અમદાવાદની વિદ્યાર્થિનીએ એક સેકન્ડમાં શુદ્ધ પાણી બનાવતું ડિવાઈસ તૈયાર કર્યુ

|

Feb 21, 2022 | 8:05 PM

લિપિ પુજારાએ બનાવેલ મશીનની હાલ તે ટ્રાયલ લઇ રહી છે. તેનો દાવો છે કે તે આગામી 3 થી 4 મહિનામાં આ મશીન બજારમાં મુકશે. જેથી ખાસ ટ્રાવેલિંગ કરતા લોકોને જે જગ્યા પર શુદ્ધ પાણી નથી મળતું તેઓ આ મશીનથી શુદ્ધ પાણી ત્વરિત મેળવી શકશે.

અમદાવાદની વિદ્યાર્થિનીએ એક સેકન્ડમાં શુદ્ધ પાણી બનાવતું ડિવાઈસ તૈયાર કર્યુ
A student from Ahmedabad made a device that makes pure water in one second

Follow us on

અમદાવાદની (Ahmedabad ) એક વિદ્યાર્થિનીએ મેડ ઇન ઇન્ડિયાનું સૂત્ર  સાર્થક કર્યું છે. અને એક એવું મશીન વિકસાવ્યું કે જેની મદદથી લોકો 1 સેકન્ડમાં શુદ્ધ પાણી મેળવી શકશે.

જીહા, વાત સાંભળીને નવાઈ લાગશે કે કોઈ મશીન વગર ઇલેક્ટ્રિક સીટી અને યુવી વગર કેવી રીતે શુદ્ધ પાણી આપી શકશે. પણ આ વાત સાચી છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સીટીમાં (Gujarat University)અભ્યાસ કરતી લિપિ પુજારા (Lipi Pujara)નામની વિદ્યાર્થિનીએ આ શક્ય કરી બતાવ્યું છે. લિપિ પૂજારાનો દાવો છે કે તેણે બનાવેલ મશીનમાં પાંચ મેથડમાંથી પાણી પસાર કરી અશુદ્ધ પાણીને શુદ્ધ કરી શકાય છે. જે મશીનને લિપિ પૂજારાએ ઓર્ગેનિક વોટર પયોરિફાયર (Organic water purifier) નામ આપ્યું છે.

શું છે લિપિ પૂજારાએ બનાવેલ મશીનની ખાસિયત

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

લિપિ પુજારા બાયોકેમેસ્ટ્રી વિભાગમાં phdનો અભ્યાસ કરે છે. જેને દોઢ વર્ષથી રિસર્ચ શરૂ કર્યું. જેમાં લિપીએ દોઢ વર્ષના રિસર્ચમાં કોલસો, પથ્થર, ચારકોલ સહિત વસ્તુનો ઉપયોગ કરી તેમજ બેક્ટેરિયાનો નાશ કરવા માટે એન્ટી માઈક્રોબિયલનો ઉપયોગ કરી વોટર પયોરિફાયર મશીન  બનાવ્યું છે. જેની મદદથી મશીનમાં પાણી નાંખતાની સાથે તરત જ શુદ્ધ પાણી બહાર નીકળે છે. જે મશીન બનાવવાની પ્રેરણા લિપિ પુજારાને તે સતત કરતી ટ્રાવેલિંગ દરમિયાન ઉભી થતી શુદ્ધ પાણીની સમસ્યાને પહોંચી વળવા બનાવ્યાનું જણાવ્યું. જેથી તેને આશા છે કે તેણે બનાવેલ મશીન ટ્રાવેલિંગ દરમિયાન લોકોને શુદ્ધ પાણી પૂરું પાડવામાં કારગર સાબિત થશે.

લિપિ પુજારાએ બનાવેલ મશીનની હાલ તે ટ્રાયલ લઇ રહી છે. તેનો દાવો છે કે તે આગામી 3 થી 4 મહિનામાં આ મશીન બજારમાં મુકશે. જેથી ખાસ ટ્રાવેલિંગ કરતા લોકોને જે જગ્યા પર શુદ્ધ પાણી નથી મળતું તેઓ આ મશીનથી શુદ્ધ પાણી ત્વરિત મેળવી શકશે. અને તે પણ નહિવત ખર્ચ કરીને. અને ખૂબ સરળતાથી. ત્યારે જોવાનું એ રહે છે કે લિપીએ બનાવેલ મશીનને બજારમાં આવવા મંજૂરી ક્યારે મળે છે. અને લોકો તેનો ઉપયોગ ક્યારથી કરતા થશે.

આ પણ વાંચો : Ahmedabad: જીટીયુ દ્વારા માતૃભાષામાં ટેક્નિકલ કોર્ષ શરૂ કરવામાં આવશે, વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ

આ પણ વાંચો : હાર્દિકે સ્વીકાર્યું કે તે કોંગ્રેસના નેતા તરીકે નહીં પણ સામાજિક નેતા તરીકે આંદોલન કરશે

Published On - 8:02 pm, Mon, 21 February 22

Next Article