Ahmedabad: ઓર્કિડ ગ્રીનમાં લાગેલી આગમાં 1 કિશોરીનું મોત અને ઘર બળીને ખાખ, ગેસ ગીઝર ફાટવાથી આગ લાગી હોવાની શક્યતા!

|

Jan 07, 2023 | 12:35 PM

ગેસ ગીઝર ફાટવાના કારણે આ આગ લાગી હોવાની શક્યતા છે, જોકે ફાયરના જવાનોએ શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ આપ્યું છે. ફાયરના જવાનો પ્રમાણે, ફ્લેટમાં ફર્નિચર વધારે હોવાના કારણે આગ જલ્દી પ્રસરી હતી.પરિવારના ચાર સભ્યો પોતાની જાતે જ બહાર આવી ગયા હતા, પરંતુ પ્રાંજલ બેડરૂમમાં ફસાઈ ગઈ હતી.

Ahmedabad: ઓર્કિડ ગ્રીનમાં લાગેલી આગમાં 1 કિશોરીનું મોત અને ઘર બળીને ખાખ, ગેસ ગીઝર ફાટવાથી આગ લાગી હોવાની શક્યતા!
Ahmedabad fire

Follow us on

શાહીબાગ વિસ્તારના ઓર્કિડ ગ્રીન બિલ્ડિંગના  સાતમા માળે આગ  લાગી હતી.  હાલમાં  તો આ આગ  કાબૂમાં આવી  ગઈ છે.  આગમાં ફસાયેલા તમામને  બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે એક કિશોરીનું આ ઘટનામાં મોત થયું છે. આગ લાગતા કિશોરી  બેડરૂમમાં ફસાઈ  ગઈ હતી. શાહીબાગ વિસ્તારના ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં આગ લાગી હતી.  હાલમાં આ આગ  કાબૂમાં આવી  ગઈ છે.   આગમાં ફસાયેલા તમામને  બહાર કાઢવામાં આવ્યા હતા.  જોકે આ  ઘટનામાં સારવાર માટે મોકલવામાં આવેલી એક કિશોરીનું મોત થયું હતું.આ   ઘટનામાં  શરૂઆતમાં 2 ભાઈ ફસાયા હતા , આગ ઓલવવા માટે ફાયરની  કુલ 15 ગાડીઓ તેમજ ટીમ સાથે અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા  હતા.

ઘર આગમાં બળીને ખાખ થઈ ગયું

ઓર્કિડ ગ્રીન બિલ્ડિંગના સાતમા માળે આવેલા ફ્લેટમાં સવારે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.. ફાયરના જવાનો તાત્કાલિક આઠમા માળે પહોંચ્યા હતા અને ત્યાંથી દોરડું બાધીને બે જવાનો દોરડા વડે સાતમા માળે પહોંચ્યા હતા. જ્યાં બેડરૂમમાં ફસાયેલી પ્રાંજલ જીરાવાલા નામની કિશોરીને ફાયરના જવાનોએ જીવના જોખમે બહાર કાઢી હતી. કિશોરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ ગંભીર રીતે દાઝી ગયેલી કિશોરીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું અને બચાવકાર્યની સાથે-સાથે ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી,  પરંતુ ઘર બળીને ખાખ થઈ ગયું હતું.

ગેસ ગીઝર ફાટવાના કારણે આ આગ લાગી હોવાની શક્યતા છે, જોકે ફાયરના જવાનોએ શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ આપ્યું છે. ફાયરના જવાનો પ્રમાણે, ફ્લેટમાં ફર્નિચર વધારે હોવાના કારણે આગ જલ્દી પ્રસરી હતી.પરિવારના ચાર સભ્યો પોતાની જાતે જ બહાર આવી ગયા હતા, પરંતુ પ્રાંજલ બેડરૂમમાં ફસાઈ ગઈ હતી. તેણે  બચવા માટે ચીસો પાડી રહી હતી. તેની ચીચીયારીઓથી આખો ફ્લેટ ગુંજી ઉઠ્યો હતો,  પરંતુ જ્યારે તેને બહાર કાઢવામાં આવી ત્યારે તે ખૂબ દાઝી ગઈ હતી. ઘટનાને પગલે ફ્લેટમાં રહેતા લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. ફ્લેટના ઉપરના માળ અને નીચેના માળના લોકોને પણ નીચે ઉતારી દેવાયા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જો તમે ફ્લેટમાં રહેતા હોવ અને ગેસ ગીઝરનો ઉપયોગ કરતા હોવ તો આ ઘટના તમારા માટે ચેતવણીરૂપ છે, કારણ કે ગેસ ગીઝર ફાટવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગેસ ગીઝરમાં જો સાવચેતી રાખવામાં ન આવે તો પરિવાર મોટી દુર્ઘટનાનો શિકાર બની શકે છે. જો ગેસ લીકેજ થતો હોય, ગીઝરમાં કોઈ ટેક્નિકલ ખામી હોય કે પછી લાંબા સમયથી સર્વિસ ન કરાવી હોય તો ગેસ ગીઝર ફાટી શકે છે..જેથી સમયાંતરે સર્વિસ કરાવવી જરૂરી છે.

Next Article