Gujarat Assembly Election 2022 : નળ સરોવર રોડ પર વિંછીયા ગામે યોજાયો આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ

આમ આદમી પાર્ટીના(AAP ) લોક સંવાદ દ્વારા ગુજરાતના અનેક લોકો પોતાની સમસ્યાઓને લઈને AAPના નેતા પાસે આવી રહ્યા છે. અને લોકોની આશા બંધાઈ રહી છે. તેમજ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી મોંઘવારીને કારણે દેશની જનતા ખૂબ જ પરેશાન છે. અને મોંઘવારીની અસર દેશમાં દરેક જગ્યાએ જોવા મળી રહી છે.

Gujarat Assembly Election 2022 : નળ સરોવર રોડ પર વિંછીયા ગામે યોજાયો આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ
Nalsarovar Aap Jan Samvad Programme Held
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Apr 26, 2022 | 10:13 PM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓને(Gujarat Assembly Election 2022) લઇને રાજકીય પક્ષોએ રાજકીય ગતિવિધિઓ તેજ કરી છે. જે અંતર્ગત હાલ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાતની 182 વિધાનસભા બેઠક પર હાલ જન સંવાદ(Jan Samvad) કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં આદમી પાર્ટી ગુજરાતના તમામ પ્રદેશના તમામ નેતાઓ, પદાધિકારીઓ, સંગઠન મંત્રીઓની મુખ્ય મહેમાનો તરીકે વિશેષ હાજરી આપી રહ્યા છે. જેમાં નળ સરોવર રોડ પર વિંછીયા ગામે આ જન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ તેમા ઉપસ્થિત સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક લેવલના પ્રશ્નો અને તકલીફોની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

જો કે આ ઉપરાંત અન્ય જનસંવાદ સભામાં લોકો ઉમળકાભેર આવી રહ્યા છે, જેમાં લોકો ભાજપની સરકાર સામે પોતાનો ગુસ્સો અને 27 વર્ષથી વણઉકેલ્યા પ્રશ્નોની રજુઆત કરી રહ્યા છે ને આમ આદમી પાર્ટી એક આશાની નજરથી જોઇ રહી છે. તેમજ આ કાર્યક્રમ 11 મે સુધી ચાલવાનો છે જેમાં ગુજરાતની તમામ વિધાનસભાઓ ને આવરી લેવામાં આવશે. તેમજ તેમાં ખેડૂતો, નોકરીયાત વ્યાવસાયિકો, ઘરની મહિલાઓ, દુકાનદારો અને નાના લોકો પોતાની રજૂઆત કરી રહ્યા છે.

જન સંવાદ કાર્યક્રમમાં લોકો ભારે ઉત્સાહમાં

તાજેતરમાં આમ આદમી પાર્ટીના લોક સંવાદ દ્વારા ગુજરાતના અનેક લોકો પોતાની સમસ્યાઓને લઈને AAPના નેતા પાસે આવી રહ્યા છે. અને લોકોની આશા બંધાઈ રહી છે. તેમજ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી મોંઘવારીને કારણે દેશની જનતા ખૂબ જ પરેશાન છે. અને મોંઘવારીની અસર દેશમાં દરેક જગ્યાએ જોવા મળી રહી છે. કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર આ મુદ્દે વાત કરવા માંગતી નથી તેમ આમ આદમી પાર્ટીના કાર્યકરો જનસંવાદમાં ચર્ચા કરી રહ્યા છે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

આમ આદમી પાર્ટી દ્વારા પહેલીવાર અલગ પ્રકારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે. લોકો જાહેર પ્રવચનમાં તેમની પીડા અથવા તેમની સમસ્યા પણ વ્યક્ત કરી રહ્યા છે.ગુજરાતની ઘણી વિધાનસભાઓમાં જનસંવાદ કાર્યક્રમ દરમિયાન, લોકો મુખ્યત્વે ખાનગી શાળાઓની ફી, કથળતી સરકારી શિક્ષણ વ્યવસ્થા, ભ્રષ્ટાચાર લઈને પરિવર્તનનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે.

આ પણ વાંચો :  Ahmedabad : રમઝાન માસમાં મુસ્લિમ યુવકના અંગદાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

આ પણ વાંચો :  Surat: ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં દોષિત ફેનિલને 5 મેના રોજ સંભળાવવામાં આવશે સજા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">