Railway : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના વટવા ખાતે રનિંગ રૂમમાં રનિંગ સ્ટાફના પરિવારજનો સાથે સેફ્ટી ફેમિલી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મંડળ રેલવે પ્રવક્તા જણાવ્યું હતું કે રેલવેની કામગીરીમાં લોકો પાઇલટ મહત્વની ભૂમિકા ભજવે છે અને તેનો પરિવાર બેવડી ભૂમિકા ભજવે છે. લોકો પાઈલટની સાવચેતી અને સાવચેતીભરી કામગીરીને કારણે ટ્રેનમાં હજારો મુસાફરો નિશ્ચિતપણે આરામ કરે છે અને શાંતિથી ઊંઘે છે.
આ પણ વાંચો : Ahmedabad: ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના, અમદાવાદ ટ્રાફિક JCP એ કહ્યુ-તપાસ પૂર્ણતાના આરે, જુઓ Video3
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મંડળમાં ટ્રેક ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશનનું કામ ચાલી રહ્યું છે અને ટ્રેનોની સ્પીડમાં વધારો થયો છે. જેના કારણે રેલવેની સાથે લોકો પાયલોટની જવાબદારી પણ વધી ગઈ છે.
ટ્રેન ચલાવતી વખતે એકાગ્રતા જાળવવાની સાથે લોકો પાયલોટ અને આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટે તણાવમુક્ત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. રનિંગ સ્ટાફના ટેન્શનને કારણે એકાગ્રતામાં ખલેલ પડવાને કારણે ટ્રેન અકસ્માત અને SPAD (સિગ્નલ પાસિંગ એટ ડેન્જર) થવાની પ્રબળ સંભાવના છે. તેના નિવારણમાં રનિંગ સ્ટાફના પરિવારનું મહત્વપૂર્ણ યોગદાન રહે છે.
આ સેફ્ટી ફેમિલી સેમિનાર દ્વારા રનિંગ સ્ટાફના ઘરમાં સુખદ વાતાવરણ, જરૂરી સૂચન અને તણાવમુક્ત વાતાવરણ ઉભુ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને SPAD અટકાવવા માટેના ઉપાયો અને ફરજ પર હોય ત્યારે રસ સાથે કામ કરવાની સલાહ આપવામાં આવી હતી. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રનિંગ સ્ટાફ અને તેમના પરિજનો હાજર રહ્યા. જ્યાં રેલવેના અધિકારીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેમજ રેલવે કર્મચારી અને તેમના પરિવારનો ઉત્સાહ પણ વધાર્યો હતો. જેથી રેલવે સ્ટાફ અને તેમના પરિવારને તનાવમુક્ત અને સાનુકૂળ વાતાવરણ મળી રહે અને કર્મચારી સંકોચે વગર સારી રીતે ફરજ બજાવી શકે. અને તેનાથી ટ્રેન દુર્ઘટના સર્જાવાની કોઈ પણ સંભાવના પણ ટાળી શકાય. એટલું જ નહીં પણ સલામતી સેમિનાર બાદ વટવા રનિંગ રૂમ પરિસરમાં રનિંગ સ્ટાફના પરિવારના સભ્યો, કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો