ગુજરાતમાં તૂટી રહી છે કોંગ્રેસ ! સોનિયા ગાંધીએ માત્ર ચાર કલાકમાં જ યુથ કોંગ્રેસના પ્રમુખની કરી વરણી

|

Sep 05, 2022 | 7:30 AM

યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યુ છે. ભારત જોડો યાત્રા પહેલા કોંગ્રેસ (Congress) જોડો યાત્રા કરવી જોઈએ તેવુ નિવેદન પણ વિશ્વનાથસિંહ વાઘેલાએ આપ્યુ છે.

ગુજરાતમાં તૂટી રહી છે કોંગ્રેસ ! સોનિયા ગાંધીએ માત્ર ચાર કલાકમાં જ યુથ કોંગ્રેસના પ્રમુખની કરી વરણી
Gujarat Congress

Follow us on

Gujarat Election 2022 : રાહુલ ગાંધીના (Rahul Gandhi) ગુજરાત પ્રવાસ પહેલાં જ યુથ કોંગ્રેસના પ્રમુખના રાજીનામાંથી ખળભળાટ મચી ગયો. બીજી તરફ રાજીનામાના માત્ર ચાર જ કલાકમાં સોનિયા ગાંધી(Sonia gandhi) નવા પ્રમુખની નિમણૂક કરવી પડી. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ (Rahul Gandhi gujarat visit) પહેલા જ યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વાનાથ વાઘેલાનું રાજીનામું કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન છે.હવે વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે તેવી પણ અટકળો વહેતી થઈ છે.

તો આ તરફ વિશ્વનાથસિંહ વાઘેલાના (Vishwanathsinh Vaghela)  રાજીનામા બાદ સોનિયા ગાંધીએ તેમની જગ્યાએ હરપાલસિંહ ચુડાસમાની વરણી કરી છે.હરપાલસિંહ અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્ય છે તેમજ રાજસ્થાન યુથ કોંગ્રેસના પ્રભારી પદે પણ કાર્યરત છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સિનિયર નેતાઓના આંતરિક જૂથવાદનો આરોપ

વિશ્વનાથસિંહે  સાત પેઈઝના પત્રમાં અનેક આક્ષેપ કર્યા છે. જેમા પક્ષનો સામાન્ય કાર્યકર પણ કેવી રીતે સિનિયર નેતાઓના આંતરિક જૂથવાદનો ભોગ બનતો હોય છે તેનો રાજીનામાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે. 8 મહિના પહેલા થયેલી યુથ કોંગ્રેસની આંતરિક ચૂંટણીઓમાં વિશ્વનાથસિંહ વાઘેલા ચૂંટાઈને આવ્યા હતા. ત્યારબાદ સતત અન્ય જૂથની આંતરિક જૂથવાદનો તેઓ ભોગ બન્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

શું વિશ્વનાથ આગામી સમયમાં ભાજપમાં જોડાશે ?

રાહુલ ગાંધી ના ગુજરાત પ્રવાસ પહેલા ગુજરાત યુથ કોંગ્રેસમાં ભંગાણ (Gujarat Congress)  સર્જાયુ છે. યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યુ છે. ભારત જોડો યાત્રા પહેલા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ તેવુ નિવેદન પણ વિશ્વનાથસિંહ વાઘેલાએ આપ્યુ છે. સાત પેઈજના પત્રમાં આક્ષેપો સાથે રાજીનામુ આપ્યુ છે. વિશ્વનાથ આગામી સમયમાં ભાજપમાં (BJP) જોડાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે.

Next Article