Ahmedabad: જીટીયુ દ્વારા માતૃભાષામાં ટેક્નિકલ કોર્ષ શરૂ કરવામાં આવશે, વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ

યુનેસ્કો દ્વારા 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવાનું જાહેર કરેલ હોય, આજ રોજ જીટીયુના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Ahmedabad: જીટીયુ દ્વારા માતૃભાષામાં ટેક્નિકલ કોર્ષ શરૂ કરવામાં આવશે, વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ
Ahmedabad: GTU to launch technical courses in mother tongue, World Mother Language Day celebrated
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Feb 21, 2022 | 7:31 PM

Ahmedabad: માતૃભાષાનું ગૌરવ દરેક વિદ્યાર્થીઓ અને નાગરીકોને હોવું જ જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પણ માતૃભાષાને (Mother tongue)પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.ત્યારે આગામી સમયમાં જીટીયુ (GTU) ખાતે પણ અનેક ટેક્નિકલ કોર્ષ (Technical course)માતૃભાષામાં શરૂ કરવામાં આવશે.જીટીયુના કુલપતિ પ્રો.નવીન શેઠ દ્વારા ટેક્નિકલ કોર્ષ પણ માતૃભાષામાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી.

જીટીયુ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રંગોળી , ડિબેટ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જીટીયુ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય તે હેતુસર તમામ પ્રકારના દિવસોની ઉજવણી કરવામાં આવે છે.

યુનેસ્કો દ્વારા 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ (World Mother Language Day)તરીકે ઉજવણી કરવાનું જાહેર કરેલ હોય, આજ રોજ જીટીયુના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , માતૃભાષાનું ગૌરવ દરેક વિદ્યાર્થીઓ અને નાગરીકોને હોવું જ જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પણ માતૃભાષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આગામી સમયમાં જીટીયુ ખાતે પણ અનેક ટેક્નિકલ કોર્ષ માતૃભાષામાં શરૂ કરવામાં આવશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન ખેરે સફળ ઉજવણી બદલ સ્પૉટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહીલને અભિનંદન પાઠવ્યા હતાં.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ પ્રસંગે જીટીયુના સ્ટાફગણ માટે “ આઝાદી કા અમૃત મહોત્સવ ” વિષય પર રંગોળી , “ ભારતીય સંસ્કૃતિને ટકાવવા માતૃભાષામાં શિક્ષણ આવશ્યક છે ” વિષય પર ડિબેટ અને “ હું ગરવો ગુજરાતી ” વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગોળી સ્પર્ધામાં તૃપ્તિ વડાલીયા પ્રથમ સ્થાને , દ્રિતિય ક્રમે જીજ્ઞાશા આચાર્ય તથા સાક્ષી પરમાર અને સુરભી મિસ્ત્રીએ તૃતિય સ્થાન હાંસલ કર્યું હતું. ડિબેટમાં પણ અનુક્રમે પ્રથમ 3 સ્થાને અંકિતા પરમાર , દર્શના ચૌહાણ અને અમિત પારેખ સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે દર્શના ચૌહાણ દ્રિતિય ક્રમે અંકિતા પરમાર અને તૃતિય સ્થાને પ્રો. મહેશ પંચાલ રહ્યા હતાં. આ ઉજવણીમાં જીટીયુનો તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે હર્ષોલ્લાસથી ભાગ લીધો હતો.

આ પણ વાંચો : વડોદરાની નિશાકુમારીએ મધ્ય રાત્રિએ 15 કિલોગ્રામ વજન સાથે કર્યું ગિરનારનું આરોહણ

આ પણ વાંચો : રિયલ એસ્ટેટમાં પણ મળશે સરળ લોન, નાણામંત્રી રિઝર્વ બેંક સાથે કરશે ચર્ચા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">