Ahmedabad: સોફ્ટવેર કંપનીના પૂર્વ કર્મચારીની કરતુત, કંપનીનો સોર્સ કોડ ચોરી લઈ ડેટાનો ઉપયોગ કરી કંપનીને પહોંચાડ્યુ આર્થિક નુકસાન

|

Sep 19, 2022 | 8:11 PM

Ahmedabad: શહેરમાં એક સોફ્ટવેર કંપનીના પૂર્વ કર્મચારીએ તેની પૂર્વ કંપનીનો સોર્સ કોડ ચોરી લઈ ડેટાનો દુરુપયોગ કરી કંપનીને આર્થિક નુકસાન પહોંચાડ્યુ છે. સાયબર ક્રાઈમે આ ભેજાબાઝની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad: સોફ્ટવેર કંપનીના પૂર્વ કર્મચારીની કરતુત, કંપનીનો સોર્સ કોડ ચોરી લઈ ડેટાનો ઉપયોગ કરી કંપનીને પહોંચાડ્યુ આર્થિક નુકસાન
છેતરપિંડી કરનાર આરોપી

Follow us on

અમદાવાદ (Ahmedabad)માં એક સોફ્ટવેર કંપનીના પૂર્વ કર્મચારીએ કંપની સાથે જ ઠગાઈ કરી છે. પૂર્વ એમ્પલોઈએ સૌપ્રથમ તો કંપનીના સોર્સ કોડની ચોરી કરી લઈ ડેટા મેળવી લીધો. ત્યારબાદ એ ડેટાનો ઉપયોગ કરી કંપનીને મોટુ આર્થિક નુકસાન પહોંચાડ્યુ છે. આ છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઈમે (Cyber Crime) કોમ્પ્યુટર એન્જનિયર એવા પૂર્વ કર્મચારી (Employee)ની ધરપકડ કરી છે. છેતરપિંડી કરનાર આરોપી જિજ્ઞેશ જૈન અગાઉ સોફ્ટવેર કંપનીમાં ટેકનિકલ સ્ટાફ તરીકે કામ કરતો હતો. આથી તેની પાસે કંપનીનું સ્ટેટિક આઈપી એડ્રેસ અને પાસવર્ડ તેની પાસે હતો. જેનું એક્સેસ લઈ તેનો સોર્સકોડ કોપી કરી આખુને આખુ સોફ્ટવેર બીજી ડિઝાઈન કરીને માર્કેટમાં વેચી દીધું હતું. આ સમગ્ર કેસમાં ડેટા થ્રેટના ગુનામાં જિજ્ઞેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે.

કંપનીના સોફ્ટવેરની ચોરી કરી બીજી ડિઝાઈન સાથે વેચી માર્યુ

ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે અમદાવાદની મલ્ટી ટ્રેડ સોફ્ટટેક પ્રાઈવેટ લિમિટેડ નામની સોફ્ટવેર કંપનીની પ્રોડક્ટ Atins જેવી દેખાતી અને તેના જેવા જ ફંકશન ધરાવતી મની ટ્રેડર્સ, આઈ ટ્રેડર તથા કોસ્મિક પ્રોડક્ટ નામથી નવી પ્રોડક્ટ માર્કેટમાં લાવીને આ પ્રોડક્ટની સર્વિસીસ આપી મલ્ટી ટ્રેડ સોફ્ટટેક આર્થિક નુકસાન પહોંચાડી છેતરપિંડી આચરી હતી. જેની ફરિયાદ ક્રાઈમમાં નોંધાતા ટેકનીકલ એનાલિસિસની મદદથી આરોપી જીગ્નેશ જૈનની ધરપકડ કરવામાં આવી.

પૂર્વ કર્મચારીએ કંપનીના આઈપી એડ્રેસ અને પાસવર્ડ દ્વારા કરી ડેટાની ચોરી

પકડાયેલા આરોપીએ રાજસ્થાનમાં કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે અને ટેકનિકલ ક્ષેત્રમાં નિષ્ણાંત છે. આરોપી અગાઉ 2014માં મલ્ટી ટ્રેડ સોફ્ટવેર કંપનીમાં જ નોકરી કરતો હતો. આરોપી પાસે આ સોફ્ટવેર કંપનીના સ્ટેટીક આઈપીના રીમોટનો એક્સેસ તેમજ આઈડી પાસવર્ડ હતો. વર્ષ 2021માં આરોપીએ નોકરી છોડીને કંપનીના સર્વર એક્સેસ કરીને કંપનીના ડેટાની ચોરી કરી હતી. આરોપીએ સોર્સકોર્ડનો પોતાની આઈકોનિક સોફટવેર કંપનીમાં ઉપયોગ કરીને મની ટ્રેડર્સ, આઈ ટ્રેડર્સ તથા કોસ્મિક જેવા અલગ અલગ નામથી પ્રોડક્ટ બનાવીને કસ્ટમરને સર્વિસિસ આપી મલ્ટી ટ્રેડ સોફ્ટવેર પ્રાઈવેટ લિમિટેડ કંપની સાથે છેતરપિંડી કરી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આરોપીએ ઓછા સમયમાં પૈસા કમાવાની લાલચ પોતાની જ પૂર્વ કંપની સાથે ડેટા ચોરી કરીને છેતરપિંડી આચરી છે. હાલમાં આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી મોબાઈલ કોમ્પ્યુટર સીપીયુ તથા સર્વર મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. આ આરોપી સાથે આ ગુનામાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આરોપીએ કંપનીનો સોફ્ટવેર કેટલા લોકોને વેચ્યુ છે. એ ખરીદનારાઓએ અન્ય કોઈને વેચ્યુ છે કે કેમ તે તમામ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.

Next Article