડયંત્રને લઈને મહિલાએ પ્રેમી હરજીને મીઠી વાતો કરી ઘરે બોલાવી પતિની મદદથી તેનું ગળું દબાવી હત્યા કરી. હત્યા બાદ હરજીભાઈના મૃતદેહને કોથળામાં ભરીને ત્રિકમપુરા પાટિયા નજીક કોથળો એક્ટિવા પર લઈ જઈને ફેંકી દીધો. વીસ વર્ષનો પ્રેમ અને તેમાં અશ્લીલ માંગણીઓ જેમાં પ્રેમિકા તાબે થઈ નહિ અને આખરે પ્રેમિકાએ તેના જ પતિ સાથે મળી પ્રેમીની કરી નાખી હત્યા. પોલીસે તો હાલ હત્યાનો કેસ ઉકેલી દંપતીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર હત્યા કેસમાં ફક્ત દંપતીની જ સંડોવણી છે કે, અન્ય કોઇ વ્યક્તિની પણ સંડોવણી છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">