Ahmedabad : માધવપુરામાં TRB જવાનના નકલી આઈકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, 2000 થી વધુ કાર્ડ બનાવ્યા

માધવપુરા પોલીસે આઈકાર્ડ કોંભાંડમા આરોપીએ કોને કોને આઈકાર્ડ બનાવીને આપ્યા છે તે મુદ્દે તપાસ શરૂ કરી છે.TRB જવાનના આઈકાર્ડ કૌભાંડમા માધવપુરા પોલીસે કોમ્પ્યુટર અને પ્રિન્ટર જપ્ત કર્યુ છે.. અમદાવાદ શહેરમા 2300 જેટલા TRB જવાન ફરજ બજાવે છે.

Ahmedabad : માધવપુરામાં TRB જવાનના નકલી આઈકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, 2000 થી વધુ કાર્ડ બનાવ્યા
Ahmedabad Fake ID Card Scam
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: May 05, 2023 | 10:58 PM

અમદાવાદમાં (Ahmedabad) TRB જવાનના ( TRB Jawan)  નકલી આઈકાર્ડ(Fake ID Card)  બનાવવાના કેસમાં પોલીસે આઈકાર્ડ બનાવનાર પ્રિંટીંગ પ્રેસના માલિકની ધરપકડ કરી છે. જેમાં અત્યાર સુધી 2000થી વધુ TRB જવાનને આઈકાર્ડ બનાવી આપ્યા હોવાનો ખુલાસો થયો છે. ગેરકાયદે આઈકાર્ડ બનાવવાના રેકેટ કેસમાં પોલીસે ડેટા મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.પોલીસે ધરપકડ કરેલ આરોપી રિતેશ સોલંકીએ માધવપુરામાં માનવ પ્રિન્ટ નામથી પ્રિન્ટિંગ પ્રેસમાં TRB જવાનના નકલી આઈકાર્ડ બનાવ્યા હતા.. TRB જવાનને સરકાર કે ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ આઈ કાર્ડ ઇસ્યુ કર્યા નથી અને આઈકાર્ડ બનાવવાની કોઈ મંજૂરી પણ નથી.

આરોપીએ 2000થી વધુ TRB જવાનને આઈકાર્ડ બનાવીને આપ્યા

તેમ છતાં આરોપી રિતેશ સોલંકીએ TRB જવાન વિશાલ પટણીનું આઈકાર્ડ બનાવ્યું. TRB જવાન મોટેરા આઇપીએલ મેચ જોવા TRB ના આઈકાર્ડથી એન્ટ્રી કરી ત્યારે ટ્રાફિકના ઉચ્ચ અધિકારીના ધ્યાનમાં આવ્યું હતું અને આઈકાર્ડની તપાસ દરમ્યાન ગેરકાયદે નકલી આઈકાર્ડ બનાવવાનું રેકેટ ઝડપાયું. આ આરોપીએ 2000થી વધુ TRB જવાનને આઈકાર્ડ બનાવીને આપ્યા છે. માધવપુરા પોલીસે નકલી આઈકાર્ડ બનાવવાના કૌભાંડમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

કોમ્પુયટર પર આઈકાર્ડ બનાવીને તેની કલર પ્રિન્ટ કાઢીને લેમીનેશન કરતો

પોલીસ તપાસમા સામે આવ્યુ કે આરોપી રિતેષ સોલંકી પ્રિન્ટીંગ પ્રેસમા લગ્નની કંકોત્રી છાપતો હતો. 2019મા પોતાના મિત્રનો ભાઈ લલીત પરમાર ટ્રાફિક બ્રિગેડ વિભાગમા જોડાયો હતો.. ત્યારે તેના નિમણુક પત્રના આધારે TRBનુ આઈકાર્ડ તૈયાર કર્યુ હતુ. રૂ 20થી આઈકાર્ડ બનાવવાની શરૂઆત કર્યા બાદ અત્યારે 70થી 100 રૂપિયામા આઈકાર્ડ બનાવે છે. આઈકાર્ડ પર ડમી સહિઓ અને ટ્રાફિક બ્રિગેડના સિમ્બોલનો ઉપયોગ કરવામા આવી છે. કોમ્પુયટર પર આઈકાર્ડ બનાવીને તેની કલર પ્રિન્ટ કાઢીને લેમીનેશન કરીને TRB જવાનને આપવામા આવે છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

આઈકાર્ડ કૌભાંડમા માધવપુરા પોલીસે કોમ્પ્યુટર અને પ્રિન્ટર જપ્ત કર્યુ

માધવપુરા પોલીસે આઈકાર્ડ કોંભાંડમા આરોપીએ કોને કોને આઈકાર્ડ બનાવીને આપ્યા છે તે મુદ્દે તપાસ શરૂ કરી છે.TRB જવાનના આઈકાર્ડ કૌભાંડમા માધવપુરા પોલીસે કોમ્પ્યુટર અને પ્રિન્ટર જપ્ત કર્યુ છે.. અમદાવાદ શહેરમા 2300 જેટલા TRB જવાન ફરજ બજાવે છે. જેમાથી 2000થી વધુ જવાનોએ આઈકાર્ડ બનાવ્યા છે. દેખાદેખીમા બનાવેલા આઈકાર્ડનો જવાનો દ્રારા જો કોઈ દૂર ઉપયોગ કરવામા આવ્યો હશે તો તેમની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામા આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">