NTPCની પરીક્ષાના ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ટ્રેનોમાં વધારાના સ્લીપર કોચ ઉમેરશે

|

Jun 11, 2022 | 5:22 PM

આ પરીક્ષા વિશેષ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડાવવામાં આવશે. જનરલ કોચ માટે પણ અનરિઝર્વ્ડ ટિકિટ આપવામાં આવશે, જેનું ભાડું મેલ/એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ જેટલું હશે.

NTPCની પરીક્ષાના ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ટ્રેનોમાં વધારાના સ્લીપર કોચ ઉમેરશે
ટ્રેનોમાં ઉમેરાશે 20 વધારાના કોચ

Follow us on

પશ્ચિમ રેલવે (Western Railway) નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી NTPCની પરીક્ષા (Exam) માં સામેલ થનારા ઉમેદવારો (candidates) ની સુવિધા માટે પશ્ચિમ રેલવે કેટલીક ટ્રેનોમાં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરશે. આ ઉપરાંત NTPCના દ્વિતીય સ્તરના પરીક્ષાર્થીઓની સુવિધા માટે અમદાવાદથી ઈન્દોર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત માટે “પરીક્ષા સ્પેશિયલ” ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ (Ahmedabad) ના મંડળ રેલવે પ્રવક્તાએ વિશેષ ટ્રેનોની માહિતી આપતા જણાવ્યું હતું કે આ પરીક્ષા વિશેષ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડાવવામાં આવશે. જનરલ કોચ માટે પણ અનરિઝર્વ્ડ ટિકિટ આપવામાં આવશે, જેનું ભાડું મેલ/એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ જેટલું હશે.

નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ના દ્વિતીય ચરણની પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક ટ્રેનોમાં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ મંડળ રેલવે પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

પશ્ચિમ રેલવે નીચેની ટ્રેનોમાં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરશે

  1.  14મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 22957,  અમદાવાદ વેરાવળમાં બે સ્લીપર કોચ
  2. 17મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 22957,  અમદાવાદ વેરાવળમાં ચાર સ્લીપર કોચ
  3. શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
    આજનું રાશિફળ તારીખ : 05-05-2024
    આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
    મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
    20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
    ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
  4. 14મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 22958, વેરાવળ- અમદાવાદમાં બે સ્લીપર કોચ
  5. 15મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 22958, વેરાવળ- અમદાવાદ માં ચાર સ્લીપર કોચ
  6. 13મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 22923, બાંદ્રા ટર્મિનસ-જામનગરમાં બે સ્લીપર કોચ
  7. 14મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 22924, જામનગર-બાંદ્રા ટર્મિનસમાં બે સ્લીપર કોચ
  8. 13મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 20955 , સુરત-મહુવામાં બે સ્લીપર કોચ
  9. 14મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર  20956 , મહુવા -સુરતમાં બે સ્લીપર કોચ
  10. 14મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 19015, મુંબઈ સેન્ટ્રલ-પોરબંદરમાં બે સ્લીપર કોચ
  11. 17મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 19015, મુંબઈ સેન્ટ્રલ-પોરબંદરમાં ચાર સ્લીપર કોચ
  12. 14મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 19016, પોરબંદર- મુંબઈ સેન્ટ્રલમાં ચાર સ્લીપર કોચ
  13. 15મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 19016, પોરબંદર- મુંબઈ સેન્ટ્રલમાં ચાર સ્લીપર કોચ
  14. 17મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 19016, પોરબંદર- મુંબઈ સેન્ટ્રલમાં બે સ્લીપર કોચ

ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે આ માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in  પર જઈને અવલોકન કરી શકે છે

Published On - 5:20 pm, Sat, 11 June 22

Next Article