AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હી CM અરવિંદ કેજરીવાલ સોમવારે આવશે ગુજરાત, શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધી આપશે ગેરંટી, ટ્વૂીટ કરી આપી જાણકારી

AAP: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. આ વખતે તેઓ રાજ્યવાસીઓને શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધી ગેરંટી આપશે. અરવિંદ કેજરીવીલે ટ્વીટ કરી આ જાણકારી આપી છે.

દિલ્હી CM અરવિંદ કેજરીવાલ સોમવારે આવશે ગુજરાત, શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધી આપશે ગેરંટી, ટ્વૂીટ કરી આપી જાણકારી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 5:19 PM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયા છે, જેમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) પણ તાબડતોબ ગુજરાતમાં એક બાદ એક શહેરોની મુલાકાતે આવી રહ્યા છે. આ જ સિલસિલામાં આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ફરી ગુજરાત (Gujarat) આવશે. કેજરીવાલે ટ્વીટ કરી જાણકારી આપી છે કે સોમવારે તે અને મનિષ સિસોદિયા બે દિવસ માટે ગુજરાત આવશે. આ દરમિયાન તેઓ શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતી ગેરંટી આપશે. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ સારી શાળાઓ, સારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે. દરેકની સારુ શિક્ષણ અને સારી સારવાર વિનામૂલ્યે મળશે. જેનાથી લોકોને રાહત થશે. આ મુલાકાત દરમિયાન તેઓ યુવાનો સાથે પણ સંવાદ કરશે.

સોમવારે કેજરીવાલ અને મનિષ સિસોદિયા આવશે ગુજરાત

ગુજરાતમાં પોતાની રાજકીય જમીન સેટ કરવા અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની તૈયારીઓમાં લાગી ગઈ છે. ગુજરાતના મતદારોને રિઝવવા અને આમ આદમી પાર્ટી એક બાદ એક ગેરન્ટી સ્કીમ આપી રહી છે. આ અગાઉ 4 દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ કચ્છની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન કેજરીવાલે ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિ દયનિય હોવાનું જણાવ્યુ અને ગુજરાતની શાળાઓને પણ દિલ્હીની શાળા જેવી બનાવવા જણાવ્યુ હતુ. સાથોસાથ તેમણે શિક્ષકોને પણ રિઝવવાનો પ્રયાસ કર્યો.

તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેઓ શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની કોઈ કામગીરી નહીં કરાવે. આ અગાઉ તેમણે ગુજરાતના બેરોજગાર યુવાનોને દર મહિને બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમણે ગુજરાતની વર્ષથી મોટી ઉંમરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી હતી. આ વખતે સોમવારે અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવી રહ્યા છે. જેમાં તેઓ શિક્ષણ અને સ્વાસ્થ્યને લઈને ગેરંટી આપશે. આ અંગેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી છે.

Follow Us
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">