Ahmedabad મુંબઈ બુલેટ ટ્રેનના 75 કિલોમીટરનું પિયર વર્ક પૂર્ણ કરાયું

અમદાવાદ(Ahmedabad) મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ગુજરાતમાં(Gujarat) 86 કિમી ફાઉન્ડેશન વર્ક અને 75 કિમી માટે પિયર વર્ક પૂર્ણ થયું છે, ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાં સ્થિત પ્રોજેક્ટની કુલ 352 કિમીના કામમાં સિવિલ વર્ક ડિસેમ્બર 2020 થી વિવિધ તબક્કામાં શરૂ થઈ ગયા છે

Ahmedabad મુંબઈ બુલેટ ટ્રેનના 75 કિલોમીટરનું પિયર વર્ક પૂર્ણ કરાયું
Ahmedabad Bullet Train Pier WorkImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 6:22 PM

અમદાવાદ(Ahmedabad)  મુંબઇ બુલેટ ટ્રેનને(Bullet Train)  કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં રેલ્વે મંત્રાલયે 22મી જુલાઈ 2022ના રોજ રાજ્યસભામાં માહિતી આપી હતી કે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જરૂરી કુલ 1396 હેક્ટર જમીનમાંથી લગભગ 90 ટકા જમીનનું સંપાદન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યસભાના સાંસદ બ્રિજલાલના પ્રશ્નના જવાબમાં રેલ્વેએ માહિતી આપી હતી કે “ગુજરાતમાં(Gujarat)  86 કિમી ફાઉન્ડેશન વર્ક  અને 75 કિમી માટે પિયર વર્ક પૂર્ણ થયું છે, ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાં સ્થિત પ્રોજેક્ટની કુલ 352 કિમીના કામમાં સિવિલ વર્ક ડિસેમ્બર 2020 થી વિવિધ તબક્કામાં શરૂ થઈ ગયા છે તેમ જવાબમાં વધુમાં જણાવ્યું હતું.

મંત્રાલયે ગૃહને એ પણ જણાવ્યું કે અન્ય સાત હાઇ-સ્પીડ રેલ કોરિડોર માટે સર્વેક્ષણ અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) ની તૈયારી પ્રગતિમાં છે. આ ઉપરાંત આ અન્ય સાત કોરિડોર છે (i) દિલ્હી-વારાણસી (ii) દિલ્હી-અમદાવાદ (iii) મુંબઈ-નાગપુર (iv) મુંબઈ- હૈદરાબાદ (v) ચેન્નાઈ-બેંગલુરુ-મૈસુર (vi) દિલ્હી-ચંદીગઢ-અમૃતસર (vii) વારાણસી- હાવડા

બુલેટ ટ્રેનના કામના પ્રગતિ અહેવાલ પર નજર કરીએ તો 1) ગુજરાત વિભાગમાં 75 KM પિયરનું કામ પૂર્ણ, 2) ગુજરાત વિભાગમાં 156 KMનું પાઈલીંગ કામ પૂર્ણ, 3) ગુજરાતના તમામ 8 સ્ટેશનો પર કામ પૂર્ણ થવાના વિવિધ તબક્કાઓ હેઠળ છે. 4) 352 KMના વિભાગ માટે 100 ટકા સિવિલ અને ટ્રેક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ હાઇ સ્પીડ રેલ સ્ટેશનની ડિઝાઇન અને બાંધકામ માટે બિડ મંગાવવામાં આવી

આ ઉપરાંત NHSRCLદ્વારા C1 પેકેજ હેઠળ મુંબઈ ખાતે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ હાઇ સ્પીડ રેલ સ્ટેશનની ડિઝાઇન અને બાંધકામ માટે બિડ મંગાવવામાં આવી છે. જે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર તે એકમાત્ર અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. BKC સ્ટેશન ઉપરાંત, C1 પેકેજ ટેન્ડરમાં 467 મીટરની કટ અને કવર લંબાઈ અને 66 મીટરની વેન્ટિલેશન શાફ્ટનો પણ સમાવેશ થાય છે. આ શાફ્ટનો ઉપયોગ ટનલ બોરિંગ મશીન (રિકવરી શાફ્ટ)ને બહાર કાઢવા માટે પણ કરવામાં આવશે. સ્ટેશનમાં 6 પ્લેટફોર્મ હશે અને દરેક પ્લેટફોર્મની લંબાઈ લગભગ 415 મીટર કોચની બુલેટ ટ્રેનને સમાવવા માટે પૂરતી હશે. સ્ટેશનને મેટ્રો અને રોડ દ્વારા જોડવામાં આવશે.

આ પ્લેટફોર્મ ગ્રાઉન્ડ લેવલથી લગભગ 24 મીટરની ઉંડાઈએ બનાવવાની યોજના છે

બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ HSR સ્ટેશન એ મુંબઈ અમદાવાદ HSR કોરિડોર પરનું એકમાત્ર ભૂગર્ભ સ્ટેશન છે. આ પ્લેટફોર્મ ગ્રાઉન્ડ લેવલથી લગભગ 24 મીટરની ઉંડાઈએ બનાવવાની યોજના છે. પ્લેટફોર્મ, કોન્કોર્સ અને સર્વિસ ફ્લોર સહિત ત્રણ માળ હશે. બે એન્ટ્રી/એક્ઝિટ પોઈન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, એક મેટ્રો લાઈન 2Bના નજીકના મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા માટે અને બીજો MTNL ભવન તરફ જવા માટે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">