AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં સપ્તાહમાં 4 હત્યા, મારી દીકરી ચોર સાથે નહિ રહે, બસ આટલી વાત લાગી આવતા જમાઈએ કરી સાસુની હત્યા

ગઇકાલે રાતના સમયે દીપુ શ્રધ્ધાના ઘરે ગયો હતો અને બહારથી શ્રધ્ધાને મારી સાથે મોકલો તેવી બૂમો પડતો હતો. બૂમો સાંભળી શ્રધ્ધા સહિત તેના માતા, પિતા અને અન્ય પરિવારના સભ્યો નીચે દોડી આવ્યા હતા જ્યારે દીપુએ શ્રધ્ધાના માતા પિતા પર છરી વડે હુમલો કર્યો હતો.

અમદાવાદમાં સપ્તાહમાં 4 હત્યા, મારી દીકરી ચોર સાથે નહિ રહે, બસ આટલી વાત લાગી આવતા જમાઈએ કરી સાસુની હત્યા
બાપુનગર પોલીસ હત્યારા જમાઈની ધરપકડ કરી છે.
Harin Matravadia
| Edited By: | Updated on: Mar 21, 2022 | 2:40 PM
Share

હંમેશા દોડતું અમદાવાદ (Ahmedabad) જાણે કે ગુનાઓનું શહેર બની ગયું હોય તેમ એક બાદ એક હત્યા (murder) ના બનાવી સામે આવી રહ્યા છે. પહેલા ગાયકવાડી, બાદમાં રખિયાલ અને ચાંદખેડા બાદ હવે બાપુનગર ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. બાપુનગરમાં જમાઈએ સાસુની હત્યા કરી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં જમાઈ (son-in-law) એ જ સાસુ અને સસરા સાથે ઝઘડો કરી બાદમાં સાસુની હત્યા કરી હોવાનું સામે આવતા બાપુનગર પોલીસ (Police) હત્યારા જમાઈ ની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપી દીપુ અગાઉ ઓઢવ અને શહેરકોટડા વિસ્તારમાં વાહનચોરી સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આ અગાઉ પણ દીપુએ પોતાના જ પરિવાર પર પોલીસ મથકમાં આક્ષેપો કર્યા હતા તેમજ દવા પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.

સમગ્ર બનાવની હકીકત એવી છે કે બાપુ નગર વિસ્તારમાં આવેલી વિષ્ણુ ની ચાલીમાં રહેતી શ્રધ્ધા નામની યુવતી સાથે આરોપી દીપુ એ લગ્ન કર્યા હતા. જોકે દીપુ અગાઉ ચોરી કરતો હતો તેમજ શ્રધ્ધા ઉપરાંત બે વર્ષ અગાઉ દિપુએ અન્ય યુવતી સાથે પણ લગ્ન કર્યા હતા અને તેની સાથે પણ દીપુ રહેતો હતો જેને કારણે જ શ્રધ્ધા દીપુનું ઘર છોડી ફરીથી તેના પિતાના ઘરે રહેવા આવી ગઇ હતી. દીપુ શ્રધ્ધાને મનાવવા અવાર નવાર તેના ઘરે જતો હતો.

જોકે ફરી એક વખત દીપુ શ્રધ્ધાના ઘરે તેને લેવા ગયો ત્યારે શ્રધ્ધાના પિતાએ દીપુને કહ્યું કે મારી છોકરી કોઈ ચોર સાથે નહિ રહે. બસ આજ વાત દીપુને લાગી આવી હતી અને ગઇકાલે રાતના સમયે દીપુ શ્રધ્ધાના ઘરે ગયો હતો અને બહારથી શ્રધ્ધાને મારી સાથે મોકલો તેવી બૂમો પડતો હતો. બૂમો સાંભળી શ્રધ્ધા સહિત તેના માતા, પિતા અને અન્ય પરિવારના સભ્યો નીચે દોડી આવ્યા હતા જ્યારે દીપુએ શ્રધ્ધાના માતા પિતા પર હુમલો કર્યો હતો. જે દરમ્યાન શ્રધ્ધાના પિતા બૂમાબૂમ કરતા દીપુ છરી મૂકી નાસી ગયો હતો. હુમલામાં શ્રધ્ધાના માતાને છરીઓ લાગતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ લો બોલો, બનાસકાંઠામાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરનારના ઘરેથી જ દારૂ પકડાયો

આ પણ વાંચોઃ Ahmedabad : PM મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં છારોડીના સ્વામી નારાયણ ગુરૂકૂળ ખાતે ધર્મજીવન ગાથા ગ્રંથનું વિમોચન

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">