Ahmedabad: LRDના 20 ટકા વેઈટિંગ લિસ્ટના ઉમેદવારોએ માગ્યો કોંગ્રેસનો સાથ, જેનીબેન ઠૂમ્મરે લડતને આપ્યો ટેકો

એપ્રિલ 2022માં ગૃહ રાજયમંત્રીએ વિડીયો કોન્ફરન્સથી LRD વર્ષ-2018-19 ના 20 ટકા વેઇટીંગ લિસ્ટની જાહેરાત કરવામાં આવી જેમાં 1112 મહિલા ઉમેદવાર અને 1327 પુરૂષ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ.

Ahmedabad: LRDના 20 ટકા વેઈટિંગ લિસ્ટના ઉમેદવારોએ માગ્યો કોંગ્રેસનો સાથ, જેનીબેન ઠૂમ્મરે લડતને આપ્યો ટેકો
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 01, 2023 | 4:10 PM

Ahmedabad : 2018-19માં લેવાયેલ LRD ભરતીમાં (LRD recruitment) 20 ટકા વેઈટિંગ લિસ્ટ (Waiting list) ઉમેદવારોએ આંદોલનને વધારે ઉગ્ર કરતા કોંગ્રેસ (Congress) પક્ષને પોતાની રજુઆત કરી લડતમાં સમર્થન માંગ્યું છે. LRD 20 ટકા વેઈટિંગ ઉમેદવારોનો દાવો છે કે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ બાંહેધરી આપ્યા બાદ વેઇટિંગ લિસ્ટ જાહેર કરી હજી સુધી નોકરી નથી આપી અને હવે નવી ભરતી યોજાવા જઈ રહી છે.

આ પણ વાંચો- Tender Today : CCTV સર્વેલન્સ સિસ્ટમ પ્રોવાઇડ અને ઇન્સ્ટોલેશન, ફાયર સેફ્ટી અરેન્જમેન્ટ સહિતના કામ માટે ટેન્ડર જાહેર

કુલ 9713 જગ્યાઓ ભરવા માટેની જાહેરાત હતી

લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 2018માં લોકરક્ષકની 6189 જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા બીજી 3534 જગ્યાઓ વધારી 9713 જગ્યાઓ ભરવા માટે સરકારી પરીપત્ર અને નોટીફિકેશન મુજબ મહિલા 33 ટકા એટલે કે 1163 જગ્યાઓ અને પુરુષો 67 ટકા એટલે કે 2361 જગ્યાઓ કરી કુલ 9713 જગ્યાઓ ભરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આંદોલનને પુનઃ સક્રિય કરવામાં આવ્યું

ત્યારબાદ પરિણામો જાહેર થયા અને એપ્રિલ 2022માં ગૃહ રાજયમંત્રીએ વિડીયો કોન્ફરન્સથી LRD વર્ષ-2018-19 ના 20 ટકા વેઇટીંગ લિસ્ટની જાહેરાત કરવામાં આવી જેમાં 1112 મહિલા ઉમેદવાર અને 1327 પુરૂષ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ અને તેમના ડોકયુમેન્ટ વેરીફિકેશન કરી નોકરી પર બોલાવવાનો વાયદો કરાયો હતો. વારંવારની રજૂઆતો બાદ પણ નોકરી ના અપાતા હવે આંદોલનને પુનઃ સક્રિય કરવામાં આવ્યું છે અને વેઇટિંગ લિસ્ટના ઉમેવારોએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે પહોંચી પોતાની રજુઆત કરી હતી. કોંગ્રેસ પક્ષ LRD આંદોલનને સમર્થન આપે એવી માગ કરતા મહિલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જેનીબેન ઠૂમ્મરે LRD ઉમેદવારોની લડતને ટેકો આપ્યો છે.

સરકારે વિધાનસભા ચૂંટણી પૂર્વે ખોટો વાયદો આપ્યો હતો:શક્તિસિંહ

LRD ઉમેદવારોની લડત અંગે વાત કરતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે વિધાનસભા ચૂંટણી આવતી હતી એટલે સરકાર ઉમેદવારોના ડોક્યુમેન્ટ લઈ નોકરી આપવાનો વાયદો કર્યો હતો. ચૂંટણી બાદ હવે સરકાર કહે છે કે તું કોણ ને હું કોણ? LRD ની એક મહિલા ઉમેદવાર આત્મહત્યા કરવાના હતા એની મને જાણ થતાં મેં એમની સાથે ટેલિફોનિક વાત કરી આશ્વાસન આપ્યું કે અમૂલ્ય જીવન જીવવા માટે છે. તમારા સંઘર્ષમાં કોંગ્રેસ તમારી સાથે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">