અમદાવાદનાં આંગણે રચાશે ઈતિહાસ, એક સાથે 72 મુમુક્ષુરત્નોની નીકળશે શાહી વર્ષીદાન યાત્રા

આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા અમદાવાદ શહેરના જૈન સમાજના લોકો જ નહીં, સમ્રગ હિંદુ સમાજના લોકો ઉત્સુક્તાથી પ્રતીક્ષા કરી રહ્યા છે.

અમદાવાદનાં આંગણે રચાશે ઈતિહાસ, એક સાથે 72 મુમુક્ષુરત્નોની નીકળશે શાહી વર્ષીદાન યાત્રા
Ahmedabad :72 devotees will take sannyas diksha simultaneously according to Jain tradition

AHMEDABAD : અમદાવાદ શહેરમાં વૈરાગ્યના રંગોનો ઉત્સવ આવ્યો છે. વાત છે જૈન સમાજના દીક્ષા સમારોહની. અમદાવાદ શહેરમાં 24 ઓક્ટોબરે એક ઐતિહાસિક ઘટના બનવાની છે. એ ઘટના એટલે 72
દીક્ષાર્થીઓની વર્ષીદાન યાત્રાના સાક્ષી બનવાની. આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા અમદાવાદ શહેરના જૈન સમાજના લોકો જ નહીં, સમ્રગ હિંદુ સમાજના લોકો ઉત્સુક્તાથી પ્રતીક્ષા કરી રહ્યા છે.

સુરતમાં આગામી મહિને 29 નવેમ્બરે એક જ મંડપમાં 72 દીક્ષાર્થીઓ ભૌતિક સુખનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરશે. લાખો ભાવિકોની આતુરતાપૂર્વકની પ્રતિક્ષા વચ્ચે 72 મુમુક્ષુ આત્માઓ રંગીન વસ્ત્રો ત્યજીને, મુંડિત મસ્તકે, પ્રભુનો વેશ ધારણ કરીને ગુરૂ મુખેથી દીક્ષાના દાન ગ્રહણ કરશે. વેશ પરિવર્તન કરીને વધારેલાં મુમુક્ષુ આત્માઓને દીક્ષા વિધિ કરાવવામાં આવશે.

આ કાર્યક્રમ પૂજ્ય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય યોગતિલક સૂરિશ્વરજી મહારાજ, પૂજ્ય તપોરત્નસૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા સમારોહ યોજાવાનો છે. આ દીક્ષા કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદમાં 24 ઓક્ટોબરે ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળશે.

આ યાત્રા સુમતિનાથ જિનાલાયથી ઋજુવાલિકા ફ્લેટથી સત્યવાદી સોસાયટી થઇ પંચશીલ રેસીડેન્સી પહોંચશે. અહીંથી તલાવડી થઇ નારણપુરા રેલવે ક્રોસિંગ થઇને ડી.કે.પટેલ હોલ સુધી યોજાશે. 27 ઓક્ટોબરે પણ આ તમામ દીક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો હિંમતનગર શહેરમાં યોજાશે. આ કાર્યક્રમના ભાગરૂપે મુમુક્ષોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મળીને આમંત્રણ પાઠવ્યું હતું.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati