અમદાવાદમાં દૂર્ઘટના અંગે જવાબદાર સામે કડક પગલા લેવાની MLA એ આપી ખાતરી, જુઓ VIDEO
આ દૂર્ઘટનામાં (TRAGEDY) સાત મજુરના મોત થયા છે, જ્યારે હજુ પણ એક મજુરની હાલત ગંભીરછે, જેની સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) સારવાર ચાલી રહી છે.
અમદાવાદમાં (Ahmedabad) ભરત ઝવેરી ગ્રુપની કન્ટ્રક્શન સાઈટ (Construction Site) પર દુર્ઘટના ઘટી છે. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી આ નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન એકાએક લિફ્ટ તુટી હતી, જેને કારણે લિફ્ટમાં સવાર આઠ મજુરો (Workers) નીચે પટાકાયા હતા. જેમાં સાત મજુરના મોત થયા છે. જ્યારે હજુ પણ એક મજુરની હાલત ગંભીરછે, જેની સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) સારવાર ચાલી રહી છે. અગાઉ આજ ભાગીદારોની ઝાંસીની રાણી પાસેની સાઈટ પર દુર્ઘટના બની હતી. ત્યારે કન્ટ્રક્શન સાઇટ પર સેફ્ટીને લઈને હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
જે પણ સામેલ હશે તેને બક્ષવામાં નહીં આવે : MLA રાકેશ શાહ
આ ઘટના અંગે અમદાવાદના એલિબ્રિઝ વિસ્તારના ધારાસભ્ય રાકેશ શાહે (MLA Rakesh Shah) જણાવ્યુ કે, આ ઘટના માટે જે પણ જવાબદાર હશે, તેની સામે કાયદેસરની કાર્યવાહી માટે અમે તંત્રને ચોક્કસ આદેશ આપીશુ. આ સાથે તેણે મૃતકોને સહાય મળી શકે તે માટે રજુઆત કરવા પણ જણાવ્યુ છે.
Actions will be taken against all involved in the lift crash mishap: Ellisbridge MLA @rakeshshahMLA#Gujarat #TV9News pic.twitter.com/NO1wk7yzgB
— Tv9 Gujarati (@tv9gujarati) September 14, 2022
એકાએક લિફ્ટ તૂટી પડતા મજૂરો નીચે પટકાયા હતા
કન્ટ્રક્શન સાઇટ પર નિતી-નિયમોને લઈને તેમણે જણાવ્યુ કે, સમયાંતરે બિલ્ડિંગના બાંધકામ દરમિયાન અધિકારીઓ દ્વારા તપાસ પણ કરવામાં આવતી હોય છે.જેથી આ પ્રકારે કોઈ તપાસ થઈ છે કે કેમ તે અંગે પણ યોગ્ય તંત્ર તપાસ કરશે.વધુમાં તેમણે કહ્યું કે, આ એક ગુનાહિત ઘટના ગણી શકાય, આમાં જે પણ સામેલ હશે તેને બક્ષવામાં નહીં આવે.હાલ અધિકારીઓ ઘટનાસ્થળે તપાસ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, એસ્પાયર – 2 નામની બિલ્ડિંગમાં સવારે 9:30 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી. જે સાઈટ પર ઘોઘંબા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા.આ દરમિયાન એકાએક લિફ્ટ તૂટી પડતા નીચે પટકાયા હતા, જેમાં 7 મજૂરોના મોત થયા છે.